Tuesday, November 5, 2024
More
    હોમપેજદેશસપા ધારાસભ્ય ઝાહીદ બેગના ઘરમાંથી મળ્યો સગીરાનો મૃતદેહ: 10 વર્ષથી નેતાના ઘરે...

    સપા ધારાસભ્ય ઝાહીદ બેગના ઘરમાંથી મળ્યો સગીરાનો મૃતદેહ: 10 વર્ષથી નેતાના ઘરે રહીને જ કરતી હતી ઘરકામ, પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી

    ડેપ્યુટી એસપી અને એસએચઓ સવારે 8 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તથા ગુપ્ત રીતે મૃતદેહનો કબજો લીધો. ત્યાર પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ભદોહીમાંથી (Bhadohi) એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સપા (Samajwadi Party) ધારાસભ્ય ઝાહીદ બેગના ઘરેથી એક સગીરાનો (Minor) મૃતદેહ (Dead Body) ફાંસીએ લટકતો મળી આવ્યો હતો. મૃતકનું નામ નાઝિયા હોવાનું સામે આવ્યું હતું. જે પાછલા 10 વર્ષોથી ઝાહીદ બેગના (Zahid Beg) ઘરે કામ કરતી હોવાનો ખુલાસો પણ થયો હતો. 8 સપ્ટેમ્બરે આ ઘટના બની હોવાનું કહેવાય છે.

    સપાના ધારાસભ્ય ઝાહીદ બેગ ભદોહી વિધાનસભા બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. ત્યારે 9 સપ્ટેમ્બર સોમવારે ઝાહીદ બેગના ઘરના ત્રીજા માળના એક રૂમમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ તેની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. નાઝિયાના પિતાએ અમર ઉજાલા સાથે કરેલી વાતચીતમાં સામે આવ્યું હતું કે, તે છેલ્લા 10 વર્ષથી ધારાસભ્યના ઘરે રહેતી હતી અને ઘરકામ કરતી હતી.

    સપા ધારાસભ્ય અને હાજર લોકો અનુસાર મૃતક નાઝિયાનું મૃત્યુ 8 સપ્ટેમ્બર રાત્રે થયું હતું. તે રાત્રે ઘરનું કામકાજ પતાવીને 10 વાગ્યા આસપાસ જમ્યા બાદ તેના રૂમમાં સુવા જતી રહી હતી. બીજી સવારે ફાંસીએ લટકતો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ ધારાસભ્ય ઝાહીદ બેગે પોલીસ અને મૃતકના પરિવારને જાણ કરી હતી.

    - Advertisement -

    ડેપ્યુટી એસપીએ ઘરે જઈને મૃતદેહનો લીધો હતો કબજો

    આ બાદ ડેપ્યુટી એસપી અને એસએચઓ સવારે 8 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તથા ગુપ્ત રીતે મૃતદેહનો કબજો લીધો. ત્યાર પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળની બારીકાઇથી તપાસ કરી હતી, તથા ફોરેન્સિક ટીમ દ્વારા જરૂરી પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા.

    નાઝિયાના પિતા ઇમરાન શેખએ આ મામલે જણાવ્યું હતું કે તેઓ ખુબ ગરીબ છે, અને ગરીબીના કારણે તેમની પુત્રી ધારાસભ્યના ઘરે કામ કરતી હતી. સગીરાનો મૃતદેહ મળ્યો તેના 2 દિવસ પહેલા જ તે તેની માતાને મળી હતી. તેમણે કહ્યું હતું કે પાછલા 10 વર્ષોમાં મૃતક વિરુદ્ધ તેના કામ અંગે કોઈ જ ફરિયાદ મળી નહોતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે વધુ ઘસ્ફોટ થઇ શકે છે.

    આ પહેલા પણ સપા નેતાઓ બળાત્કારના આરોપોનો કરી ચુક્યા છે સામનો

    ઉલ્લેખનીય કે કે તાજેતરમાં અયોધ્યા ખાતે 12 વર્ષની હિંદુ બાળા સાથે સામુહિક બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આ મામલે સપા નેતા મોઈદ ખાનની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સિવાય પણ સપા નેતા નવાબ યાદવ પણ બળાત્કારના આરોપમાં ઘેરાઈ ચુક્યા છે. આ સિવાય સપા નેતા વીરેન્ત્યાદ્રેર બહાદુર પાલ વિરુધ પણ એક મહિલા વકીલે દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારે ફરીથી એક વાર સપા નેતાના ઘરેથી સગીરાનો મૃતદેહ મળી આવતા સવાલો ઉભા થઇ રહ્યા છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં