Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકિંગ કોહલી VS કિંગ ખાન: પોતપોતાના મનપસંદ સ્ટાર માટે ટ્વિટર પર ઝઘડી...

  કિંગ કોહલી VS કિંગ ખાન: પોતપોતાના મનપસંદ સ્ટાર માટે ટ્વિટર પર ઝઘડી પડ્યા ફેન્સ, ચાલો જાણીએ શા માટે થઈ રહી છે આ ચર્ચા?

  IPL ને આડે માંડ બે દિવસ બચ્યા છે ત્યારે શાહરુખ ખાનના સપોર્ટર્સ અગાઉની આઇપીએલમાં RCB ના નબળા પ્રદર્શનની મજાક ઉડાવી રહ્યા છે. તો કોહલીના ફેન્સ પઠાણ ફિલ્મના અમુક સીન્સની ઠેકડી ઉડાડી રહ્યા છે.

  - Advertisement -

  શાહરુખ ખાન અને વિરાટ કોહલી બંને પોતપોતાના ક્ષેત્રના ‘કિંગ’ કહેવાય છે. અભિનયમાં શાહરુખ ખાન અને ક્રિકેટમાં વિરાટ કોહલીની પ્રતિભાની સરખામણી ન થઈ શકે. પરંતુ તાજેતરમાં આ બંને મહાનુભવોના ફેન્સ વચ્ચે ટ્વિટર પર જોરદાર યુદ્ધ છેડાઈ ગયું છે. કિંગ કોહલી અને કિંગ ખાનના ચાહકો પોતપોતાના મનપસંદ સ્ટારને લઈને કોણ વધુ પોપ્યુલર છે તે અંગે સામસામે દલીલો કરી રહ્યા છે. બંનેમાંથી એક પણ જૂથ નમતું જોખવા તૈયાર નથી.

  IPL ને આડે માંડ બે દિવસ બચ્યા છે ત્યારે શાહરુખ ખાનના સપોર્ટર્સ અગાઉની આઇપીએલમાં RCB ના નબળા પ્રદર્શનની મજાક ઉડાવી રહ્યા છે. તો કોહલીના ફેન્સ ‘પઠાણ’ ફિલ્મના અમુક સીન્સની ઠેકડી ઉડાડીને બડાઈ મારી રહ્યા છે કે ક્રિકેટરના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ શાહરુખ ખાન કરતાં અનેક ગણા છે.

  ઓટીટી પ્લેટફોર્મ ઍમેઝોન પ્રાઈમ વિડીયો પર ‘પઠાણ’ મૂવી રિલીઝ થયા બાદ એક ટ્વિટર યુઝરે નાનકડી ક્લિપ શેર કરીને એક સીનને હાંસીપાત્ર ગણાવ્યું હતું. યુઝરે લખ્યું હતું કે, “પઠાણ તેના મોબાઈલ ફોનની મદદથી મિસાઈલનો નાશ કરી રહ્યો છે. ભૌતિકશાસ્ત્રની આત્માને શાંતિ મળે.”

  - Advertisement -

  મિસાઈલ સહિતની કેટલીક સિકવન્સને લઈને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ ‘પઠાણ’ ફિલ્મની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે આ ફિલ્મ એક્શન-થ્રિલરના નામ પર કોમેડી બની ગઈ છે. ત્યારથી જ SRKના ચાહકો ટ્વિટર પર એકદમ એક્ટિવ થઈ ગયા છે અને પોતાના ગમતા સ્ટારની તરફેણમાં બોલી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અભિનેતાનો ફાળો અમૂલ્ય છે અને તે મહાન ભારતીયોમાંથી એક છે.

  તો આઈપીએલ શરુ થવાની છે એટલે કોહલીના વફાદાર ચાહકો પણ તેને મહાન ભારતીય ગણાવીને તેના વારસાને બિરદાવી રહ્યા છે. કોહલી અને SRKમાંથી કોનો વારસો મહાન છે તે નક્કી કરવું અશક્ય છે તેમ છતાં બંનેના ચાહકો એકબીજા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, અભદ્ર ભાષા અને વ્યક્તિગત હુમલા સુધી પહોંચી ગયા છે. અહીં નોંધનીય છે કે આ આખી ચર્ચા બિલકુલ અતાર્કિક છે.

  કોહલીના ચાહકોએ ધ્યાન દોર્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટરના ફોલોઅર્સની સંખ્યા SRK ના ફોલોઅર્સની સંખ્યા કરતાં ઘણી વધારે છે.

  બીજી તરફ SRK ના ચાહકોએ ફોટો શેર કર્યો હતો જેમાં એક્ટ્રેસ અનન્યા પાંડે IPL ટ્રોફી સાથે છે, જે  શાહરુખ ખાનની માલિકીની ટીમ KKR જીતી હતી. તેમણે લખ્યું કે અનન્યા પાંડેની IPL લેગસી કોહલી કરતાં વધુ સારી છે.

  એક ટ્વિટર યુઝરે કહ્યું કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કોહલીની શાનદાર 82 અણનમ ઈનિંગ્સ એ SRKએ આ પૃથ્વી પર તેના 57 વર્ષના અસ્તિત્વમાં જે કર્યું તેના કરતાં પણ મોટી છે.

  તો સામે શાહરુખ ખાનના એક ચાહકે ફિલ્મ ‘સ્વદેસ’નો એક આઈકોનિક સીન શેર કર્યો હતો જેમાં તેણે અદ્ભુત અભિનય કર્યો છે. આ સીન સાથે યુઝરે લખ્યું હતું કે, આ સીન વિરાટ કોહલીના આખા કરિયર કરતાં મોટો છે.

  જુઓ કેટલાક વધુ રિએક્શન્સ

  ચાહકો વચ્ચેની આ ફાઈટ વધી જ રહી છે અને મીમ્સની વણઝાર થઈ રહી છે. આ તદ્દન ખોટી ચર્ચા છે કારણકે, વિરાટ કોહલી અને શાહરુખ ખાન પોતપોતાના ક્ષેત્રમાં ટોચના સ્થાને છે. કદાચ આગામી વર્લ્ડ કપ કે પછી સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ યુઝર્સનું ધ્યાન બીજા મુદ્દા અને મીમ્સ પર લઈ જશે!

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં