છત્તીસગઢના બસ્તરમાં એક ખ્રિસ્તી વ્યક્તિના (Christian) હિંદુ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની (Supreme Court) બેન્ચમાં મતભેદ જોવા મળ્યો છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, મૃતકના પુત્રને સ્મશાન ગૃહમાં અંતિમસંસ્કારની પરવાનગી ન આપવી એ બંધારણની વિરુદ્ધ છે, જ્યારે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ સરકારના નિર્ણયને સાચો ગણાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે (27 જાન્યુઆરી, 2025) આ સંદર્ભમાં દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ મામલે બે ન્યાયાધીશોની બેન્ચે વિભાજિત અભિપ્રાય આપ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે ખ્રિસ્તી વ્યક્તિને તેના ગામથી લગભગ 20 કિલોમીટર દૂર ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો છે.
બેન્ચના અલગ-અલગ મંતવ્યો છતાં આ નિર્ણય મોટી બેન્ચને મોકલવામાં આવ્યો ન હતો. એવું એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે છેલ્લા 20 દિવસથી અલગ-અલગ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી પાદરીનો મૃતદેહ મોર્ચુરીમાં રાખવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું છે કે, રાજ્યએ ખ્રિસ્તી પાદરીના અંતિમ સંસ્કારની પણ વ્યવસ્થા કરવી જોઈએ.
જસ્ટિસ નાગરત્નાએ શું કહ્યું?
ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે, ગ્રામ પંચાયત ગામના સ્મશાનમાં પાદરીને દફનાવવાની મંજૂરી આપવાનો ઇનકાર કરીને તેની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહી છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, જો તેમણે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો મામલો 24 કલાકમાં ઉકેલાઈ ગયો હોત. ન્યાયાધીશ નાગરત્નાએ ગામના સ્મશાનમાં ખ્રિસ્તી અંતિમ સંસ્કારની પરવાનગી નકારવાને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
તેમણે ASP બસ્તરના સોગંદનામાને ધાર્મિક સ્વતંત્રતા દર્શાવતી કલમ 14 અને 15નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ASP બસ્તરે કહ્યું હતું કે, ખ્રિસ્તી ધર્મ અપનાવનાર વ્યક્તિને ગામના સ્મશાનમાં ન દફનાવી શકાય. જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું કે, ASPએ આ વાત કયા આધારે કઈ હતી.
'Betrayal Of Secularism' : Justice Nagarathna Criticises Chhattisgarh Authorities For Denying Christian Burial In Village
— Live Law (@LiveLawIndia) January 27, 2025
Read more: https://t.co/1lHRzKBntY#SupremeCourtofIndia #JusticeNagarathna pic.twitter.com/6bpyG78GS5
જસ્ટિસ નાગરત્નાએ કહ્યું, “સ્થાનિક અધિકારીઓ તરફથી, પછી ભલે તે ગ્રામ્ય સ્તરે હોય કે ઉચ્ચ સ્તરે, આ પ્રકારનું વલણ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો અને આપણા દેશની ગૌરવશાળી પરંપરાઓ સાથે વિશ્વાસઘાતનો સંકેત છે, જે ‘સર્વ ધર્મ સમન્વય/સર્વ ધર્મ સમભાવ’માં વિશ્વાસ રાખે છે.
જસ્ટિસ નાગરત્નાએ તેમના નિર્ણયમાં કહ્યું કે, મૃતકને તેની કૃષિ ભૂમિ પર દફનાવવાની મંજૂરી આપવી જોઈએ. અગાઉ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, જો મૃતકને તેની જમીનમાં દફનાવવામાં આવે, તો તે પવિત્ર શ્રેણીમાં આવે અને તેથી તેની મંજૂરી આપી શકાય નહીં.
તેમણે એવો પણ આદેશ આપ્યો કે, છત્તીસગઢ 2 મહિનાની અંદર રાજ્યભરમાં ખ્રિસ્તીઓ માટે કબ્રસ્તાનની વ્યવસ્થા કરે. જોકે, જસ્ટિસ નાગરત્નાનો નિર્ણય પ્રભાવી ન રહ્યો કારણ કે, પાછળથી બંને જસ્ટિસે મૃતક ખ્રિસ્તીને નજીકના ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ શર્માએ શું કહ્યું?
આ કેસમાં જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ જસ્ટિસ નાગરત્નાના નિર્ણય સાથે અસંમત હતા. તેમણે કહ્યું, “આ બાબતે છત્તીસગઢ રાજ્યએ જણાવ્યું છે કે, ખ્રિસ્તીઓ માટે માત્ર 20-25 કિલોમીટર દૂર એક કબ્રસ્તાન છે, જે 20-25 કિલોમીટર દૂર કરકાપાલ ગામમાં આવેલું છે. આવી સ્થિતિમાં, મને સમજાતું નથી કે, અરજદારને તેના પિતાને એ જ સ્થાન પર દફનાવવાની મંજૂરી કેમ આપવી જોઈએ.”
the Supreme Court delivered a split verdict on the plea of a Christian man from Chhattisgarh to bury the dead body of his father, a pastor, either in the burial ground of their native village Chindwara or in their private agricultural land.
— Live Law (@LiveLawIndia) January 28, 2025
Read more: https://t.co/SRYzy2x8N7… pic.twitter.com/HBpCkNd8bj
જસ્ટિસ શર્માએ કહ્યું કે, કોઈનો ધાર્મિક અધિકાર એટલો પણ મર્યાદિત ન હોય શકે કે, તે અગ્નિસંસ્કાર માટે પોતાની પસંદગીની જગ્યા પસંદ કરી શકે. તેમણે કહ્યું કે, આવા મામલામાં કાયદા અને વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવું જોઈએ અને વહીવટીતંત્રે એ જ કર્યું છે. તેમણે કહ્યું કે, વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં યોગ્ય છે. તેમણે નિર્દેશ આપ્યો કે, મૃતકના અંતિમ સંસ્કાર 20 કિલોમીટર દૂર ખ્રિસ્તી કબ્રસ્તાનમાં કરવામાં આવે, જેના માટે વહીવટીતંત્ર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે.
શું હતો મામલો?
છત્તીસગઢના બસ્તર જિલ્લાના રહેવાસી રમેશ બઘેલના પિતા સુભાષ બઘેલનું 7 જાન્યુઆરી, 2025ના રોજ અવસાન થયું હતું. રમેશ બઘેલ એક ખ્રિસ્તી છે અને તેમના દાદા હિંદુઓની મહરા જાતિમાંથી ખ્રિસ્તી બની ગયા હતા. મૃતક સુભાષ બઘેલ પણ એક ખ્રિસ્તી પાદરી હતા.
સુભાષ બઘેલના મૃત્યુ પછી, તેનો પુત્ર રમેશ બઘેલ તેમના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં ખ્રિસ્તી પરંપરાઓ અનુસાર કરવા માંગતો હતો. જે મામલે અહીં રહેતા હિંદુઓ અને અન્ય સમુદાયોએ આનો સખત વિરોધ કર્યો હતો. હિંદુઓએ રમેશ બઘેલને તેમના પિતાના અંતિમ સંસ્કાર 20 કિલોમીટર દૂર એક ખ્રિસ્તી સ્મશાનગૃહમાં કરવા કહ્યું હતું.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પણ રમેશ બઘેલને કહ્યું કે, કોઈ વિવાદ કર્યા વિના ખ્રિસ્તી સ્મશાનભૂમિમાં તેના પિતાના અંતિમ સંસ્કાર કરી દેય. જોકે, રમેશ બઘેલે એ વાતની જિદ્દ પકડી લીધી કે, તેને આ જનજાતિય સ્મશાનગૃહમાં જ તેના પિતાના અંતિમસંસ્કાર કરવા છે.
આ મામલે તેઓ અરજી લઈને છત્તીસગઢ હાઇકોર્ટ પહોંચ્યા હતા. તેમણે માંગ કરી હતી કે, હાઇકોર્ટ પોલીસ અને વહીવટીતંત્રને આ આદિવાસી સ્મશાનમાં તેના પિતાનો અંતિમ સંસ્કાર કરવાનો આદેશ આપે. જોકે હાઇકોર્ટે આ માંગ સ્વીકારી નહોતી, તેથી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે પણ આ માંગ સ્વીકારી નહીં.