Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પઠાણ એક ફિલ્મ હોય શકે, પણ ગૂંજશે તો જય શ્રીરામ જ': શાહરૂખની...

    ‘પઠાણ એક ફિલ્મ હોય શકે, પણ ગૂંજશે તો જય શ્રીરામ જ’: શાહરૂખની ફિલ્મને ‘નફરત પરની જીત’ ગણાવનારાઓને કંગનાનો જવાબ, કહ્યું- આ ભારતની મહાનતા દર્શાવે છે

    કેટલાક લોકો પઠાણને નફરત ઉપર પ્રેમની જીત ગણાવી રહ્યા છે, જેને લઈને કંગનાએ પોતાનો વિચાર રજૂ કર્યો હતો.

    - Advertisement -

    આગવા અંદાજ અને બેબાકીથી પોતાની વાત રજૂ કરવા માટે જાણીતી અભિનેત્રી કંગના રણોતનું ટ્વિટર અકાઉન્ટ તાજેતરમાં બહાલ કરવામાં આવ્યું હતું. પોતાનાં ટ્વિટ્સ માટે અભિનેત્રી કાયમ ચર્ચામાં રહેતી હોય છે ત્યારે હવે કંગના રણોતે ‘પઠાણ’ ફિલ્મને લઈને પોતાના વિચારો રજૂ કર્યા છે. જે માટે તેણે એક ટ્વિટર થ્રેડ લખ્યો હતો.

    કંગનાએ શુક્રવારે (27 જાન્યુઆરી 2023) ‘પઠાણ’ને લઈને આ ટ્વિટ્સ કર્યાં હતાં. કેટલાક લોકો પઠાણને નફરત ઉપર પ્રેમની જીત ગણાવી રહ્યા છે, જેને લઈને કંગનાએ પોતાનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોણ નફરત ફેલાવે છે અને કોના પ્રેમની જીત થઇ તેની ચર્ચા પણ જરૂરી છે.

    આ શ્રેણીમાં જ અભિનેત્રી કંગના આગળ લખે છે કે, “આ ભારતનો પ્રેમ છે, જ્યાં 80 ટકા હિંદુ રહે છે, અને તે છતાં એક એવી ફિલ્મ જેનું નામ પઠાણ છે, જેમાં આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIને સારાં ચીતરવામાં આવ્યાં છે અને તે ફિલ્મ સફળ પણ થઈ રહી છે. આ બાબત ભારતની મહાનતા દેખાડે છે. કોઈ પણ નફરત અને પૂર્વગ્રહથી ઉપર, જે દેશને મહાન બનાવે છે.”

    - Advertisement -

    તેઓ આગળ લખે છે કે, ‘જેમને આ ફિલ્મ પરથી વધુ પડતી જ આશાઓ છે તેમણે યાદ રાખવું જોઈએ કે, પઠાણ તો એકમાત્ર ફિલ્મ હોય શકે, પરંતુ અહીં ગૂંજશે તો જય શ્રીરામ જ.’

    આ થ્રેડના અંતમાં રણોત લખે છે કે, “મને વિશ્વાસ છે કે ભારતના મુસ્લિમો દેશભક્ત છે અને અફઘાન પઠાણોથી બિલકુલ અલગ છે. ભારત ક્યારેય અફઘાનિસ્તાન ન બની શકે, આપણને બધાને ખબર છે કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે. તે જગ્યા હવે નર્કથી પણ ખરાબ થઇ ચૂકી છે. માટે જ ‘પઠાણ’ ફિલ્મની સ્ટોરીલાઈનના હિસાબે તેનું સાચું નામ ‘ઇન્ડિયન પઠાણ’ હોવું જોઈતું હતું.

    પઠાણ ફિલ્મ પર વિવાદ

    ઉલ્લેખનીય છે કે યશરાજ ફિલ્મે બનાવેલી શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ ગત 25 તારીખે રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ‘બેશરમ રંગ’ ગીતના કારણે હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાના આક્ષેપો લાગ્યા હતા. જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બીકીની પહેરીને અંગ પ્રદર્શન કરતી જોવા મળી હતી. આ ઉપરાંત આ ફિલ્મ પર ગીત ચોરી કરવાનાં આક્ષેપો પણ લગાવવામાં આવ્યાં હતા. આ સિવાય સેન્સર બોર્ડની કાતર ફર્યા બાદ મોટા ફેરફારોના દાવા સાથે ફિલ્મને રીલીઝ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં