Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયા'લપ્પૂ જેવો સચિન, ઝીંગુર જેવો છોકરો'- ટિપ્પણી કરનાર મહિલાને મળી કાનૂની નોટિસ:...

    ‘લપ્પૂ જેવો સચિન, ઝીંગુર જેવો છોકરો’- ટિપ્પણી કરનાર મહિલાને મળી કાનૂની નોટિસ: વકીલે કહ્યું- ‘આ બૉડી શેમિંગ છે, જેનાથી તેની ઇમેજ ખરાબ થઈ રહી છે’

    મિથિલેશ ભાટીનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે કહે છે કે, "લપ્પૂ જેવો સચિન છે. ઝીંગુર જેવો છોકરો છે. શું છે સચિનમાં? બોલતા તેને આવડતું નથી, બોલી તે શકતો નથી, તેને પ્રેમ કરશે સીમા? હાથ ફેરવતી રહે બસ બેઠી-બેઠી, આ પ્રેમ છે?"

    - Advertisement -

    પાકિસ્તાની મહિલા સીમા હૈદરના પ્રેમી સચિનને લપ્પૂ, ઝીંગુર કહેવાવાળી મહિલાની મુસીબત વધી ગઈ છે. તેને આ ટિપ્પણી કરવા બદલ વકીલે લીગલ નોટિસ મોકલી આપી છે. આ મહિલાનું નામ મિથિલેશ ભાટી છે. તે નોઇડાના રબૂપુરામાં સચિનના ઘરની નજીક જ રહે છે. તેની આ ટિપ્પણીનો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર ઘણા મીમ પણ બની રહ્યા છે.

    લીગલ નોટિસ વકીલ એપી સિંહ દ્વારા મોકલવામાં આવી છે. તે સચિન અને સીમાનાં વકીલ છે. વકીલનું કહેવું છે કે, મિથિલેશ ભાટીની આવી ટિપ્પણીના લીધે સચિનની છબી ખરાબ થઈ રહી છે. તેનું મનોબળ તૂટી રહ્યું છે.

    લપ્પૂ, ઝીંગુર કહેવું બૉડી શેમિંગ જેવુ: સચિન-સીમાનાં વકીલ

    મીડિયા સાથેની વાતચીતમાં વકીલે કહ્યું કે, મિથિલેશ ભાટીને લીગલ નોટિસ મોકલવી એટલા માટે જરૂરી હતી કે,તેની ટિપ્પણી સચિનને માઠું લાગ્યું છે અને તેના મનોબળ પર અસર પાડી રહી છે. તેમની છબી ખોરવાઈ રહી છે. વાયરલ વિડીયોમાં તે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે એ ખૂબ જ આપત્તિજનક છે. લપ્પૂ અને ઝીંગુર કહેવું બૉડી શેમિંગ જેવુ છે. ગોરું-કાળું, જાડુ-પાતળું થવું કોઈના હાથમાં નથી.

    - Advertisement -

    એપી સિંહે કહ્યું કે, એ જ્યારથી સચિન-સીમાનો કેસ સંભાળી રહ્યા છે ત્યારથી તેમના વિશે પણ લોકો ખોટી વાતો કરે છે. તેમણે કહ્યું કે, “આગળની કાર્યવાહી માટેનો નિર્ણય અમે મિથિલેશ ભાટીનો જવાબ મળ્યા બાદ કરીશું. લીગલ નોટિસ પર ભાટીની હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી.”

    મિથિલેશ ભાટીએ કહ્યું હતું લપ્પૂ-ઝીંગુર

    મિથિલેશ ભાટીનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે કહે છે કે, “લપ્પૂ જેવો સચિન છે. ઝીંગુર જેવો છોકરો છે. શું છે સચિનમાં? બોલતા તેને આવડતું નથી, બોલી તે શકતો નથી, તેને પ્રેમ કરશે સીમા? હાથ ફેરવતી રહે બસ બેઠી-બેઠી, આ પ્રેમ છે? પાંચમું પાસ પોતાને ગણાવે છે અને કડકડાટ ઇંગ્લિશ બોલે છે, કમ્યુટર ચલાવે છે. ચાર-ચાર પાસપોર્ટ લઈને આવી છે.”

    ઉલ્લેખનીય છે કે સીમા હૈદરની નોઈડા પોલીસે 3 જુલાઈ, 2023ના રોજ ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. 4 બાળકોની માતા સીમા હૈદરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેનો પતિ દુબઈમાં નોકરી કરે છે. કોરોના મહામારી દરમિયાન PUBG ગેમ રમતી વખતે તેણે નોઈડામાં રહેતા સચિન સાથે વાતચીત કરી હતી. આ પછી વાતચીત આગળ વધી અને બંને પ્રેમમાં પડ્યા હતા. સચિનના પ્રેમમાં સીમા હૈદરે પાકિસ્તાનમાં બનાવેલું ઘર વેચીને ભારત આવવાનું નક્કી કર્યું. આ માટે તે તેના 4 બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં