Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણમાનહાનિના કેસમાં થયો ₹2000નો દંડ, તો ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે તે...

    માનહાનિના કેસમાં થયો ₹2000નો દંડ, તો ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે તે ભરવા માંગ્યો 2 દિવસનો સમય!: અહેવાલોમાં સનસનીખેજ દાવો

    હવે ચિત્રાને કોણ સમજાવે કે બિચારા ઉદ્ધવ અને રાઉત ₹2000 દંડ ભરવા માટે ઈરાદાપૂર્વક વિલંબ નથી કરી રહ્યા પરંતુ તેમણે ચૂંટણી દરમિયાન એટલો બધો ખર્ચ કર્યો છે કે હવે તેમની પાસે દંડ ભરવા માટે પૈસા જ નથી.

    - Advertisement -

    શિવસેના(UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે ઘણીવાર તેમની પાર્ટીનું નામ રોશન કરતાં જોવા મળે છે ત્યારે આ વખતે ઉદ્ધવે ફરી એક વાર વખાણવા જેવું કામ કર્યું છે. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત એટલા બધા ગરીબ છે કે તેમણે સ્પેશલ કોર્ટ સમક્ષ એક આવેદન કર્યું છે. જે આવેદનમાં તેમણે ₹2000 દંડ ભરવા માટે કોર્ટ પાસે 2 દિવસનો સમય માંગ્યો છે.

    ઉલ્લેખનીય છે કે શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ પ્રકાશિત કરવા બદલ શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ શેવાલે દ્વારા ઠાકરે અને રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શેવાલે દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​ફરિયાદની કાર્યવાહી મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહી છે. 26 ઑક્ટોબર 2023ના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટે આ કેસમાં બંનેને નિર્દોષ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

    નિયમો અનુસાર, બંનેએ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને તાત્કાલિક પડકારવો જોઈતો હતો, પરતું કદાચ ઉદ્ધવ અને રાઉત એટલા બધા વ્યસ્ત હતા કે તેઓ આદેશને પડકારવાનું જ ભૂલી ગયા. રિવિઝન ફાઇલ કરવાના નિયમો હેઠળ નિર્ધારિત સમયમર્યાદાથી 84 દિવસનો વિલંબ થયો હતો. આમ, વિલંબને માફ કરીને, સેશન્સ કોર્ટે 13 જૂને તેના પર ₹2,000નો દંડ ફટકાર્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે માનહાનિના દાવા અંતર્ગત તેમના પર આ દંડ લગાવવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતનું કહેવું છે કે 13 જૂને તેમને દંડ ભરવા માટે કોર્ટનો આદેશ મળ્યો હતો. જે કેશ કાઉન્ટર પર ₹2000 ભરવાના હતા એ 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. પછીના દિવસોમાં પણ તેમણે રૂપિયા ભરવાના અથાગ પ્રયત્નો કર્યા પરતું પ્રયત્નોના અંતે તેઓ રૂપિયા ભરવા માટેની ઔપચારિકતાઓ પૂર્ણ ન કરી શક્યા. 10 દિવસનો સમયગાળો વીતી ગયો એ પછી પણ બિચારા ઉદ્ધવ અને રાઉત કેશ કાઉન્ટર પર ગયા પરતું લાલફીતાશાહી ચલાવતા અધિકારીઓએ તેમના રૂપિયા લેવાની ના પાડી દીધી.

    શેવાલે તરફથી ઉપસ્થિત વકીલ ચિત્રા સાળુંખેએ આ આવેદનનો વિરોધ કર્યો છે. ચિત્રાએ કહ્યું કે ઉદ્ધવ અને રાઉતના આવા જ વર્તનના કારણે દંડ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ શકી નથી અને એવો આરોપ પણ લગાવ્યો છે કે દંડ ભરવામાં મોડુ કરવું એ ઉદ્ધવ અને રાઉતની રણનીતિ છે. હવે ચિત્રાને કોણ સમજાવે કે બિચારા ઉદ્ધવ અને રાઉત ₹2000 દંડ ભરવા માટે ઈરાદાપૂર્વક વિલંબ નથી કરી રહ્યા પરંતુ તેમણે ચૂંટણી દરમિયાન એટલો બધો ખર્ચ કર્યો છે કે હવે તેમની પાસે દંડ ભરવા માટે પૈસા જ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં