કોંગ્રેસ (Congress) પ્રવક્તા શમા મોહમ્મદે (Shama Mohamed) ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેણે રોહિતને ‘જાડો ખેલાડી’ કહ્યો. તેમની આ ટિપ્પણી બાદ એક નવો વિવાદ ઉભો થઈ ગયો છે. એક તરફ કોંગ્રેસે તેમના વિવાદથી પોતાને અલગ કરી લીધી છે. બીજી તરફ શમા મહોમ્મદે વિરાટ કોહલી (Virat Kohli) પર કરેલી વિવાદસ્પદ ટિપ્પણીનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અંગેની વિવાદસ્પદ ટિપ્પણી બાદ શમા મહોમ્મદને ખૂબ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રોહિતના તથા ક્રિકેટ ફેન્સ શમાને ટ્રોલ કરી રહ્યા છે. બીજી તરફ શમાએ વિરાટ કોહલી તથા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોની અંગે કરેલી ટિપ્પણી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ ટિપ્પણીનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.
It’s not just our captain Rohit Sharma, Congress leader Shama Mohamed even disrespected MS Dhoni & Virat Kohli. Time for Dhoni, Rohit, Kohli fans to unite & put these anti-nationals in their right place. From bashing BJP to going full anti-India, they have shown their true color! pic.twitter.com/axWl1edq94
— Arjya (@ArjyaNeel) March 3, 2025
નોંધનીય છે કે કોંગ્રેસ નેતા શમા મોહમ્મદની જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તે વર્ષ 2018ની હોવાનું કહેવાઈ રહ્યું છે. તે દરમિયાન, કોંગ્રેસના પ્રવક્તાએ તત્કાલીન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીકા કરી હતી. શમાએ પોતાની એક પોસ્ટમાં વિરાટ કોહલીની ટીકા કરી હતી. વિરાટે કહ્યું હતું કે, “જે લોકોને અંગ્રેજી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગમે છે તેઓએ ભારતમાં ન રહેવું જોઈએ.”
શું હતો મામલો
વાસ્તવમાં નવેમ્બર 2018માં, વિરાટ કોહલીએ ચાહકો દ્વારા મોકલવામાં આવેલા મેસેજ વાંચ્યા અને તેનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન એક ચાહકે કહ્યું હતું કે, “મને આ ભારતીય બેટ્સમેન કરતાં બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને જોવાનું વધુ ગમે છે. આ સાથે, ચાહકે કોહલીને ઓવર-રેટેડ બેટ્સમેન પણ કહ્યો હતો.”
ત્યારે આ અંગે વિરાટ કોહલીએ જવાબ આપતા કહ્યું હતું કે, “મને નથી લાગતું કે તમારે ભારતમાં રહેવું જોઈએ, તમારે બીજે ક્યાંક જઈને રહેવું જોઈએ. તમે બીજા દેશોને પ્રેમ કરી રહ્યા છો તો આ દેશમાં કેમ રહી રહ્યા છે? જો તમને હું પસંદ ન હોય તો મને કોઈ વાંધો નથી, પણ મને નથી લાગતું કે તમારે આપણા દેશમાં રહીને બીજી વસ્તુઓ પસંદ કરવી જોઈએ. તમારી પ્રાથમિકતાઓ યોગ્ય રાખો.”

શમા મોહમ્મદે આ ટિપ્પણી માટે વિરાટ કોહલીની ટીકા કરી હતી. એક પોસ્ટમાં, શમાએ કહ્યું હતું કે “વિરાટ કોહલી બ્રિટિશ આવિષ્કૃત રમત રમે છે, વિદેશી બ્રાન્ડ્સની જાહેરાત કરીને કરોડો કમાય છે, ઇટાલીમાં લગ્ન કરે છે, હર્શેલ ગિબ્સને તેનો પ્રિય ક્રિકેટર અને એન્જેલિક કર્બરને શ્રેષ્ઠ ટેનિસ ખેલાડી કહે છે પરંતુ જે લોકો વિદેશી બેટ્સમેનોને પસંદ કરે છે તેમને ભારત છોડી દેવાનું કહે છે.”
આ મામલે શમાએ વિરાટ કોહલી પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તે વિવાદોનો સામનો કરી રહી છે. આ સિવાય તેમણે તાજેતરમાં જ રોહિત શર્મા પર ટિપ્પણી કરીને કેપ્ટનને ‘જાડો’ ખેલાડી કહ્યો હતો. આ મામલે તે વિરોધનો સામનો કરી રહ્યા છે.