બાંગ્લાદેશમાં શેખ હસીનાની ચૂંટાયેલી સરકાર પડી ભાંગી છે. અનામત અને વિદ્યાર્થી આંદોલનના (Bangladesh Protest)નામે શરૂ થયેલી હિંસાની આગમાં દેશ બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. પીએમ હસીનાના રાજીનામાં બાદ બાંગ્લાદેશી સેનાએ શાસન પોતાના હાથમાં લઇ લીધું છે. બીજી તરફ વિરોધ કરી રહેલા ટોળા પીએમ હાઉસમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હાલ મીડિયામાં દાવા કરવામાં આવી રહ્યા છે કે શેખ હસીનાએ દેશ છોડી દીધો છે અને તેઓ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં શરણ લઈ શકે છે.
ન્યુઝ એજન્સી ANI અનુસાર ભારતીય સુરક્ષા એજન્સીઓ બાંગ્લાદેશ સાથે સંકળાયેલી સીમાથી 10 કિલોમીટર દૂરથી જ AJAX1431 કૉલ સાઈન વાળા એક C-130 વિમાન તેમજ એક સેનાના હેલિકોપ્ટર પર નજર રાખી રહી છે. આ વિમાન દિલ્હી તરફ આગળ વધી રહ્યું હોવાનું કહેવામાં આઈ રહ્યું છે. એજન્સીએ સુત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ એરક્રાફ્ટ પૈકી એકમાં શેખ હસીના (Sheikh Hasina) અને તેમના કેટલાક અંગત લોકો સવાર હોઈ શકે છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે શેખ હસીના તેમના વિશ્વાસુ લોકો સાથે ભારત કે પછી દુબઈ, લંડન કે ફિનલેન્ડમાં (Finland) શરણ લઇ શકે છે.
Indian security agencies are monitoring a C-130 aircraft with call sign AJAX1431 since 10 kms from Indian border with Bangladesh and it is heading towards Delhi. It is believed that Sheikh Hasina and some members of her entourage are on this plane: Sources pic.twitter.com/hvJB5aHQFc
— ANI (@ANI) August 5, 2024
ઉલ્લેખનીય છે કે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તાપલટો થવાની શક્યતા ઘણા લાંબા સમયથી સેવાઈ રહી હતી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અનિયંત્રિત હિંસા બાદ રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તાજા સામે આવેલા વિડીયોમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે ઈસ્લામિક કટ્ટરપંથીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે.
🚨 Bangladesh:— The mural statue of Sheikh Mujibur Rehman, commonly referred to as Bangabandhu, was torn down by anti-quota protestors in the capital city of Dhaka, who view the legacy of discriminatory policies being traced back directly to him. pic.twitter.com/wBcPZzwkYy
— Pakistan Telegraph (@PakInfra) August 4, 2024
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં થયેલી આ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ સેના બાંગ્લાદેશની સુરક્ષા સંભાળી રહી છે. વડાપ્રધાનના ઘરમાં ઘૂસેલા ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પણ લૂંટ ચલાવી છે. બાંગ્લાદેશમાં બાંગ્લાદેશના સંસ્થાપક બંગબંધુ મુજીબુર રહમાનની મૂર્તિ પણ તોડાઈ રહી છે.