સંજયનો સમય વધુ ખરાબ થઈ રહ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને 6 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની દ્વારા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે કોર્ટે આદેશ આપ્યો છે કે શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એક્ઝિક્યુટિવ એડિટર 6 ઓગસ્ટ, 2022ના રોજ કોર્ટમાં હાજર રહે અને પોતાની દલીલો રજૂ કરે. તેઓએ હાજર થઈને કોર્ટને જણાવવું પડશે કે શું તેઓ પોતાનો અપરાધ કબૂલ કરે છે કે નહીં, કે પછી તેઓ નિર્દોષ હોવાનો દાવો કરે છે. કિરીટ સોમૈયા દ્વારા ફાઈલ કેસમાં રાઉતને કોર્ટ દ્વારા રાહત ન મળતાં સંજયનો સમય વધુ ખરાબ થયો.
જો સંજય રાઉત પોતનો દોષ સ્વીકાર કરશે તો કોર્ટ દંડ અંગે નિર્ણય કરશે. જો તે પોતાને નિર્દોષ જણાવશે તો આ કેસમાં ટ્રાયલ કેવી રીતે આગળ વધશે તેનો નિર્ણય મેજિસ્ટ્રેટ કરશે. ઉલ્લેખનીય છે કે શિવસેનાના નેતા એકનાથ શિંદેના મુખ્યમંત્રી બન્યા અને ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હવે સંજય રાઉત કહી રહ્યા છે કે જો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એક થઈ જશે તો શિવસેના માટે એક નવી સવાર હશે અને તેની છબી પણ સારી બની રહેશે.
જો કે હજુ પણ સંજય રાઉત કેન્દ્ર સરકાર સામે આક્રોશ ભરીને બેઠા છે. તેમણે ‘સામના’માં એક લેખ દ્વારા આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે શિવસેનાને તોડવાનું ષડયંત્ર રચ્યું હતું કારણ કે તેને ડર હતો કે ઉદ્ધવ ઠાકરે ભવિષ્યમાં રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે રાજકારણમાં કુદરતી કે અકુદરતી કંઈ જ થતું નથી, કારણ કે જો ભાજપ-અજિત પવાર ગઠબંધન થયું હોત તો પણ શું તેના પર સવાલ ઉઠ્યા હોત?
Metropolitan Magistrate directs Shiv Sena MLA Sanjay Raut to remain present on August 6 to record plea in the defamation complaint filed by wife of Kirit Somaiya. @rautsanjay61 @KiritSomaiya pic.twitter.com/a9zu89e2Ue
— Bar & Bench (@barandbench) July 18, 2022
જ્યાં સુધી માનહાનિના કેસની વાત છે, સંજય રાઉત સામે જુલાઈમાં જારી કરાયેલ વોરંટ તેમની હાજરી બાદ રદ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે કિરીટ સોમૈયા પર 100 કરોડ રૂપિયાના સૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ હવે સોમૈયાની પત્ની મેધા કિરીટ સોમૈયાએ મે 2022 માં શિવડી સેશન્સ કોર્ટમાં રાઉત વિરુદ્ધ માનહાનિની અરજી દાખલ કરી હતી . હવે આ મામલે તેમની મુશ્કેલીઓ વધી રહી છે.