Saturday, May 18, 2024
More
  હોમપેજદેશ'કાશ્મીર ગાઝા નથી, સુધરતી પરિસ્થિતિનો શ્રેય PM મોદી અને અમિત શાહને': શેહલા...

  ‘કાશ્મીર ગાઝા નથી, સુધરતી પરિસ્થિતિનો શ્રેય PM મોદી અને અમિત શાહને’: શેહલા રશીદે માન્યું કે તેને પથ્થરમારો કરનારા પ્રત્યે સહાનુભૂતિ હતી, કહ્યું- હવે પરીસ્થિતિઓ બદલાઈ છે

  જમ્મુ-કાશ્મીરની એક્ટિવિસ્ટ રશીદે એક મહિના પહેલા 14 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાઇલ-હમાસ યુદ્ધને લઈને મોદી સરકાર અને ભારતીય સેનાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "મધ્ય પૂર્વની પરિસ્થિતિને જોતા, જે મને સમજાઈ રહ્યું છે કે આપણે ભારતીયો કેટલા નસીબદાર છીએ."

  - Advertisement -

  જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રશીદ પીએમ મોદીની પ્રશંસક બની રહી હોય તેવું નજરે પડી રહ્યું છે. એક મહિનામાં આ બીજી એવી ઘટના છે જેમાં તેમણે મોદીના વખાણ કર્યા છે. વાસ્તવમાં, મંગળવારે (14 નવેમ્બર, 2023) તેમણે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ માટે તે વડાપ્રધાન મોદીની આભારી છે. શેહલાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ભૂતકાળમાં પથ્થરબાજો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી હતી? તો શેહલાએ જવાબ આપ્યો હતો કે હા તેને 2010માં તેમના પ્રત્યે સહાનુભૂતિ હતી.

  તેમણે આગળ જણાવ્યું કે, “પરંતુ આજે, જ્યારે હું તેને જોઉં છું, ત્યારે આજની પરિસ્થિતિ માટે હું વધુ આભારી છું. કાશ્મીર ગાઝા નથી. તે એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે કાશ્મીર ગાઝા નથી, કારણ કે હવે કાશ્મીરમાં નામમાત્ર પ્રદર્શનો અને આતંકવાદ તથા ઘૂસણખોરીની છૂટાછવાયા બનાવો જ બનતા હોય છે.”

  શેહલા રશીદે જમ્મુ-કાશ્મીરમાં થયેલા ફેરફારો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નીતિઓને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું, “આ બધી બાબતો માટે, કોઈએ લોકોને રાહત અને આશ્વાસન આપવાની જરૂર હતી અને તે માટે હું વર્તમાન સરકારને શ્રેય આપવા માંગું છું, ખાસ કરીને વડાપ્રધાન અને ગૃહમંત્રીજી ને.”

  - Advertisement -

  જોકે આ પહેલીવાર નથી જ્યારે શેહલા રશીદે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિમાં સુધારાના વખાણ કર્યા હોય. નોંધનીય છે કે JNUના પૂર્વ નેતા રહી ચુકેલી રશીદ અગાઉ 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના સ્વાયત્ત દરજ્જાને રદ કરનારી અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને વિભાજિત કરનારી કલમ 370ને રદ કરવાના મોદી સરકારના નિર્ણયની ટીકા કરી હતી.

  પરંતુ આ વર્ષે શેહલા રશીદ મોદીની પ્રશંસક બની હોય તેમ ઓક્ટોબરની શરૂઆતમાં જ તેમણે કેન્દ્રની વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલનો ઘાટીમાં માનવાધિકારની સ્થિતિ સુધારવાના પ્રયાસોના વખાણ કરીને તેમનો આભાર માન્યો હતો.

  આ પછી જમ્મુ-કાશ્મીરની એક્ટિવિસ્ટ રશીદે એક મહિના પહેલા 14 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાઇલ-હમાસ યુદ્ધને લઈને મોદી સરકાર અને ભારતીય સેનાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “મધ્ય પૂર્વની પરિસ્થિતિને જોતા, જે મને સમજાઈ રહ્યું છે કે આપણે ભારતીયો કેટલા નસીબદાર છીએ.”

  તેમણે કહ્યું હતું કે, “ભારતીય સેના અને સુરક્ષાદળોએ આપણી સુરક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. જ્યાં પણ બને ત્યાં શ્રેય આપવો જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ લાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંન્હા, ભારતીય સેના અને ભારતીય સેનાના ચિનાર કોર્પ્સનો આભાર.”

  આ દરમિયાન રશીદે JNUમાં વિતાવેલા પોતાના દિવસો વિશે પણ જણાવ્યું હતું. તેમના ત્યાં રહેવા દરમિયાન પૂર્વ રિસર્ચ સ્કોલર ઉમર ખાલિદ અને JNU વિદ્યાર્થી સંઘના તત્કાલીન અધ્યક્ષ કન્હૈયા કુમારની ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણોના સંબંધમાં દેશદ્રોહ અને ગુનાહિત કાવતરાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

  શહેલા રશીદે કહ્યું કે, “તે માત્ર અમારા ત્રણેય માટે જીવન બદલવાવાળું ન હતું, પરંતુ આખી યુનિવર્સિટીના જીવનને, આખી યુનિવર્સિટીને તે ઘટનાનું પરિણામ ભોગવવું પડ્યું કારણ કે JNU સંબંધિત કોઈપણ વસ્તુ સામે ઘણી પ્રતિક્રિયા આવી હતી.”

  તેમણે જણાવ્યું કે, રાતોરાત JNU કલંક બની ગયું, તે લગભગ એક અપશબ્દ જેવું હતું.” જો કે, રશીદે એમ પણ કહ્યું હતું કે, “JNUમાં ‘ભારત તેરે ટુકડે હોંગે’, ‘લાલ સલામ’ જેવા નારા ક્યારેય લગાવવામાં આવ્યા ન હતા.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં