Friday, October 18, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનથૂંક લગાવીને રોટલી બનાવતા શખ્સનો વિડીયો, અભિનેતા સોનુ સૂદે ‘માનવતા’નું નામ આપીને...

    થૂંક લગાવીને રોટલી બનાવતા શખ્સનો વિડીયો, અભિનેતા સોનુ સૂદે ‘માનવતા’નું નામ આપીને કર્યો બચાવ: ભગવાન રામ-માતા શબરીના પ્રસંગ સાથે કરી સરખામણી

    સોનુ સૂદની આવી વાતોના કારણે હવે સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ રહી છે. લોકો તેમને જાણીજોઈને થૂંક લગાવતા વ્યક્તિના બચાવ માટે ભગવાનને વચ્ચે લઇ આવવા બદલ ખરીખોટી સંભળાવી રહ્યા છે તેમજ કહી રહ્યા છે કે તેને આવાં તરકટો કરતાં પહેલાં શરમ આવવી જોઈએ. 

    - Advertisement -

    બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ એક X પોસ્ટના કારણે ફરી વિવાદમાં આવ્યો છે. તેણે એક પોસ્ટનો જવાબ આપતાં રોટલીમાં થૂંક લગાવતા વ્યક્તિનો પણ બચાવ કર્યો હતો અને એટલું જ નહીં પણ તેની સરખામણી માતા શબરીનાં બોર ખાનાર ભગવાન રામ સાથે કરી હતી. પોસ્ટ વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયા પર સોનુ સૂદને સાચી સમજણ આપવામાં આવી રહી છે. 

    વાસ્તવમાં ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાના રૂટ ઉપર તમામ દુકાન માલિકોને પોતાનાં નામ પ્રદર્શિત કરવા માટેના આદેશ પર ચાલતી ચર્ચા વચ્ચે શુક્રવારે (19 જૂન) સોનુ સૂદે X પર એક પોસ્ટ કરીને વણમાંગી સલાહ આપી હતી. તેણે લખ્યું હતું કે, ‘તમામ દુકાનો ઉપર એક જ નેમપ્લેટ હોવી જોઈએ- માનવતા.’ 

    આ પોસ્ટ પર પણ તેની ખૂબ ટીકા થઈ હતી અને લોકોએ એમ પણ પૂછ્યું હતું કે હલાલને પણ માનવતાનું નામ આપવું જોઈએ કે કેમ? બીજી તરફ સુધીર મિશ્રા નામના એક વ્યક્તિએ એકાદ ઢાબા પર રોટલી બનાવતી વખતે થૂંક લગાવતા એક ઇસમનો વિડીયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘થૂંક લગાવેલી રોટલી સોનુ સૂદને પાર્સલ કરવામાં આવે, જેથી ભાઈચારો બન્યો રહે.’ 

    - Advertisement -

    પોસ્ટને ક્વોટ કરીને સૂદે લખ્યું કે, ‘આપણા શ્રીરામજીએ શબરીનાં એંઠાં બોર ખાધાં હતાં તો હું કેમ નહીં ખાઈ શકું? હિંસાને અહિંસાથી જ પરાજિત કરી શકાય. બસ, માનવતા બરકરાર રહેવા જોઈએ.’ 

    સોનુ સૂદની આવી વાતોના કારણે હવે સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ રહી છે. લોકો તેમને જાણીજોઈને થૂંક લગાવતા વ્યક્તિના બચાવ માટે ભગવાનને વચ્ચે લઇ આવવા બદલ ખરીખોટી સંભળાવી રહ્યા છે તેમજ કહી રહ્યા છે કે તેને આવાં તરકટો કરતાં પહેલાં શરમ આવવી જોઈએ. 

    ‘ધ સ્કિન ડૉક્ટર’ હેન્ડલ ધરાવતા જાણીતા યુઝરે લખ્યું કે, ‘માતા શબરી રામભક્ત હતાં અને તેમણે બોર દ્વેષથી એંઠાં કર્યાં ન હતાં. તેઓ તો માત્ર ભોળપણમાં એ જાણવા માંગતાં હતાં કે બોર મીઠાં છે કે નહીં, એટલે શ્રીરામને ચાખીને આપી રહ્યાં હતાં. વિડીયોમાં દેખાડવામાં આવેલો વ્યક્તિ ન તો પોતાના ગ્રાહકોને પ્રેમ કરે છે કે ન એટલે થૂંક લગાવી રહ્યો છે કે રોટલીનો સ્વાદ ચાખી શકે કે બરાબર બની છે કે નહીં. તેની આ હરકત પાછળ અન્ય ધર્મ પ્રત્યે ધૃણા છે. તમે એવા વ્યક્તિના કૃત્યની માતા શબરી સાથે સરખામણી કરી રહ્યા છો. તમે અત્યંત મૂરખ વ્યક્તિ છો.”

    અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, સોનુ સૂદ ધડમાથા વગરની વાતો સાબિત કરવા માટે કંઈ પણ બોલી રહ્યો છે અને એમ પણ પૂછ્યું કે શું તેઓ લોકોને થૂંકીને ભોજન પીરસે છે?

    પત્રકાર હર્ષ વર્ધન ત્રિપાઠીએ એ યાદ અપાવ્યું કે કઈ રીતે ફર્જી સેક્યુલરિઝમે અમુક વ્યક્તિઓનાં મગજ વિકૃત કરી નાખ્યાં છે. તેમણે લખ્યું કે, જેણે જેનું એંઠું કે થૂંકેલું ખાવું હોય તે ખા અને મનાવતા બરકરાર રાખવા માટે જે ખાવું-પીવું હોય તે કરે, પણ ફર્જી સેક્યુલરિઝમની ગંદકી અમારી ઉપર પ્રયાસ ન કરો. ઈશ્વર જે કરે છે તે બરાબર કરે છે. એક સમયે આ વ્યક્તિથી પ્રભાવિત થઈને હું ઇન્ટરવ્યુ કરવા માંગતો હતો, ઈશ્વરે બચાવી લીધો.

    એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે લખ્યું કે, “અજ્ઞાનીથી વધુ જોખમી અલ્પજ્ઞાની હોય છે. માતા શબરી ભગવાનના અનન્ય ભક્ત હતાં એટલે ભગવાને બોર ખાધાં હતાં. જ્યારે ભોજનમાં થૂંકવા અને મળમૂત્ર ભેળવવાનું મૂળ કારણ છે પાક-નાપાકનો વિચાર, હરામ-હલાલનો વિચાર અને કાફિરો પ્રત્યે નફરત. ફિલ્મમાં રોલ મેળવવા માટે કંઈ પણ કરશો?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં