Friday, October 18, 2024
More
    હોમપેજદેશબાળકની સામે સેક્સ કરવું એ POCSO હેઠળ ગુનો, નગ્ન રહેવું ગણાશે યૌન...

    બાળકની સામે સેક્સ કરવું એ POCSO હેઠળ ગુનો, નગ્ન રહેવું ગણાશે યૌન ઉત્પીડન: કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો

    હાઈકોર્ટે કહ્યું કે, "સ્પષ્ટપણે કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ બાળકને તેનું નગ્ન શરીર બતાવે છે, ત્યારે તે બાળક પર જાતીય હુમલો કરવાના ઈરાદા સાથેનું કૃત્ય ગણાય છે અને તેથી તે POCSOની કલમ 11(i) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કહેવાય છે.”

    - Advertisement -

    કેરળ હાઈકોર્ટે (Kerala High Court) ટિપ્પણી કરી હતી કે સગીર સામે નગ્ન થઈને સેક્સ (Sex front of Minor) કરવું POCSO હેઠળ અપરાધની શ્રેણીમાં આવે છે. હાઈકોર્ટે કહ્યું છે કે આ ગુના માટે સજા પણ થઈ શકે છે. હાઈકોર્ટે આ ટિપ્પણી એવા કેસની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં એક સગીરે તેની માતા અને અન્ય વ્યક્તિને સેક્સ કરતા જોઈ લીધા હતા.

    આ કેસની સુનાવણી કરતી વખતે, કેરળ હાઇકોર્ટના જસ્ટિસ એ બદરુદ્દીને POCSO એક્ટની કલમ 11(i) અને 12નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “સ્પષ્ટપણે કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ બાળકને તેનું નગ્ન શરીર બતાવે છે, ત્યારે તે બાળક પર જાતીય હુમલો કરવાના ઈરાદા સાથેનું કૃત્ય ગણાય છે અને તેથી તે POCSOની કલમ 11(i) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કહેવાય છે.”

    કોર્ટે વધુમાં કહ્યું, “આ કેસમાં આરોપ છે કે આરોપીએ રૂમ બંધ કર્યા વગર નગ્ન થઈને શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સગીરને રૂમમાં પ્રવેશવા દીધો હતો જેથી તે આ બધું જોઈ શકે. આવી સ્થિતિમાં, પ્રથમ દ્રષ્ટિએ, આ કેસમાં POCSO એક્ટની કલમ 11(i) સાથે કલમ 12 હેઠળ સજાપાત્ર ગુનો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.”

    - Advertisement -

    સુનાવણી દરમિયાન, કેરળ હાઈકોર્ટે આરોપી વ્યક્તિને સગીર પર હુમલો કરવાનો આરોપી ગણાવ્યો હતો પરંતુ તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ મુક્તિ આપી હતી. સગીર સાથે દુર્વ્યવહારના આ કેસમાં હાઈકોર્ટે સગીરની માતાને પણ આરોપી ગણાવી છે. ઉપરાંત સગીરની માતા વિરુદ્ધ બાળક સામે સેક્સ કરવાના કારણે POCSO સહિતની કલમ હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

    શું હતી સમગ્ર ઘટના?

    આ કેસમાં, મહિલા અને તેના પુરૂષ સાથી પર 8 ઓગસ્ટ, 2021ના રોજ તિરુવનંતપુરમના એક લોજમાં નગ્ન અવસ્થામાં દરવાજો ખુલ્લો છોડીને સેક્સ કરવાનો આરોપ છે. જે દરમિયાન મહિલાના 16 વર્ષના પુત્રએ તેમને નગ્ન અવસ્થામાં જોઈ લીધા હતા. ઘટના આગાઉ મહિલાએ તેના પુત્રને કેટલીક વસ્તુઓ લેવા બહાર મોકલી દીધો હતો.

    જયારે તે પરત આવ્યો ત્યારે તેણે તેની માતાને એ વ્યક્તિને આપત્તિજનક નગ્ન અવસ્થામાં જોઈ લીધા હતા. જ્યારે તેણે આ અંગે સવાલો ઉઠાવ્યા ત્યારે મહિલાના પુરુષ સાથીએ સગીરને ધમકાવ્યો અને માર પણ માર્યો. મહિલાના પુરૂષ મિત્રએ તેના પુત્રને થપ્પડ મારી, તેને ગળાથી પકડીને લાત પણ મારી. સગીરની માતાએ પણ તેના સાથીને પુત્રને માર મારતા રોક્યો ન હતો.

    આ ઘટનાને કારણે મહિલા અને તેના પુરૂષ મિત્ર વિરૂદ્ધ POCSO, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ સહિત IPCની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ તિરુવનંતપુરમના પૂર્વ ફોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. કાર્યવાહીથી બચવા પુરૂષ આરોપીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આરોપી વ્યક્તિએ માંગ કરી હતી કે હાઈકોર્ટે આ કેસની તમામ કાર્યવાહી રદ કરવી જોઈએ.

    જોકે, કોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને સંપૂર્ણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે IPCની કલમ 294 (બB), 341 અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ આરોપી વ્યક્તિ સામેની કાર્યવાહી રદ કરી હતી. તથા આરોપી સામે IPC 323, 34 અને POCSO હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં