Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'મિશન ઈમ્પોસીબલની નકલના વાઈબ્સ કેમ આવે છે?': પઠાણનું ટ્રેલર જોઈ નોટીઝન્સ ભડક્યા,...

  ‘મિશન ઈમ્પોસીબલની નકલના વાઈબ્સ કેમ આવે છે?’: પઠાણનું ટ્રેલર જોઈ નોટીઝન્સ ભડક્યા, કોઈએ વોર 2ની કોપી કહી તો કોઈએ કહ્યું ‘ટાઈગર 3’નું ટ્રેલર

  મનીષ મંગોત્રા નામના યુઝરે શાહરૂખના ભૂતકાળના નિવેદનોને યાદ કરાવતા લખ્યું હતું કે, "સુપર ડુપર ફ્લોપ ફિલ્મ, #BoycottPathaan, તમે બધા એ જ છો જેમને ભારતમાં રહેવાનો ડર લાગી રહ્યો હતો."

  - Advertisement -

  શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે, “બેશર્મ રંગ” ગીત અને દીપિકા પાદુકોણ દ્વારા પહેરાયેલ “ભગવા રંગની બીકીની” બાદ વિવાદોમાં સપડાયેલી પઠાણ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયા બાદ દર્શકોએ ફરી એક વાર નિર્માતા અને શાહરૂખ ખાનની ઠેકડી ઉડાડવાનું શરુ કર્યું છે. ટ્રેલરમાં શાહરૂખ ખાનને એક સૈનિક તરીકે બતાવવામાં આવ્યો છે. તે દેશને આતંકવાદી સંગઠનના હુમલાથી બચાવશે. આ લડાઈમાં તેની સાથે દીપિકા પાદુકોણ બતાવવામાં આવી છે.

  આ સાથે જ જોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જોવા મળશે, જે ભારત પર હુમલો કરવાની યોજના બનાવતો જોવા મળી રહ્યો છે. યશરાજ ફિલ્મ દ્વારા તેમના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યું છે.

  સોશિયલ મીડિયા પર જ્યાં કેટલાક લોકોએ ‘પઠાણ’ના ટ્રેલરને પસંદ કર્યું છે. તો બીજી તરફ કેટલાક યુઝર્સે તેની તુલના સલમાન ખાનની ‘ટાઈગર ઝિંદા હૈ’ અને રિતિક રોશનની ‘વોર’ સાથે કરી છે અને ફિલ્મને બકવાસ ગણાવી છે. અહીં અમે કેટલાક યુઝરોની પ્રતિક્રિયાઓ ટાંકી રહ્યા છીએ.

  - Advertisement -

  પઠાણ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયા બાદ સંજુ ડોન111 નામના યુઝરે ફિલ્મને “વોર” ફિલ્મની કોપી ગણાવી છે, એટલું જ નહિ તેમણે પઠાણ ફિલ્માં કેટલાક સીન હૃત્વિક રોશનની વોર ફિલ્મમાંથી બેઠા ઉઠાવવામાં આવ્યાં હોવાની સાબિતી સાથે પઠાણ ફિલ્મ સાથે સરખાવતા ફોટા પણ મુક્યા, ફિલ્મના નામ બદલવાની સલાહ આપતા તેઓ લખે છે કે, “કઈક નવું કરી લો યાર, કેમ પોતાના નામ ડૂબાડવા ઉભા થયા છો? ફિલ્મનું નામ “વોર 2″ રાખી લો, એકદમ બકવાસ છે”

  અન્ય એક અરબાઝ કાપ્સ નામના યુઝર પણ પઠાણ ફિલ્મ કેટલીક જૂની ફિલ્મોનું “કોપી-કટ” કરીને બનાવવામાં આવી હોય તેવું દર્શાવતા લખે છે કે, “ફિલ્મના VFX હૃત્વિક રોશનની ફિલ્મ ‘ક્રિશ’ જેવા છે, એક્શન બેઠી હોલીવુડ ફિલ્મ “મિશન ઈમ્પોસીબલ” જેવી છે, અને પટકથા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ઝીંદા હૈ જેવી અનુભૂતિ આપી રહ્યા છે. એકદમ રીમેક જેવી ફિલ આવી રહી છે.”

  અન્ય એક શકીલ નામના યુઝરે ફિલ્મના નબળા VFX અને ગ્રાફિક્સ સાથે શાહરુખના લુકને જ્હોન કરતા ઓછો આંકતા લખે છે કે, “જેટલી આશા હતી તેનાથી સાવ વિપરીત છે, બધું નકલી લાગી રહ્યું છે. હીરો કરતા વિલન વધુ પ્રભાવશાળી લાગી રહ્યો છે.”

  મનીષ મંગોત્રા નામના યુઝરે શાહરૂખના ભૂતકાળના નિવેદનોને યાદ કરાવતા લખ્યું હતું કે, “સુપર ડુપર ફ્લોપ ફિલ્મ, #BoycottPathaan, તમે બધા એ જ છો જેમને ભારતમાં રહેવાનો ડર લાગી રહ્યો હતો.”

  અન્ય એક ટાઈગર નામના યુઝરે તો પઠાણ ફિલ્મની પટકથા પર જ સવાલ ઉભો કરી દીધો હતો, અને જૂની અનેક ફિલ્મો જેવી જ સ્ટોરી ગણાવીને લખ્યું હતું કે, “અલગ સ્ટાર કાસ્ટ લઈને સેમ ટ્રેલર મૂકી દીધું.”

  આવી જ કઈક પ્રતિક્રિયા આપતા નીમાત આઝમે પણ ફિલ્મની પટકથાને હોલીવુડ ફિલ્મોની કોપી હોવાનું દર્શાવીને લખ્યું કે, “કેટલીક સુપરહિટ બ્લોકબસ્ટર હોલીવુડ ફિલ્મોને મિક્સ કરી નાંખી હોય તેવું લાગે છે.”

  તો પઠાણ ફિલ્મના ટ્રેલરને હોલીવુડની ફિલ્મ “મિશન ઈમ્પોસીબલ” સાથે સરખાવીને લખે છે કે, “આ ટ્રેલર જોઇને મિશન ઈમ્પોસીબલ જેવી અનુભૂતિ કેમ થઇ રહી છે.” તો રોબીન હુડ નામના યુઝરનેમ સાથે જાવીદ લખે છે કે આ ટાઈગર 3 છે.

  ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણની કેસરી બિકીની અને ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદમાં રહેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર મંગળવારે (10 જાન્યુઆરી, 2023) સવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના કેટલાક ફાઈટ સિક્વન્સ અને કેટલીક જગ્યાએ નબળા VFX જોઇને કેટલાક ફેન્સ નિરાશ થયા હતા. તો કેટલાક લોકોએ ફિલ્મના સીન હોલીવુડ અને બોલીવુડની કેટલીક જૂની ફિલ્મો માંથી સીધા ઉઠાવ્યા હોય તેવા આરોપો પણ લગાવ્યા હતા.

  શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. યશ રાજ ફિલ્મ્સ અગાઉ ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’ અને વૉર જેવી સ્પાય થ્રિલર ફિલ્મો બનાવી ચૂકી છે. ડિસેમ્બર 2022માં, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના અધ્યક્ષ પ્રસૂન જોશીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના નિર્માતાઓને ફિલ્મના ગીતો સહિત અનેક ફેરફારો કરવા નિર્દેશ આપ્યો હતો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં