Saturday, October 5, 2024
More
    હોમપેજદેશઓનલાઈન મંગાવેલ આઇસ્ક્રીમમાં મળી કપાયેલી માનવ આંગળી: મુંબઈના મલાડમાં મહિલા સાથે બનેલો...

    ઓનલાઈન મંગાવેલ આઇસ્ક્રીમમાં મળી કપાયેલી માનવ આંગળી: મુંબઈના મલાડમાં મહિલા સાથે બનેલો ચોંકાવનારો કિસ્સો, ‘યમ્મો આઈસક્રીમ્સ’માં આપ્યો હતો ઓર્ડર

    પોલીસે જણાવ્યું કે, જ્યાં આઈસ્ક્રીમનું ઉત્પાદન અને પેક કરવામાં આવ્યું હતું તે સ્થળની પણ તપાસ કરવામાં આવશે. "અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે," પોલીસ અધિકારીએ ઉમેર્યું.

    - Advertisement -

    મુંબઈમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી મળી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મલાડના વિસ્તારમાં રહેતી એક મહિલાએ યમ્મો આઇસક્રીમ્સમાંથી આઈસ્ક્રીમ કોનનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જેવો તેણે તે કોન ખૂલ્યો તેવી તે અચંબિત રહી ગઈ હતી. આ ઓર્ડર તેણે ઝેપ્ટો નામની ગ્રોસરી ડિલીવરી એપ પરથી આપ્યો હતો.

    ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, મલાડના રહેવાસી ઓર્લેમ બ્રેન્ડન સેરાવ નામના એક ડૉક્ટર જ્યારે આ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા ત્યારે તેમને તેમની જીભ પર કોઈ અલગ જ અનુભવાયું. આથી જ્યારે તેમણે તે કોનને ધ્યાનથી જોયો, તો તેમ તેઓને મનુષ્યની કપાયેલી આંગળી જોવા મળી. જે જોઈને તેઓ દંગ રહી ગયા હતા. આ આઈસ્ક્રીમ તેમના માટે તેમની બહેન ઓનલાઈન ઓર્ડર કરી હતી.

    સેરાવની બહેને તરત જ પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસે તેની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે આ આઈસ્ક્રીમમાં માનવ આંગળી હતી. પોલીસે હવે આ આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે.

    - Advertisement -

    જે બાદ પોલીસે જણાવ્યું કે, જ્યાં આઈસ્ક્રીમનું ઉત્પાદન અને પેક કરવામાં આવ્યું હતું તે સ્થળની પણ તપાસ કરવામાં આવશે. “અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે,” પોલીસ અધિકારીએ ઉમેર્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં