દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનિષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. મનિષ સિસોદિયા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ તેમની સામે કરેલ માનહાનિનો કેસ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જો તેઓ જાહેર બાબતોને આટલા નીચા સ્તર પર લઇ જતા હોય તો હવે તેનાં પરિણામો પણ તેમણે ભોગવવાં પડશે.
મનીષ સિસોદિયાની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે જાહેર બાબતોને આટલી નિમ્ન સ્તર પર લઇ જતા હોવ તો પછી તેનાં પરિણામો પણ ભોગવવાં પડશે. કોર્ટે અરજી ફગાવીને સિસોદિયાને બિનશરતી માફી માંગવા માટે કહ્યું હતું.
કોર્ટે એમ પણ કહ્યું કે, દેશ કેવા સમયમાંથી પસાર થઇ રહ્યો હતો તે જાણવાને બદલે તમે માત્ર નિવેદનો આપવામાં જ રચ્યાપચ્યા રહ્યા. કોઈએ તે સમયે પણ પોતાનાથી થઇ શકે એટલું કામ કરવાના પ્રયાસો કર્યા. જો તમને લાગતું હોય કે તમે સાચા છો તો દલીલ કરો અને ખેસ ખતમ કરો. કોર્ટે ફગાવી દીધા બાદ સિસોદિયાએ અરજી પરત ખેંચી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયાએ આસામ CM હિમંત સરમા અને તેમનાં પત્ની સામે કોરોનાકાળ દરમિયાન PPE કિટના સપ્લાયમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આસામ સીએમ સરમાએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
#SupremeCourt to hear plea by AAP leader & Delhi Deputy CM Manish Sisodia challenging Gauhati High Court order refusing to quash the criminal defamation case filed against him by Assam CM Himanta Biswa Sarma.@msisodia @himantabiswa #defamation #AamAadmiParty #himantabiswasarma pic.twitter.com/Tri1e8oTUs
— Bar & Bench (@barandbench) December 12, 2022
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના વકીલ નલિન કોહલીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના વકીલ દ્વારા રજૂ કરાયેલી તમામ દલીલોને ફગાવી દીધી છે. જેથી હવે તેમને ગુવાહાટીમાં ટ્રાયલના પરિણામોનો સામનો કરવો પડશે.”
વામપંથી પોર્ટલ ‘ધ વાયર’ દ્વારા પ્રકાશિત રિપોર્ટના આધારે સિસોદિયા કૂદી પડ્યા હતા
નોંધનીય છે કે વામપંથી મીડિયા પોર્ટલ ‘ધ વાયરે’ એક રિપોર્ટ પ્રકાશિત કરીને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વિરુદ્ધ કોરોનાકાળ દરમિયાન પીપીઈ કિટના સપ્લાયમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ આ વિવાદમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા પણ કૂદ્યા હતા. તેમણે ‘ધ વાયર’ના રિપોર્ટના આધારે આરોપ લગાવ્યો હતો કે હિમંત બિસ્વા સરમાએ તેમની પત્ની અને નજીકના વ્યક્તિઓની માલિકી ધરાવતી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. તેમણે કૉપી પણ શૅર કરી હતી.
આ આરોપો બાદ 5 જૂનના રોજ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને દસ્તાવેજો જારી કર્યા હતા. આ મુદ્દે સીએમ સરમાએ ખુલાસો કર્યો હતો કે, તે કંપનીએ જ આસામના NHMને એક પત્રમાં જણાવ્યું હતું કે, કોવિડ વોરિયર્સ માટે લગભગ 1500 પીપીઈ કિટની આપૂર્તિને CSR યોગદાન તરીકે માનવામાં આવે અને જેથી સરકાર દ્વારા આ માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં ન આવે. હિમંત બિસ્વા સરમાએ તેણે લગતા કાગળો પણ જાહેર કર્યા હતા.
મનીષ સિસોદિયા વિરુદ્ધ માનહાનીનો કેસ
આ ઘટના બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાનાં પત્ની રિંકી ભુઇયાં સરમાએ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગુવાહાટીની કોર્ટમાં કેસ દાખલ કરતા તેમણે 100 કરોડ રૂપિયા વળતરની માંગ કરી હતી.