Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસમાજવાદી પાર્ટીના નેતાની અસામાજિક વાતો: ગુજરાતીઓને ડરપોક કહ્યા, પ્રધાનમંત્રી મોદી પર પણ...

    સમાજવાદી પાર્ટીના નેતાની અસામાજિક વાતો: ગુજરાતીઓને ડરપોક કહ્યા, પ્રધાનમંત્રી મોદી પર પણ કરી ટીપ્પણી

    એક રીપોર્ટ અનુસાર થોડા દિવસ પૂર્વે અરુણાચલના તવાંગ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં ચીનના ૩૦૦ સૈનિકો ભારતમાં ઘુષણખોરી કરવા ઈચ્છતા હતા. પરંતુ ભારતીય સૈનિકોએ તેમને તગેડી મુક્યા હતા.

    - Advertisement -

    સમાજવાદી પાર્ટીના નેતા આઈ પી સિંહએ પોતાની એક ટ્વીટમાં ગુજરાતીઓને ડરપોક કહ્યા હતા. મુખ્ય મામલો એમ છે કે વર્તમાનમાં ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ છેડાયો છે. જેમાં ચીની સૈનિકોએ ભારતની સીમામાં આવવાનો નિરર્થક પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સૈનિકોએ તેમને તગેડી મુક્યા હતા. જો કે ચીને ભારતની સેનાએ અમારામાં ઘુષણખોરી કરી છે તેવો આરોપ લગાડ્યો હતો. 

    સીમા પરના વિવાદનાં કારણે સીમા અંદરની રાજનીતિમાં વિવાદ છેડ્યો હતો. વિપક્ષના લોકોએ એક પછી એક મોદી સરકાર પર હમલો કર્યો હતો. જેમાં સમાજવાદી પાર્ટીના નેતા આઈ પી સિંહએ સીમા ઓળંગો હતી. તેમને પોતાની એક ટ્વીટમાં કહ્યું હતું કે “પ્રધાનમંત્રીએ હવે ચીન વિરુદ્ધ યુદ્ધનું એલન કરવું જોઈએ, મામલો હવે સહનશક્તિ બહારનો થઇ ગયો છે.” સાથે જ બીજી ટ્વીટમાં વિવાદિત વાતો કરતા કહ્યું હતું કે “હું એક શુરવીર સૈનિકનો પુત્ર છું, હું ગુજરાતી ડરપોક નથી. અમારામાં હિમ્મત અને હોસલો છે.” તેમના આ નિવેદનથી વિવાદ થયો હતો. 

    - Advertisement -

    જોકે ઘણા લોકોએ તેમને જવાબો આપ્યા હતા. જેમાં અભય ઠાકુરે કહ્યું હતું કે “ગાંધીજી, સરદાર પટેલ અને કેટકેટલી મહાન વ્યક્તિઓએ મળીને વર્તમાન ભારત બનાવ્યું છે જેઓ ગુજરાતથી આવે છે. કોઈ પણ રાજ્યના લોકોને ડરપોક નથી હોતા. વિરોધ કરવાની લયમાં ભારતની મર્યાદા ના તોડો.”

    એક રીપોર્ટ અનુસાર થોડા દિવસ પૂર્વે અરુણાચલના તવાંગ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં ચીનના ૩૦૦ સૈનિકો ભારતમાં ઘુષણખોરી કરવા ઈચ્છતા હતા. પરંતુ ભારતીય સૈનિકોએ તેમને તગેડી મુક્યા હતા. જેમાં ૦૬ ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા. સામે ચીનના ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. જોકે ચીનનું મીડિયા આ મુદ્દે ભેદી મોંન ધારણ કરી બેઠું છે. 

    કોંગ્રેસ સહીતના વિપક્ષએ લોકસભામાં કરેલા હંગામા બાદ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે એક સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે “અરુણાચલના તવાંગ વિસ્તારમાં ૩૦૦ ચીની સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશ કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સૈનિકોએ તેમની બહાદુરીનો પરિચય આપતા તમામ ચીની સૈનિકોને પાછા ખાદેડ્યા હતા, પરંતુ ૦૬ ભારતીય સૈનિકોને સામાન્ય ઈજા થઇ હતી. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.”

    જણાવી દઈએ કે ચીન આ પ્રદેશ પર વારંવાર પોતાનો હક જતાવતું રહ્યું છે, પરંતુ દર વખતે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં