Friday, November 22, 2024
More
    હોમપેજદેશગેરકાયદે કરેલ અતિક્રમણ તોડવા મસ્જિદ સમિતિ તૈયાર: સજ્જડ શિમલા બંધ વચ્ચે હિંદુઓની...

    ગેરકાયદે કરેલ અતિક્રમણ તોડવા મસ્જિદ સમિતિ તૈયાર: સજ્જડ શિમલા બંધ વચ્ચે હિંદુઓની માંગનો સ્વીકાર, અગાઉ પ્રદર્શનકારીઓ પર પોલીસે કર્યો હતો લાઠીચાર્જ

    15 દિવસથી સમગ્ર ઘટના ચાલી રહી છે. પ્રદર્શનકારીઓ આ માટે સતત વિરોધ કરી રહ્યા હતા. 11 સપ્ટેમ્બરે હિંદુ સંગઠનો સહિત પ્રદર્શનકારીઓ બુધવારે શિમલાના ધલ્લી વિસ્તારમાં શેરીઓમાં એકઠા થયા હતા. તેમણે સંજૌલી વિસ્તારમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામનો વિરોધ કર્યો હતો.

    - Advertisement -

    શિમલા ખાતે (Shimla) સંજૌલી (Sanjauli) વિસ્તારમાં મસ્જિદ (Mosque) દ્વારા કરાયેલ અતિક્રમણને તોડી પાડવા હિંદુ સંગઠનો અને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. 11 સપ્ટેમ્બરે આ વિરોધને લઈને પોલીસ અને પ્રદર્શનકરીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ત્યારે 12 સપ્ટેમ્બરે મસ્જિદના ગેરકાયદે ભાગોને તોડી પાડવાની માંગ કરી રહેલા હિંદુ પ્રદર્શનકારીઓના સમર્થનમાં હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) રાજધાનીના ઘણા ભાગોમાં બંધ (Shut Down) પાળવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે સંજૌલી મસ્જિદ સમિતિએ જાહેર કર્યું હતું કે તે સ્વયં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પડશે.

    શિમલા ખાતે મસ્જિદના ગેરકાયદે અતિક્રમણના વિરોધ સાથે અને તેને તોડી પાડવાની માંગ સાથે હિંદુ પ્રદર્શનકારીઓએ 12 તારીખે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી બંધ જાહેર કર્યું હતું. ટ્રેડ યુનિયનોએ આ વિરોધ અને બંધને સમર્થન આપ્યું હતું જેના પગલે મોટાભાગની ખાનગી હોટલો, રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ રાખવામાં આવી હતી. શિમલા વેપાર મંડળના પ્રમુખ સંજીવ ઠાકુરે જણાવ્યું હતું કે નગરમાં સંપૂર્ણ બંધ હતો કારણ કે વેપારીઓ વિરોધમાં જોડાયા હતા.

    જો કે, રાજ્ય સરકાર દ્વારા ચાલતી સેવાઓ, ખાનગી બસો અને ટ્રેનો ચાલુ રહી હતી. સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ રાબેતા મુજબ ચાલુ હતી. ઉલ્લેખનીય છે કે 11 સપ્ટેમ્બરના રોજ હિંદુ પ્રદર્શનકારીઓ 5 માળની મસ્જિદના ગેરકાયદેસર બનાવેલા ભાગને તોડવા માટે જઈ રહ્યા હતા. ત્યારે હિંદુઓને રોકવા જતા હિમાચલ પોલીસ અને પ્રદર્શનકરીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે પ્રદર્શનકરીઓ વિરુદ્ધ વોટર કેનનનો મારો ચાલાવ્યો હતો તથા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

    - Advertisement -

    મસ્જિદ કમિટી ગેરકાયદે બાંધકામ તોડવા તૈયાર

    ઉલ્લેખનીય છે કે સંજૌલી મસ્જિદ કમિટીના અધ્યક્ષ સાથે સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને એક આવેદન આપ્યું હતું. જે અનુસાર ગેરકાયદે બાંધકામને સીલ કરવા અને પોતે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની મંજૂરી આપવા વિનંતી કરી છે. સંજૌલી મસ્જિદ સમિતિના અધ્યક્ષ લતીફે કહ્યું હતું કે, તેમણે મસ્જિદ સીલ કરવાની સાથે એવી પણ વિનંતી કરી હતી કે તેઓ પોતે ગેરકાયદે બાંધકામ દૂર કરશે.

    15 દિવસથી સમગ્ર ઘટના ચાલી રહી છે. પ્રદર્શનકારીઓ આ માટે સતત વિરોધ કરી રહ્યા હતા. 11 સપ્ટેમ્બરે હિંદુ સંગઠનો સહિત પ્રદર્શનકારીઓ બુધવારે શિમલાના ધલ્લી વિસ્તારમાં શેરીઓમાં એકઠા થયા હતા. તેમણે સંજૌલી વિસ્તારમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ, રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને “હિમાચલ ને ઠાના હૈ, દેવભૂમિ કો બચના હૈ” ના નારા લગાવીને અનધિકૃત બાંધકામ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે આ અંગે એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે, “અમારી એકમાત્ર માંગ અનધિકૃત વિવાદિત માળખાને તોડી પાડવાની અને રાજ્યની વસ્તીને સુરક્ષિત રાખવાની છે.” આ મામલે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા જયરામ ઠાકુરે મસ્જિદના નિર્માણ પર કાર્યવાહીમાં વિલંબ કરવા બદલ સુખુની આગેવાની હેઠળની રાજ્ય સરકારની ટીકા કરી હતી. ઠાકુરે સરકારને સ્થાનિક હિંદુઓની લાગણીઓને માન આપવા અને મુદ્દાને ઝડપથી ઉકેલવા વિનંતી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં