Sunday, November 24, 2024
More
    હોમપેજદેશકોર્ટના આદેશ પર સંભલની મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર ફેંકાયા પથ્થર,...

    કોર્ટના આદેશ પર સંભલની મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર ફેંકાયા પથ્થર, વહેલી સવારે એકઠું થઈ ગયું હજારો મુસ્લિમોનું ટોળું: પોલીસે કર્યો લાઠીચાર્જ, છોડ્યા ટીયરગેસના સેલ

    કોર્ટના આદેશ બાદ બીજી વખત સરવે કરવા માટે ટીમ પહોંચી હતી. પરંતુ જેવી ટીમ પહોંચી કે તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે, જેમાં પોલીસ પર પથ્થર ફેંકાતા જોવા મળે છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) શાહી જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર સ્થાનિક મુસ્લિમોએ પથ્થરમારો (Stone Pelting) કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અધિકારીઓની ટીમ રવિવાએ (24 નવેમ્બર) વહેલી સવારે સાડા સાતની આસપાસ પહોંચી હતી, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમની ઉપર પથ્થર ફેંક્યા અને ઉત્પાત મચાવ્યો હતો. ત્યારબાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ સ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયાસ કર્યા હતા. 

    કોર્ટના આદેશ બાદ બીજી વખત સરવે કરવા માટે ટીમ પહોંચી હતી. પરંતુ જેવી ટીમ પહોંચી કે તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે, જેમાં પોલીસ પર પથ્થર ફેંકાતા જોવા મળે છે. અધિકારીઓ હેલમેટ પહેરીને હુમલાથી બચતા પણ દેખાય છે. પછીથી અધિકારીઓ ભીડ વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડે છે. વિડીયોમાં રસ્તા પર પથ્થર અને ઈંટોના ટુકડાઓ પડેલા જોવા મળે છે. 

    જાણવા મળ્યા અનુસાર, વહેલી સવારે ટીમ પહોંચી ત્યારે જ મુસ્લિમ સમુદાયના હજારો માણસોનું ટોળું મસ્જિદની સામે એકઠું થઈ ગયું હતું. અધિકારીઓએ મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તો ટોળાએ બબાલ કરી અને ત્યારબાદ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. જેના કારણે પોલીસકર્મીઓએ ભાગવું પડ્યું હતું. જોકે, પછી વધારાની ફોર્સ બોલાવીને સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી.

    - Advertisement -

    પથ્થરમારા બાદ તરત પોલીસે ભીડ વિખેરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આંસુગેસ છોડ્યા બાદ માઇકથી શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી હતી. સ્થળ પર એસપી અને ડીએમ સહિતના અધિકારીઓ પણ દોડી ગયા હતા. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હોવાનું કહેવાય છે. 

    રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓ શાંત કરાવવા માટે પહોંચ્યા તો ટોળાએ મજહબી નારાબાજી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ મસ્જિદની આસપાસથી ટોળાં વિખેરવા માટે મસ્જિદની અંદરથી પણ એલાન કરાવવામાં આવ્યું, પણ તેમ છતાં ટોળું ન હટ્યું. 

    ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના DGP પ્રશાંત કુમારે કહ્યું કે, “કોર્ટના આદેશથી સંભલમાં સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે. જ્યાં અમુક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે. પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ પથ્થરબાજોને શોધી કાઢીને કડક કાર્યવાહી કરશે. 

    ઉલ્લેખનીય છે કે એડવોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા સંભલ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સંભલ મસ્જિદનો સરવે કરવાની માંગ કરવામાં આવી હતી. અહીં મસ્જિદના સ્થાને પહેલાં મંદિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અરજી પર કોર્ટે એડવોકેટ કમિશનર સરવેનો આદેશ આપ્યો છે. આ પહેલાં 19 નવેમ્બરના રોજ પણ એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. કોર્ટે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સરવે કરીને કોર્ટમાં જમા કરવા માટે આદેશ આપ્યો છે. 

    વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, “સંભલ અમારી આસ્થાનું કેન્દ્ર છે. અમારી ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં દશાવતારમાંથી એક કલ્કી અવતાર અવતરશે. વર્ષ 1529માં બાબરે મંદિર તોડીને મસ્જિમાં બદલવાના પ્રયાસ કર્યા હતા. આ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં કોઈ પણ પ્રકારનું અતિક્રમણ ન થઈ શકે. અહીં અનેક નિશાન હિંદુ મંદિરનાં છે. આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને કોર્ટે આદેશ આપ્યો છે.” નોંધવું જોઈએ કે આ કેસમાં UP સરકાર, જામા મસ્જિદ સમિતિ અને સંભલ પ્રશાસન તેમજ ASIને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં