Saturday, January 18, 2025
More
    હોમપેજદેશઘરમાં ઘૂસ્યા ચોર તો બેંગ્લોરમાં રહેતા સ્પેનિશ યુવકે હેલ્પલાઈન નંબર પર કરી...

    ઘરમાં ઘૂસ્યા ચોર તો બેંગ્લોરમાં રહેતા સ્પેનિશ યુવકે હેલ્પલાઈન નંબર પર કરી જાણ: પોલીસે કન્નડમાં વાત કરવાનું કહીને કોલ કટ કરી દીધો હોવાનો આરોપ, કર્ણાટક પોલીસે કરી સ્પષ્ટતા

    કોઈ મદદ ન મળતાં સ્પેનિશ યુવક જીસસ એબ્રિએલ તેના રૂમમાં જ બંધ રહ્યો હતો. જ્યારે ચોરે 30 મિનિટ સુધી ઘરમાં તોડફોડ કરી અને તેની સામેથી ₹82,000ની કિંમતની વસ્તુઓ ચોરી લીધી હતી. ચોરી કરાયેલી વસ્તુઓમાં પીડિત યુવકનું લેપટોપ, એક પ્લેટિનમ વીંટી, હેડફોન, ₹10,000 સાથેના પાકીટનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    કર્ણાટક (Karnataka) રાજ્યના બેંગ્લોરથી (Bengaluru) એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, બેંગ્લોરમાં રહેતા સ્પેનિશ યુવકે (Spanish youth) તેના ઘરમાં ચોર ઘૂસી આવ્યા હોવાથી ઇમરજન્સી હેલ્પલાઈન નંબર (Emergency Helpline Number) 112 પર કોલ કર્યો હતો અને પોલીસને ઘટના વિશેની જાણકારી આપી હતી. સ્પેનિશ યુવક પોતે વિદેશી હોવાથી તેણે અંગ્રેજી ભાષામાં વાત કરી હતી અને પોલીસને ઘટના વિશે જણાવ્યું હતું. જોકે, મદદ કરવાને બદલે હેલ્પલાઈન ઓપરેટરે તેમનો ફોન કટ કરી નાખ્યો હતો અને કહ્યું હતું કે- કન્નડમાં (Kannada) વાત કરો કન્નડમાં

    આ સમગ્ર ઘટના બુધવારે (15 જાન્યુઆરી) રાત્રે બનવા પામી હતી. માહિતી અનુસાર, રાત્રે લગભગ 2 વાગ્યે બેંગ્લોરમાં રહેતા જીસસ એબ્રિએલ નામના સ્પેનિશ યુવકને ઘરમાં બે લોકોના ઘૂસવાનો અવાજ આવ્યો હતો. જે બાદ તેણે તાત્કાલિક ઇમરજન્સી નંબર ડાયલ કર્યો હતો અને હેલ્પલાઈન ઓપરેટરને અંગ્રેજી અને તે બાદ સ્પેનિશ ભાષામાં ઘટના વિશે જણાવ્યું હતું. જોકે, હેલ્પલાઈન ઓપરેટરે તેને કન્નડમાં વાત કરવાનું કહ્યું અને કોટ કરી દીધો હતો.

    ₹82,000ની કિંમતની થઈ ગઈ ચોરી

    કોઈ મદદ ન મળતાં સ્પેનિશ યુવક જીસસ એબ્રિએલ તેના રૂમમાં જ બંધ રહ્યો હતો. જ્યારે ચોરે 30 મિનિટ સુધી ઘરમાં તોડફોડ કરી અને તેની સામેથી ₹82,000ની કિંમતની વસ્તુઓ ચોરી લીધી હતી. ચોરી કરાયેલી વસ્તુઓમાં પીડિત યુવકનું લેપટોપ, એક પ્લેટિનમ વીંટી, હેડફોન, ₹10,000 સાથેના પાકીટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેનું સ્પેનિશ ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ભારતનું ડેબિટ કાર્ડ પણ ચોરાઈ ગયું છે.

    - Advertisement -

    બાદમાં પોલીસે આ મામલે BNSની કલમ 305 (રહેણાંક મકાનમાં ચોરી) અને 331 (ઘર તોડવા બદલ સજા) હેઠળ કેસ નોંધ્યો છે. હેલ્પલાઈન નંબર પરથી મદદ ન મળવા અંગે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કથિત રીતે જણાવ્યું હતું કે, ઇમરજન્સી નંબરો પર ઘણીવાર ટીખળપૂર્વકના અને તોફાની કોલ આવે છે. તેથી, હેલ્પ ઓપરેટરે એબ્રિએલના કોલને ટીખળ માટેનો કોલ સમજી લીધો હશે. જોકે, આવી પરિસ્થિતિઓમાં ઓપરેટરે પાછા ફોન કરીને સમગ્ર પરિસ્થિતિ તપાસવી જોઈએ. જોકે, જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનાને લઈને બેંગ્લોર પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    સંપાદકીય નોંધ: મીડિયામાં સમાચાર વાયરલ થયા બાદ કર્ણાટક પોલીસે એક નિવેદન બહાર પાડ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી. 

    પોલીસનું કહેવું છે કે, ઘટના સમયે તથાકથિત વિક્ટિમે હેલ્પલાઈન નંબર ઉપર કોઈ કૉલ કર્યો ન હતો. પરંતુ બીજા દિવસે તેમને જાણ કરવામાં આવી હતી અને પછીથી પોલીસે ત્વરિત પગલાં પણ લીધાં હતાં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં