Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટWorld Cup 2023: 5 ઓક્ટોબરથી શરુ થઈ શકે છે વનડે વિશ્વ કપ,...

    World Cup 2023: 5 ઓક્ટોબરથી શરુ થઈ શકે છે વનડે વિશ્વ કપ, અમદાવાદમાં રમાશે ફાઈનલ મેચ!

    વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં યોજાઈ શકે છે. વેન્યુઝ અને સંભવિત તારીખો જાહેર થઇ.

    - Advertisement -

    ક્રિકેટના ચાહકો આ વર્ષે યોજાવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ESPNcricinfo ના એક અહેવાલ મુજબ, 2023 નો વનડે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરુ થઈ શકે છે જે 19 નવેમ્બર સુધી ચાલશે. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, 10 ટીમો વચ્ચે થનારા ક્રિકેટના આ મહામુકાબલા માટે માટે BCCI એ લગભગ 12 સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં યોજાઈ શકે છે.

    અમદાવાદ ઉપરાંત, શોર્ટલિસ્ટ થયેલા શહેરોમાં બેંગલુરૂ, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઇન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. 46 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં ત્રણ નોકઆઉટ સાથે 48 મેચો રમાડવામાં આવશે.

    જોકે, BCCI એ હજુ સુધી ગેમના નિશ્ચિત સ્થાનને લઈને કે વોર્મ-અપ મેચ ક્યાં રમાશે તે વિશે સ્પષ્ટતા કરી નથી. વેન્યુ નક્કી કરવા બાબતે આટલો બધો વિલંબ ભારતના વિવિધ ભાગોમાં જુદા-જુદા બિંદુએ ચોમાસાને કારણે ઉત્પન્ન થયેલી ગૂંચવણને કારણે થઈ રહ્યો છે.

    - Advertisement -

    સામાન્ય રીતે ICC વર્લ્ડકપના શેડ્યુલની જાહેરાત એક વર્ષ પહેલા કરી નાખે છે, પરંતુ આ વખતે તે BCCI ને ભારત સરકાર તરફથી આવશ્યક મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યું છે. તેમાં ટુર્નામેન્ટ માટે કરમાં છૂટ મેળવવી અને પાકિસ્તાન માટે વીઝા મંજૂરીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ 2013ની શરૂઆતથી ICC ઈવેન્ટ્સ સિવાય કોઈ મેચ ભારતમાં નથી રમી.

    ગયા અઠવાડિયે દુબઈમાં ICC ની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી, જેમાં BCCI એ ICC ને ખાતરી આપી હતી કે વર્લ્ડકપ માટે પાકિસ્તાની ટીમના વીઝાને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે. તો ટેક્સમાં છૂટ મામલે BCCI ટૂંક સમયમાં ભારત સરકારની ચોક્કસ સ્થિતિ અંગે ICC ને અપડેટ આપી શકે છે. ટેક્સમાં છૂટ એ સમજૂતીનો ભાગ છે, જેના પર BCCI એ 2014માં ICC સાથે હસ્તાક્ષર કર્યા હતા. 2014માં ભારતને ત્રણ મેન્સ ઈવેન્ટ્સની યજમાની સોંપવામાં આવી હતી. જેમાં 2016 T20 વર્લ્ડ કપ, 2018 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2023 ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.

    ગયા વર્ષે ICCને ભારતના ટેક્સ અધિકારીઓ તરફથી જાણ કરવામાં આવી હતી કે, 2023 વર્લ્ડકપથી તેની બ્રોડકાસ્ટ રેવન્યુ માટે 20 ટકા ટેક્સ ઓર્ડર લેવામાં આવશે. BCCIએ 2023 વર્લ્ડ કપથી ICCની બ્રોડકાસ્ટિંગ આવક 533.29 મિલિયન ડોલર જણાવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં