Sunday, January 12, 2025
More
    હોમપેજરાજકારણશૌચાલયમાં રહેવા મજબૂર આદિવાસી રેસિડેન્સિયલ શાળાનાં બાળકો, મહિલા બાથરૂમ સામે જ કેમેરા!:...

    શૌચાલયમાં રહેવા મજબૂર આદિવાસી રેસિડેન્સિયલ શાળાનાં બાળકો, મહિલા બાથરૂમ સામે જ કેમેરા!: વિડીયો સામે આવતાં મંત્રી થયા લાલઘૂમ

    હોસ્ટેલના પ્રિન્સિપાલે છાત્રાઓની હોસ્ટેલમાં બાથરૂમ પાસે CCTV કેમેરા લગાવ્યા હોવાનું સામે આવતા નવો વિવાદ ઉભો થયો છે. આ મામલો સામે આવતા છત્તીસગઢ પ્રસાશનની ટીકા થઇ રહી છે ઉપરાંત હોસ્ટેલના પ્રિન્સીપાલ વિરુદ્ધ FIR કરવાની માંગ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    છત્તીસગઢમાં (Chhattisgarh) આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ સામે આવી હતી. બસ્તર વિભાગના નારાયણપુર જિલ્લાના ઓરછા બ્લોકમાં છોટેડોંગરની એકલવ્ય આદર્શ રેસિડેન્શિયલ સ્કૂલની (EKlavya Adarsh Residential School) તસવીરોએ રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. સામે આવેલ વિડીયો મુજબ જહાન હોસ્ટેલના બાથરૂમો-શૌચાલયોને (Toilet) રૂમોમાં ફેરવી વિદ્યાર્થીઓને ત્યાં રાખવામાં આવી રહ્યા છે. ગૂંગળામણની સ્થિતિમાં જીવતા આદિવાસી બાળકોએ (Tribal Students) શૌચાલયમાં બેઠકોને ચટ્ટાઈઓ વડે ઢાંકીને ત્યાં પથારી પાથરી બનાવી દીધેલા ઓરડાઓને રહેવા લાયક બનાવવા પડે છે.

    આ દરમિયાન છત્તીસગઢના જંગલ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી કેદાર કશ્યપે આ ગંભીર મુદ્દા પર જવાબ આપવાના બદલે જે લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો અને વિડીયો બનાવીને ઉજાગર કર્યો એ લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું, “તેમને ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનો અધિકાર કોણે આપ્યો? વહીવટીતંત્રની પરવાનગી વિના આ વિસ્તારોમાં કોઈને જવાની મંજૂરી નથી. ત્યાં વિદ્યાર્થીનીઓ રહે છે. આ રીતે મુદ્દો બહાર લાવવામાં જે પણ વ્યક્તિ સામેલ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તમામ ગુનેગારોને દંડ કરવામાં આવશે.”

    બીજી તરફ હોસ્ટેલના પ્રિન્સિપાલે છાત્રાઓની હોસ્ટેલમાં બાથરૂમ પાસે CCTV કેમેરા લગાવ્યા હોવાનું સામે આવતા નવો વિવાદ ઉભો થયો છે. આ મામલો સામે આવતા છત્તીસગઢ પ્રસાશનની ટીકા થઇ રહી છે ઉપરાંત હોસ્ટેલના પ્રિન્સીપાલ વિરુદ્ધ FIR કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ માટે મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ શાખાના નેતૃત્વમાં એક ટીમ બનાવીને છોટેડોંગર મોકલવામાં આવી છે. જે તપાસ કરીને કલેકટરને રિપોર્ટ સોંપશે.

    - Advertisement -

    એડીએમ વિરેન્દ્ર બહાદુર પંચભાઈએ જણાવ્યું હતું કે કલેક્ટર બિપિન માંઝીના નિર્દેશ હેઠળ મદદનીશ કમિશનરને છોટેડોંગર તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. એકલવ્ય આદર્શ રેસિડેન્શિયલ સ્કૂલના બાળકોના જણાવ્યા અનુસાર, શાળામાં ઘણી અવ્યસ્થા ફેલાયેલી છે, પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી શૌચાલયની હાલત અત્યંત ખરાબ છે અને તેના દરવાજા પણ તૂટી ગયા છે. વિદ્યાર્થીઓને ધાબળા પણ આપવામાં આવ્યા નથી.

    દુર્ગંધના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શાળા પરિસરમાં રહેવું ખૂબ મુશ્કેલ બન્યું છે. સ્કૂલ સુપરિન્ટેન્ડેન્ટ પ્રભાવી મિશ્રાએ કહ્યું કે તેમણે આ અંગે વિભાગના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કોઈ ધ્યાન આપી રહ્યા નથી. એક વરિષ્ઠ અધિકારી છેલ્લા છ વર્ષથી બિલ્ડીંગ બની જશે તેવું વચન આપી રહ્યા છે, પરંતુ હજુ સુધી બિલ્ડીંગનું કામ પૂર્ણ થયું નથી. બિલ્ડીંગમાં બે સંસ્થાઓની શાળાઓ ચાલે છે, જેના કારણે બે સંસ્થાના છોકરા-છોકરીઓ એકસાથે અભ્યાસ કરે છે. બિલ્ડીંગમાં તેની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ હોવાથી દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    પાણીને લગતી ઘણી સમસ્યાઓ છે. ઘણી વખત નહાયા વગર જ શાળાએ જવું પડે છે, જેના કારણે મોડું થાય છે. ઘણા લોકો બાથરૂમમાં સૂઈ જાય છે. રેસિડેન્શિયલ સ્કૂલની શિક્ષિકા સુનિતાના કહેવા પ્રમાણે, હોસ્ટેલમાં રૂમ એટલા ઓછા છે કે વિદ્યાર્થીઓએ શૌચાલયમાં જગ્યા કરીને રહેવું પડે છે. જગ્યાના અભાવે છોકરીઓને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. વધુમાં, શૌચાલયના દરવાજા તૂટેલા છે તેથી છાત્રાઓએ શૌચ માટે બહાર જવું પડે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં