Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધોળકામાં કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા બનેલ 'સનાતન ધર્મ મંદિર'ની થઇ પ્રાણપ્રતિષ્ઠા: 15 હેક્ટરના...

    ધોળકામાં કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા બનેલ ‘સનાતન ધર્મ મંદિર’ની થઇ પ્રાણપ્રતિષ્ઠા: 15 હેક્ટરના સંકુલમાં 84 મંદિરોની પ્રતિકૃતિ અને 8 દિશામાં 8 દિગ્પાળ જોવા મળશે

    આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરંપરાગત રીતે મંત્ર અને શ્લોકોના ગાન વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે મૂર્તિઓની પ્રતિષ્ઠા અને સ્નાનવિધી પણ યોજાઈ હતી.

    - Advertisement -

    ગત સોમવાર (13 માર્ચ 2023)ના દિવસે અમદાવાદથી 30 મિનિટના અંતરે ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા 15 હેક્ટર જમીન પર બનાવાયેલ ‘સનાતન ધર્મ મંદિર’ સંકુલની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

    ન્યુઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ કેડિલા ફાર્માસ્યુટિકલના સ્થાપક ઈન્દ્રવદન મોદીના સ્વર્ગસ્થ પત્ની શીલાબેન મોદીની સ્મૃતિમાં આ ‘સનાતન ધર્મ મંદિર’ની સ્થાપના કરાઈ છે.

    કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી જણાવે છે કે શીલાબેન મોદી ખૂબ જ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતા. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે પોતાના રોગોના કારણે ઘણી વખત પ્રવૃત્તિઓ મર્યાદિત કરી હતી. પરંતુ તે પ્રાર્થના કરતા હતા અને મંદિરની શક્ય તેટલી મુલાકાત લેતા હતા. આ ‘સનાતન ધર્મ મંદિર’ સંકુલ તેમને સાચી અંજલિ આપવા માટે તૈયાર કરાયું છે.

    - Advertisement -

    ‘સનાતન ધર્મ મંદિર’ સંકુલની વિશેષતાઓ

    આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરંપરાગત રીતે મંત્ર અને શ્લોકોના ગાન વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે મૂર્તિઓની પ્રતિષ્ઠા અને સ્નાનવિધી પણ યોજાઈ હતી. તેમજ આ સ્થળે 84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ સાથે 8 દિશામાં 8 દિગ્પાળનો જીવંત અનુભવ પૂરો પાડીને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવેલ છે.

    હસ્તકલાથી નિર્માણ પામેલું અને હાથ ઘડતરથી તૈયાર કરાયેલી મૂર્તિઓ, શાંતિવન અને જુદા જુદા ધર્મોના શ્લોકો, ઉપદેશો તથા મંત્રો ધરાવતું આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ પરંપરાગત નાગરા શૈલી તથા સનાતન ધર્મ મુજબ કરાયું છે. આ મંદિર શિવ, શક્તિ અને વૈષ્ણવ દેવી-દેવતાઓની આ ભૂમિનું પવિત્ર સ્થાન તરીકે નિર્માણ કરાયું છે.

    અહીંયા ભારતની પવિત્ર 7 નદીના પવિત્ર જલકુંડનું નિર્માણ કરાયું છે. આ સ્થળનો પ્રદક્ષિણા પથ એક જ સ્થળે સમગ્ર દેશનાં પવિત્ર મંદિરો, નદીઓ અને દેવી-દેવતાઓની પ્રદક્ષિણાની યાદ અપાવે તે રીતે તૈયાર કરાયો છે. આમ આ સ્થળ શરીર, મન અને આત્માને શાંતિ આપતા સ્થળ તરીકે વિકસાવાયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં