Saturday, June 21, 2025
More
    હોમપેજદેશ35 વર્ષ બાદ શ્રીનગરના મંદિરમાં શિવલિંગની પુનઃસ્થાપના, 1990માં આતંકીઓએ ફેંક્યું હતું નદીમાં:...

    35 વર્ષ બાદ શ્રીનગરના મંદિરમાં શિવલિંગની પુનઃસ્થાપના, 1990માં આતંકીઓએ ફેંક્યું હતું નદીમાં: એક દાયકાની કાનૂની લડાઈ બાદ કાશ્મીરી હિંદુઓને મળી સફળતા

    વિશેષ મેજિસ્ટ્રેટના આદેશ બાદ શિવલિંગ સ્થાનિક હિંદુ સમુદાયને સોંપી દેવામાં આવ્યું હતું. જે બાદ બુધવારે જોગેશ્વરી મંદિરમાં શિવલિંગને સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં કાશ્મીરી હિંદુઓ ઉપસ્થિત થયા હતા.

    - Advertisement -

    કાશ્મીરના (Kashmir) શ્રીનગરના (Srinagar) રૈનાવારી વિસ્તારમાં આવેલા એક બોધ મંદિરમાંથી (શિવ મંદિર) ઉઠાવીને નદીમાં ફેંકેલા શિવલિંગને (Shivling) 10 વર્ષની કાનૂની લડાઈ બાદ મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. બુધવારે (28 મે 2025) રૈનાવારી સ્થિતિ ઐતિહાસિક જોગીશ્વરી મંદિરમાં શિવલિંગને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. સ્થાનિક કાશ્મીરી પંડિતો માટે આ દિવસ ખૂબ ઐતિહાસિક હતો. રૈનાવારી કાશ્મીરી પંડિત એક્શન કમિટી (RKPAC) હેઠળ આવતા જોગેશ્વરી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બીએલ જલાલીએ આ ઘટનાને આસ્થાની જીત ગણાવી છે. 

    વધુમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે, 1990ના દાયકામાં કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર હતો. તે દરમિયાન આતંકવાદીઓએ શિવલિંગને અપવિત્ર કરીને નદીમાં ફેંકી દીધું હતું. ત્યારબાદ લગભગ 10 વર્ષ પહેલાં સ્થાનિક પોલીસને શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારથી શિવલિંગ તેમની પાસે જ હતું. જલાલીએ વધુમાં જણાવ્યું છે કે, પોતાના ઇષ્ટદેવને પામવા માટે તેમણે 10 વર્ષ સુધી કાનૂની લડાઈ લડી હતી અને ત્યારબાદ જઈને કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હતો. 

    વિશેષ મેજિસ્ટ્રેટના આદેશ બાદ શિવલિંગ સ્થાનિક હિંદુ સમુદાયને સોંપી દેવામાં આવ્યું હતું. જે બાદ બુધવારે જોગેશ્વરી મંદિરમાં શિવલિંગને સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં કાશ્મીરી હિંદુઓ ઉપસ્થિત થયા હતા. કાશ્મીરી પંડિતોએ જણાવ્યું હતું કે, આ માત્ર એક શિવલિંગની વાપસી નથી, પરંતુ આખા સમુદાયની સંસ્કૃતિ અને આસ્થાના વાપસી છે. આ શિવલિંગ કાશ્મીરના પ્રાચીન શૈવ પરંપરાની નિશાની છે. 

    - Advertisement -

    જોગેશ્વરી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષે એવું પણ કહ્યું છે કે, મંદિરનું મૂળ શિવલિંગ હજુ પણ ગાયબ છે. તેને પણ શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે, હાલમાં મંદિરમાં પૂજારી રહી શકે તેવી વ્યવસ્થા પણ નથી, તેથી તેમણે પ્રશાસનને અપીલ કરી છે કે, તેઓ મંદિરને સંરક્ષણ પ્રદાન કરે અને પુનઃનિર્માણ કરાવે. હાલ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરીને યજ્ઞ તથા પૂજા વગેરે અનુષ્ઠાન કરવામાં આવ્યા છે. 

    નોંધનીય છે કે, જોગેશ્વરી મંદિર ખૂબ પ્રાચીન ધરોહર છે. પહેલાંના સમયમાં સાધુ-સંતો અમરનાથ યાત્રા પર જતાં વખતે અહીં જ વિશ્રામ કરતા હતા. ત્યારથી આ સ્થળને જોગી લંકર કહેવામાં આવતું હતું. સમય જતાં તે જોગેશ્વરી મંદિર તરીકે પ્રસિદ્ધ થયું હતું. આજે પણ સ્થાનિક કાશ્મીરી હિંદુઓ માટે તે મંદિર આસ્થાનું પ્રતિક ગણાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં