Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણCPI-M મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હી AIIMSમાં લઇ રહ્યા હતા સારવાર 

    CPI-M મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હી AIIMSમાં લઇ રહ્યા હતા સારવાર 

    તેમને ગત 19 ઑગસ્ટના રોજ AIIMSના ‘ઈમરજન્સી વૉર્ડ’માં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા.

    - Advertisement -

    કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું છે. તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલના ICUમાં દાખલ હતા, જ્યાં ગુરુવારે (12 સપ્ટેમ્બર, 2024) અંતિમ શ્વાસ લીધા. 

    પાર્ટીનાં સૂત્રો અનુસાર, તેમને ગત 19 ઑગસ્ટના રોજ AIIMSના ‘ઈમરજન્સી વૉર્ડ’માં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રેસ્પિરેટરી સપોર્ટ પર હતા. પાર્ટીએ બે દિવસ પહેલાં સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે અને સ્થિતિ હાલ ગંભીર છે. ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. 

    તેમની પાર્ટીએ પુષ્ટિ કરી છે તો AIIMS હોસ્પિટલ તરફથી પણ એક નિવેદન આપવામાં આવ્યું છે. તેમને ન્યુમોનિયા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું મીડિયાનાં સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. છેલ્લા થોડા દિવસથી સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર પણ હતી. 

    - Advertisement -

    યેચુરીનો વધુ પરિચય આપવામાં આવે તો તેમણે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં યોજાયેલી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમનું આમંત્રણ ઠુકરાવી દીધું હતું અને કાર્યક્રમને ‘સરકાર પ્રેરિત’ ગણાવ્યો હતો. વર્ષ 2019માં તેમણે એક નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો, જેમાં કહ્યું હતું કે મહાભારત અને રામાયણ બંનેમાં હિંસાની અનેક ઘટનાઓ છે અને હિંદુઓ મૂળ રીતે જ હિંસક છે. 

    તેમણે એક કાર્યક્રમમાં બોલતી વખતે કહ્યું હતું કે, “રામાયણ અને મહાભારતમાં ઘણા હિંસા અને યુદ્ધનાં વર્ણનો છે. કોઇ કેવી રીતે આ ગ્રંથોને વાંચીને કહી શકે કે હિંદુઓ હિંસા ન કરી શકે? એવું કહેવા પાછળ શું કારણ છે કે એક ધર્મ હિંસા કરે છે અને હિંદુઓ નથી કરતા?’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં