એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 70 વર્ષીય મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે. જો કે, જજ અનામિકાએ પોલીસ રિમાન્ડની માંગને ફગાવી દીધી હતી અને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતી. આ સાથે જ અમેરિકન ફાઇનાન્શિયલ કંપની વેલ્સ ફાર્ગોએ પણ મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. શંકર મિશ્રાના આ કૃત્યની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. જે સમયે શંકર મિશ્રાએ આવું કૃત્ય કર્યું તે સમયે તે ખૂબ જ નશામાં હતો. સામાન્ય માણસ પાસેથી આવા કૃત્યની અપેક્ષા રાખી શકાય નહીં. પરંતુ શંકર મિશ્રાના નશાના આધારે મીડિયા ગ્રુપ ‘ધ પ્રિન્ટ’ના ફાઉન્ડર એડિટર શેખર ગુપ્તા અને વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ તમામ ભારતીયોનું અપમાન કર્યું છે અને તેમણે ભારતીયોને સૌથી ખરાબ પ્રવાસીઓ ગણાવ્યા છે.
અહીં અપમાન કર્યું એનો અર્થ એ છે કે કે શંકર મિશ્રાએ દારૂના નશામાં આ દુષ્કૃત્ય કર્યું તેની સાથે તમામ ભારતીય પ્રવાસીઓને સરખાવવા. જો તેણે ભારતીય ફ્લાઇટના મુસાફરોની સરખામણી કરવી હોય, તો તેણે તેમની તુલના ભારતીય મદ્યપાન કરનારાઓ સાથે કરવી જોઈએ, જેઓ દલીલ કરે છે કે જ્યારે નશામાં હોય ત્યારે તેઓ હોશ ગુમાવી દે છે. જો કે, ગુપ્તાએ તેમ ન કર્યું અને દેશના તમામ નાગરિકોને લપેટમાં લીધા હતા અને તમામ ભારતીયોને સૌથી ખરાબ ચીતરી દીધા હતા.
આ પહેલીવાર નથી જ્યારે ગુપ્તા આ રીતે પોતાની ભડાશ નીકાળી રહ્યા હોય. જ્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર તલવાર લઈને પોતાને ‘રાજપૂત છોકરો’ ગણાવ્યો હતો, ત્યારે ગુપ્તાએ સમગ્ર ક્ષત્રિય જ્ઞાતિ પર પોતાની ભડાશ ઠાલવી હતી. એક પછાત વર્ગના પત્રકારની વાર્તાના નામે રાજપૂતોને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા કે તેઓએ આજ સુધી શું કર્યું. હવે જેમણે ઈતિહાસ વાંચ્યો નથી અથવા જાણી જોઈને વાંચવા નથી માંગતા, તેમને કોણ જઈને કહેશે. આવો પ્રશ્ન પૂછનારા કદાચ હતાશાથી પીડાતા હોય છે.
તેમણે ક્રિકેટર સુરેશ રૈના સાથે પણ આવું જ કર્યું, જ્યારે રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યો હતો. પોતાને બ્રાહ્મણ કહેવો એ ગુનો નથી, પણ મીડિયાએ હંગામો મચાવ્યો, જાણે એમ કહીને મોટી ભૂલ કરી હોય. ક્વિન્ટ પણ તેનો અપવાદ ન હતો.
શેખર ગુપ્તા એક વ્યક્તિના આધારે સમગ્ર સમાજ અને દેશને સમેટી લેવામાં માહેર છે. આ વખતે પણ શંકર મિશ્રાને પોતાનો આધાર બનાવીને તેમણે ભારતીય જનતા પર નિશાન સાધ્યું છે. પોતાના ટ્વીટમાં શેખર ગુપ્તાએ લખ્યું, “એર ઈન્ડિયાની ઘટના દર્શાવે છે કે ભારતીયો વિશ્વના સૌથી ખરાબ પ્રવાસીઓ છે અને શું સમય આવી ગયો છે કે જેઓ અન્ય મુસાફરો અથવા ક્રૂ સાથે દુર્વ્યવહાર કરે છે તેમને દંડ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે…”
How the Air India incident shows Indians are the world’s worst passengers and is it time to fine and arrest those who mistreat other travellers or crew…
— Shekhar Gupta (@ShekharGupta) January 6, 2023
Watch ThePrint #ToThePoint with @VirSanghvi:https://t.co/jR8rJt8SRm
શેખર ગુપ્તાએ પોતાના મીડિયા હાઉસ ‘ધ પ્રિન્ટ’નો વિડીયો શેર કરતા આ વાત લખી છે. વિડીયોમાં વરિષ્ઠ પત્રકાર વીર સંઘવી ભારતીય મુસાફરો પર સવાલો ઉઠાવી રહ્યા છે અને તેમને સૌથી ખરાબ પેસેન્જર ગણાવી રહ્યા છે. મતલબ કે સંઘવી આ કહી રહ્યા છે અને શેખર ગુપ્તા તેના પ્લેટફોર્મ દ્વારા શેર કરી રહ્યા છે.
પરંતુ, આવી ઘટનાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી સામે આવતી રહે છે, પરંતુ વ્યક્તિગત આચરણના આધારે ત્યાંનું મીડિયા સમગ્ર દેશના લોકોને દોષી ઠેરવતું નથી. આખા દેશની જનતાને ખોટી ગણવાની માનસિકતા પોતાને ભદ્ર અને બીજાને નિમ્ન સમજવાની માનસિકતા છે.
હવે આપણે અહીં આવી જ કેટલીક ઘટનાઓની ચર્ચા કરીશું, જે હવાઈ મુસાફરી દરમિયાન બની હતી. મહત્વનું છે કે, આ ઘટનાઓ ભારતીય મુસાફરો દ્વારા કરવામાં આવી ન હતી. આ ઘટનાઓનો ઉલ્લેખ કરવાનો અમારો હેતુ શંકર મિશ્રાના કાર્યોની ગંભીરતા ઘટાડવાનો નથી, પરંતુ એ જણાવવાનો છે કે મિશ્રાની ભૂલ સમગ્ર જાતિ અથવા સમગ્ર ભારતીયોની ભૂલ ન કહી શકાય.
ફ્લાઇટમાં શૌચ કર્યા પછી, સીટ અને પડદા પર મળ લગાવ્યું
ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ, યુકેના લંડનના હીથ્રો એરપોર્ટથી નાઇજીરીયાના લાગોસ જતી ફ્લાઇટમાં એક મુસાફરે તેના પેન્ટના બટન ખોલ્યા અને ફ્લોર પર શૌચ કર્યું હતું. આટલું જ નહીં, શૌચ કર્યા પછી તે તેના પર બેસી ગયો અને પછી બાજુની બેઠકો તેમજ કાર્પેટ અને પડદા પર મળ લગાવવા લાગ્યો હતો. આ પછી તે ઊભો થયો અને ફ્લાઈટમાં અહીંથી ત્યાં દોડવા લાગ્યો હતો.
જેના કારણે ફ્લાઈટમાં વિસ્તારપૂર્વક સફાઈ કરવામાં આવી હતી અને પડદા, સીટ કવર અને કાર્પેટ વગેરે બદલવા પડ્યા હતા. જેના કારણે ફ્લાઈટ ત્રણ કલાકથી વધુ મોડી પડી હતી. બાદમાં, બ્રિટિશ એરવેઝના અધિકારીઓએ મુસાફરોની માફી માંગી અને બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી અને તેમને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હતા.
ફ્લાઇટમાં મહિલા સહ-પ્રવાસીની સામે ઘણી વખત હસ્તમૈથુન કર્યું
એ જ રીતે, એપ્રિલ 2022માં, એક ફ્લાઇટમાં એક પેસેન્જરે એક મહિલાની સામે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું. આ ફ્લાઈટ અમેરિકાના સિએટલથી ફિનિક્સ જઈ રહી હતી. ત્રણ કલાકની ફ્લાઇટ દરમિયાન પુરૂષ મુસાફરે તેની મહિલા સહ-પ્રવાસીની સામે ઓછામાં ઓછા ચાર વખત હસ્તમૈથુન કર્યું હતું. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. શંકાસ્પદ, એન્ટોનિયો મેકગ્રિટીએ પોલીસને કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી.
વાસ્તવમાં, મહિલાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તેની બાજુમાં બેઠેલા પુરુષે તેને પૂછ્યું હતું કે જો તે હસ્તમૈથુન કરે છે તો તેને કોઈ સમસ્યા છે કે કેમ, તેણે તેના પેન્ટના બટન ખોલ્યા અને તેના પ્રાઈવેટ પાર્ટને ખુલ્લું પાડ્યું હતું. ત્યારે મહિલાએ કહ્યું કે તેને કોઈ સમસ્યા નથી. તે વ્યક્તિએ પછી હસ્તમૈથુન કરવાનું ચાલુ રાખ્યું અને જ્યારે તે ઊંઘી ગયો, ત્યારે મહિલાએ તેનો ફોટો ક્લિક કર્યો અને તેને ક્રૂને મોકલી દીધો હતો.
મહિલાએ વારંવાર પોતાના અંડરગારમેન્ટ ઉતાર્યા
માર્ચ 2021માં, એક 39 વર્ષીય મહિલા ફ્લાઇટ દરમિયાન વારંવાર તેના અન્ડરગાર્મેન્ટ્સ ઉતારી રહી હતી. તેનાથી કંટાળીને સહપ્રવાસીઓએ તેને સીટ સાથે દોરડાથી બાંધી દીધી હતી. રશિયાના વ્લાદિવોસ્તોકથી નોવોસિબિર્સ્ક જતી આ ફ્લાઈટમાં મહિલા ફ્લાઈટના 15 મિનિટ પછી પોતાની સીટ પરથી ઊભી થઈ ગઈ અને કોઈપણ કામ વગર ફરવા લાગી હતી. મેડિકલ તપાસમાં તેણે ડ્રગ્સ લીધું હોવાનું બહાર આવ્યું હતું.
આ કેટલાક ઉદાહરણો છે. આવી ઘણી ઘટનાઓ છે, જે વ્યક્તિગત વર્તન દર્શાવે છે. આ ઘટનાઓના ગુનેગારો માટે તે દેશના તમામ લોકોને જવાબદાર ઠેરવી શકાય નહીં. એ જ રીતે એક ભારતીય નાગરિકના ખરાબ વર્તનના કારણે તમામ ભારતીયોને સૌથી ખરાબ ગણાવી શકાય નહીં.
પરંતુ, આપણા મીડિયાના કેટલાક સ્વઘેલા લોકો ભારતના સામાન્ય લોકોને પોતાની શ્રેણીમાં માનતા નથી, તેથી જ્યારે આવી વસ્તુઓ સામે આવે છે, ત્યારે તેઓ દેશના લોકો પર બોજ નાખીને દેશના લોકોને પોતાનાથી અલગ બનાવવાનો પ્રયાસ કરે છે. આવો વર્ગ માત્ર રાજકારણમાં જ નહીં મીડિયામાં પણ છે.