જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની પૂર્વ વિદ્યાર્થીની શેહલા રશીદ છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા ઘણા પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે. તેવામાં લોકો પણ કહેવા લાગ્યા કે તેમનું હૃદય બદલાઈ ગયું છે. હવે ખુદ શેહલા રશીદે વડાપ્રધાન નરેદ્ર મોદી પ્રત્યે તેમના હ્રદય પરિવર્તનનું કારણ જણાવતી એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, કેવી રીતે તે પહેલા પીએમ મોદીની વિરોધી હતી, અને હવે તે એમની પ્રશંસક બની ગઈ છે.
શેહલાએ સ્મિતા પ્રકાશને આપેલા ઇન્ટરવ્યૂની એક ક્લિપ શેર કરી છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાને ભારતને બદલવા માટે લીધેલા નિઃસ્વાર્થ નિર્ણયોએ તેમનું મન બદલી નાંખ્યું છે.
તેમણે જણાવ્યું કે, “મારા હૃદયના પરિવર્તનનું કારણ એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક નિ:સ્વાર્થ વ્યક્તિ છે જે ભારતની કાયાપલટ કરવા માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ સમાવેશી વિકાસના તેમના દ્રષ્ટિકોણ પર તેઓ અડગ રહ્યા છે, જેમાં કોઈ પણ પાછળ છૂટતું નથી.”
What caused my change of heart is the realisation that the Hon'ble PM @narendramodi is a selfless man who is taking radical decisions to transform India. He has braved intense criticism but remained steadfast to his vision of inclusive development that leaves no one behind. pic.twitter.com/s06cA2Q2ua
— Shehla Rashid (@Shehla_Rashid) November 16, 2023
શેહલાએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા રાજ્ય માટે લેવામાં આવેલા નિર્ણયોથી તે ખૂબ જ પ્રભાવિત છે. તેમણે કહ્યું કે, “મેં ભાજપ વિશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઘણું વિચારીને રાખ્યું હતું. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા સહન કરી છે. કલમ 370 રદ થવાથી બધા જ નારાજ હતા, પરંતુ તેઓ પોતાના વિકાસ કાર્યો કરવામાં પીછેહઠ ન કરી. એટલા માટે જ હું એક નિર્ણય સુધી પહોંચી, જેણે મારા હ્રદયને પણ બદલી નાખ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી રાષ્ટ્રહિતની બાબતમાં ખૂબ જ નિઃસ્વાર્થ લોકો છે.”
શેહલા રશીદે સ્વીકાર્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેદ્ર પ્રત્યે ઘણી ટીકાઓ કરી છે. એ જ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમની ટીકા થઈ હતી. વિચારવા જેવી બાબત તે હતી કે કોઈ આટલી ટીકાઓ કેવી રીતે સહન કરી શકે જો તે રાષ્ટ્રહિતમાં ન હોત. શેહલા રશીદે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નીતિઓમાં કોઈ ઉણપ નથી અને તે આ માટે કોઈની પણ સાથે ચર્ચા કરવા તૈયાર છે. તે ઘાટીમાં થઈ રહેલા ફેરફારો અંગે પણ તથ્યો રજૂ કરવા પણ તૈયાર છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયોના કારણે કાશ્મીરની સ્થિતિમાં સુધારો થયો છે. ત્યાં કાશ્મીરી લોકોની જિંદગીનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિર્ણયથી વિકાસ થઇ રહ્યો છે. બાળકો ત્યાં મુક્તપણે રમી શકે છે, મુક્તપણે ફરી શકે છે. હવે અહીં રમતો આધારભૂત સંરચનાઓ થઇ રહી છે.
જોકે આ આ પહેલીવાર નથી જ્યારે શેહલા રશીદે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિમાં સુધારાના વખાણ કર્યા હોય. આ વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં તેમણે ઘાટીમાં માનવાધિકારની સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરનાર કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલની પ્રશંસા કરી હતી.