Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતવાંગમાં તનાતની: હિમ વર્ષાનો લાભ લેવા આવેલા ૩૦૦ ચીની સૈનિકોને ભારતીય જવાનોએ...

    તવાંગમાં તનાતની: હિમ વર્ષાનો લાભ લેવા આવેલા ૩૦૦ ચીની સૈનિકોને ભારતીય જવાનોએ તાગેડ્યા, ૦૬ ભારતીય સૈનિકો ઘાયલ 

    અરુણાચલમાં આવેલ તવાંગ પ્રદેશ એ ભારત ચીન સીમા ( LAC )ની પાસે જ આવેલ છે. જેના પર ચીન હંમેશા પોતાનો ખોટો દાવો કરતું આવ્યું છે.

    - Advertisement -

    ભારત અને ચીનની સીમા વિવાદ ઘણો જુનો છે, ચીની આડાઈના કારણે વારંવાર વિવાદ સર્જાઈ છે. અગાઉ ગલવાન વેલી પર ભીષણ સંઘર્ષ થયો હતો. તે વિવાદ હજુ શમ્યો નથી ત્યાજ સમાચાર એજન્સી PTIના હવાલાથી ખબર આવી છે કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઇ છે જેમાં ૦૬ ભારતીય જવાનો ઘાયલ પણ થયા છે, જેને ઈલાજ માટે ગુહાટી લઇ જવાયા છે. જયારે ચીની સૈનિકોને વધુ નુકસાન થયું છે. આવલા આશરે ૩૦૦ ચીની સૈનિકોને ભારતીય જવાનોએ પાછા ખાદેડ્યા છે.

    ભારતીય પોસ્ટને હટાવવા માંગતા હતા.

    એક રિપોર્ટ અનુસાર ચીની સૈનિકો તવાંગ વિસ્તારમાં ભારતીય સેનાની પોસ્ટના હટાવવા માંગતા હતા. ભારતીય સૈનિકોએ આ હરકતને પડકારી હતી, તે કારણે બંન્ને સૈન્ય વચ્ચે મોટી ઝડપ થઈ હતી. જેમાં ૦૬ ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા. જો કે ભારતના પ્રમાણમાં ચીની સૈનિકોને વધુ નુકસાન થયું હતું.

    - Advertisement -

    જણાવી દઈએ કે અરુણાચલમાં આવેલ તવાંગ પ્રદેશ એ ભારત ચીન સીમા ( LAC )ની પાસે જ આવેલ છે. જેના પર ચીન હંમેશા પોતાનો ખોટો દાવો કરતું આવ્યું છે. 2006થી ચીન ખોટી રીતે ઘુસવાનો પ્રયત્ન કરતું આવ્યું છે. જો કે દર વખતે ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે. એકવાર પણ ચીની સૈનિકો ઘુસવામાં સફળ રહ્યા નથી.

    ચીની મિડીયામાંથી ખબર ગાયબ.

    બીજી તરફ ચીની મીડીયામાંથી આ ખબર એકદમ જ ગાયબ છે. ફક્ત ચીનના ગ્લોબલ ટાઈમ્સના સમાચાર પત્રના અંગ્રેજી સંસ્કરણના સંપાદક હૂ શિજિનની સોશયિલ મીડીયા પોસ્ટ વાયરલ થઈ રહી છે.

    ઓક્ટોમ્બર મહિનામાં પણ આવી જ રીતે રોક્યા હતા 

    ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં આવી જ રીતે ચીની સૈનિકોએ નિરર્થક પ્રયત્ન કર્યો હતો. ત્યારે પણ ભારતીય સેનાના જવાનોએ તગેડ્યા હતા. 

    LAC પર આવી રીતે ચીનના સૈનિકોનો પ્રયાસ પહેલો નથી. અગાઉ પણ ઘણીવાર વિશ્વાસઘાત કરી ચુક્યુ છે. ગલવાન વખતે પણ દગો કરીને ભારતીય સૈનિકો પર હમલો કર્યો હતો જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેમા ચીનના અસંખ્ય સૈનિકો માર્યા ગયા હતા પરંતુ આંતરરાષ્ટીય સ્તરે અને પોતાની જનતા સામે ઈજ્જત બચાવવા માટે તેમણે આંકડો છુપાવ્યો હતો.

    આ મુદ્દો આજે સંસદમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહે વિસ્તારથી જવાબ આપ્યો હતો ને કહ્યું હતું કે ૩૦૦ ચીની સૈનિકોને ભારતીય જવાનોએ પાછા ખાદેડ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં