Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંત તરફ સાળંગપુર મંદિરનો વિવાદ..: વિવાદિત ભીંતચિત્રો હટાવવા માટે કોઠારી સ્વામીએ 2...

    અંત તરફ સાળંગપુર મંદિરનો વિવાદ..: વિવાદિત ભીંતચિત્રો હટાવવા માટે કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માગ્યો, સાધુ-સંતો સાથે થઇ બેઠક

    સનાતની સંતોનું એક ખાસ પ્રતિનિધિ મંડળ સાળંગપુર ખાતે કોઠારી સ્વામી સાથે ચર્ચા કરવા પહોંચ્યું હતું. આ ચર્ચામાં સંતોના મુદ્દાઓને હકારાત્મક રીતે લેવામાં આવ્યા, સાથે જ કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માગ્યો હતો.

    - Advertisement -

    સાળંગપુર મંદિરનો વિવાદ હવે અંત તરફ જઈ રહ્યો છે તેવા અણસાર મળી રહ્યા છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતન સંત સમજે સાળંગપુરના કોઠારી સ્વામીને મળ્યા હતા. જે બાદ કહેવામાં આવી રહ્યું છે કે આગામી 2 દિવસોમાં આ વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે. આ મામલે સંત સમાજ અને કોઠારી સ્વામી વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. આ દરમિયાન થયેલી ચર્ચામાં વિવાદનો સુખદ અંત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા ભીંતચિત્રો હટાવીને વિવાદનો અંત આણવાનો નિર્ણય લેવાયો છે.

    મળતી માહિતી અનુસાર વિવાદને પગલે સનાતની સંતોનું એક ખાસ પ્રતિનિધિ મંડળ સાળંગપુર ખાતે કોઠારી સ્વામી સાથે ચર્ચા કરવા પહોંચ્યું હતું. આ ચર્ચામાં સંતોના મુદ્દાઓને હકારાત્મક રીતે લેવામાં આવ્યા હતા. સાથે જ કોઠારી સ્વામીએ સંતોને વિવાદિત ભીંતચિત્રોને આગામી 2 દિવસમાં હટાવી લેવાની બાહેંધરી આપવામાં આવી છે. સંતોના આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યું હતું. બંધ બારણે ચાલેલી આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. જેના અંતે કોઠારી સ્વામી દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે સાળંગપુર મંદિરનો વિવાદ અંત તરફ જઈ રહ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે.

    શું છે સાળંગપુર મંદિરનો વિવાદ?

    નોંધનીય છે કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા હતા. વાયરલ થયેલા ફોટાઓમાં ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    આ ફોટો વાયરલ થયા બાદ વિવાદ ખુબ વકર્યો હતો. સનાતન સંસ્કૃતિમાં માનનારા લોકો તેમજ સાધુ સંતો દ્વારા ખુબ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિવિધ હિંદુ સંગઠનોએ આ વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાની ઉગ્ર માંગ કરી હતી. આ દરમિયાન એક વ્યક્તિ દ્વારા વિવાદિત ચિત્ર પર કાળો રંગ પણ નાંખવામાં આવ્યો હતો. તો બીજી તરફ રોષે ભરાયેલા સાધુ-સંતોએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારનો સંકલ્પ કર્યો હતો. અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે હનુમાન આશ્રમમાં મળેલી અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં સાધુ-સંતો ઉપરાંત કેટલાક હિંદુ સંગઠનો પણ આગામી સમયની વ્યૂહરચના બનાવવા જોડાયા હતા. સાથે જ આ બેઠકમાં હનુમાનજીને લઈને નિવેદન આપનાર વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના નૌતમ સ્વામીને તમામ હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં