Saturday, January 11, 2025
More
    હોમપેજદેશપ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને પડકારતી અરજીઓ પર સુનાવણી: નવા કેસ દાખલ કરવા...

    પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને પડકારતી અરજીઓ પર સુનાવણી: નવા કેસ દાખલ કરવા પર અને પેન્ડિંગ કેસમાં આદેશો આપવા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

    કોર્ટે જે મસ્જિદો કે દરગાહો સામે કેસ ચાલી રહ્યા છે તેની કાર્યવાહી ઉપર રોક લગાવી નથી. આ સિવાય કેન્દ્ર સરકારને આ મામલે કાઉટ્ર-એફિડેવિટ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે, જેના માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો છે.

    - Advertisement -

    1991માં કોંગ્રેસ સરકારે પસાર કરેલા કાયદા પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને (Places of Worship Act) પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે (12 ડિસેમ્બર) સુનાવણી હાથ ધરી હતી. કોર્ટ સમક્ષ આ મામલે કુલ 6 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેની ઉપર મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજીવ કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સુનાવણી કરી રહી છે. 

    કોર્ટે પહેલી સુનાવણીમાં કેન્દ્ર સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો હતો. બીજી તરફ, અમુક અગત્યના આદેશો પણ પસાર કર્યા છે. જે અનુસાર, કોર્ટ આ અરજીઓનો નિકાલ ન કરી દે ત્યાં સુધી હવે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ વિરુદ્ધ નવી કોઈ અરજીઓ દાખલ કરવામાં આવી શકશે નહીં. નવી અરજીઓ કોર્ટમાં દાખલ પણ કરવામાં આવે તો તેની નોંધણી કરી શકાશે નહીં. 

    ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, “મામલો કોર્ટમાં છે, જેથી નવા કોઈ કેસો દાખલ કરવામાં ન આવે કે કાર્યવાહીનો આદેશ આપવામાં ન આવે તેવો નિર્દેશ આપવો અમે ન્યાયોચિત ગણીએ છીએ. જે કેસ પેન્ડિંગ છે, તેમાં પણ કોર્ટ કોઈ અસરકારક કે અંતિમ આદેશો ન આપે.”

    - Advertisement -

    જોકે, કોર્ટે જે મસ્જિદો કે દરગાહો સામે કેસ ચાલી રહ્યા છે તેની કાર્યવાહી ઉપર રોક લગાવી નથી. આ સિવાય કેન્દ્ર સરકારને આ મામલે કાઉટ્ર-એફિડેવિટ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે, જેના માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો છે. આ એફિડેવિટની નકલ વેબસાઈટ ઉપર અપલોડ કરવા માટેના પણ નિર્દેશો આપવામાં આવ્યા છે. 

    સુપ્રીમ કોર્ટના આદેશનો અર્થ એ છે કે જ્ઞાનવાપી, મથુરામાં શાહી ઈદગાહ, સંભલની મસ્જિદ વગેરે સામે જે કેસ ચાલી રહ્યા છે, તેમાં જે-તે ટ્રાયલ કોર્ટ કોઈ નવો આદેશ પસાર કરી શકશે નહીં. જોકે, બીજી કાર્યવાહી ચાલુ રહેશે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં 18 એવા કેસ છે, જે કુલ 10 ઇસ્લામી માળખાંઓ વિરુદ્ધ ચાલી રહ્યા છે. 

    અનેક અરજીઓ થઈ છે દાખલ, કેન્દ્ર સરકાર જવાબ દાખલ કરશે

    આ મામલે લીડ પિટિશન એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા વર્ષ 2020માં દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે માર્ચ, 2021માં કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. ત્યારબાદ આ પ્રકારની જ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી. 

    બીજી તરફ, જમિયત ઉલમા-એ-હિન્દ દ્વારા કાયદાનું કડક પાલન સુનિશ્ચિત થાય તેવી માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી, જેને કોર્ટે મંજૂરી આપીને આજે લિસ્ટ કરી હતી. આ સાથે, કાયદાના સમર્થનમાં CPIM, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, DMK, RJD અને NCP (શરદ પવાર) વગેરે પાર્ટીઓએ પણ ઇન્ટરવેન્શન એપ્લિકેશન (કેસમાં પાર્ટી બનવા માટે) દાખલ કરી છે. 

    1991માં બન્યો હતો કાયદો

    પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ વર્ષ 1991માં નરસિંહ રાવ સરકારે બનાવ્યો હતો. જેમાં જોગવાઈ એવી કરવામાં આવી છે કે, 15 ઑગસ્ટ, 1947ના રોજ જે ધાર્મિક-મઝહબી સ્થળનું ચરિત્ર હોય તે યથાવત્ રાખવામાં આવે અને તેમાં કોઈ ફેરફાર ન કરાય. એટલે કે જે મંદિર હશે એ મંદિર જ રહેશે, મસ્જિદ હશે એ મસ્જિદ. બાકીનાં સ્થાનકો માટે પણ આ નિયમ લાગુ પડે છે. જોકે, તે સમયે રામ મંદિરનો કેસ કોર્ટમાં લંબિત હોવાના કારણે રામજન્મભૂમિ કેસને આ કાયદામાં બાકાત રાખવામાં આવ્યો હતો. 

    ઇતિહાસકારો લખી ગયા છે કે દેશમાં સેંકડો અને હજારો હિંદુ મંદિરોને ધ્વસ્ત કરીને ઇસ્લામી આક્રાંતાઓએ ત્યાં મસ્જિદો તાણી બાંધી હતી. હિંદુઓની દલીલ એવી છે કે આ કાયદો તેમને પોતાનાં ધર્મસ્થાનકો પરત મેળવતા રોકે છે, ઉપરાંત બંધારણની પણ વિરુદ્ધ છે. જે માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હવે નિર્ણય સુપ્રીમ કોર્ટે કરવાનો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં