બે દિવસ પહેલાં જામનગરના ખંભાળિયામાં (Khambhalia) એક RSS-VHP નેતા પર નજીવી બાબતમાં અમુક ઈસમોએ હુમલો (Attack on RSS Worker) કરી દીધો હતો. જે મામલે હવે 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
ખંભાળિયા પોલીસનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓની ઓળખ આ પ્રમાણે થઈ છે.
શાકિર સલીમ
નિસાર બલોચ
શબ્બીર મોહમ્મદ
તૈમૂર બલોચ
રાશિદ ઈસ્માઈલ
યુનુસ શેખ
શબ્બીર સમા
તમામને પકડીને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ખંભાળિયાના એક હિંદુ નેતા ખુશાલ ગોકાણી પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે અમુક મુસ્લિમ શખ્સોએ મસ્જિદ ચોક પાસે તેમને અટકાવ્યા હતા. તે સમયે તેમની કારમાં ગરબા ચાલી રહ્યા હતા.
આરોપીઓએ ‘અહીંથી ગરબા વગાડતા કેમ જાઓ છો’ કહીને તેમની ઉપર હુમલો કરી દીધો હતો અને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, તેમને ધમકી પણ આપી હતી કે જો આ રસ્તા પરથી ફરીથી પસાર થશે તો મારી નાખવામાં આવશે.
ત્યારબાદ તેઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે પણ તેમને રોકીને ધમકી આપવામાં આવી હતી.
આ મામલે ખંભાળિયા પોલીસ મથકે બે સામે નામજોગ અને બાકીના ટોળા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 352, 351(3), 189(2), 190, 191(2) હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ, પીડિત વ્યક્તિને રક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓ સામે રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
FIR નોંધાયા બાદ પોલીસે આસપાસના CCTV ચેક કરીને આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઘટના વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે.