Wednesday, October 2, 2024
More
    હોમપેજદેશ'સાંઈ બાબા નહીં, તે ચાંદ મિયાં છે...': એક-એક કરીને વારાણસીના 14 મંદિરોમાંથી...

    ‘સાંઈ બાબા નહીં, તે ચાંદ મિયાં છે…’: એક-એક કરીને વારાણસીના 14 મંદિરોમાંથી હટાવી લેવાઈ પ્રતિમાઓ, હિંદુ સંગઠને કહ્યું- ભગવાન સાથે તેમની મૂર્તિ નહીં પૂજાય

    હિંદુ સંગઠને કહ્યું કે, "આવા કાશી ખંડના મંદિરોમાં વિધર્મી ચાંદ મિયાં ઉર્ફ સાંઈ બાબાની પ્રતિમા સ્થાપિત કરવી દુર્ભાગ્યપૂર્ણ અને મહાપાપ છે. અમે લોકો મંદિરના પૂજારી અને મહંતોને સમજાવીને આ પ્રતિમાઓ હટાવી રહ્યા છીએ."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસીથી (Varanasi, UP) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, વારાણસીના હિંદુ મંદિરોમાંથી (Hindu Mandir) એક-એક કરીને સાંઈ બાબાની (Sai Baba) પ્રતિમાઓ હટાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં 14 મંદિરોમાંથી પ્રતિમાઓ હટાવી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સનાતન રક્ષક દળના (Sanatan Rakshak Dal) પ્રદેશ અધ્યક્ષ અજય શર્માની આગેવાની હેઠળ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ આ અભિયાન શરૂ કર્યું છે. જોકે, સપા MLCએ આ ઘટનાનો વિરોધ કર્યો છે. સનાતન રક્ષક દળના પ્રદેશ અધ્યક્ષ અજય શર્માએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, હિંદુઓના ભગવાનો સાથે કોઈ ફકીરની પ્રતિમાને નહીં પૂજવામાં આવે.

    તાજેતરના જ કેટલાક દિવસોમાં વારાણસીના હિંદુ મંદિરોમાંથી સાંઈ બાબાની પ્રતિમાઓ (Sai Baba Idol) હટાવી લેવામાં આવી હતી. તાજેતરમાં તેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. જેને લઈને ભારે વિવાદ પણ ઊભો થયો હતો. પરંતુ, સનાતન રક્ષક દળે એક-એક કરીને 14 જેટલા હિંદુ મંદિરોમાં જઈને આ પ્રતિમાઓ હટાવી લીધી હતી. તેમણે આખું એક અભિયાન ચલાવીને આ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. સનાતન રક્ષક દળના પ્રદેશ અધ્યક્ષ અજય શર્માએ કહ્યું કે, સાંઈ બાબાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે તે યોગ્ય નથી.

    ‘સાઈ બાબા નહીં, તે ચાંદ મિયાં છે’- હિંદુ સંગઠન

    સનાતન રક્ષક દળના પ્રદેશ અધ્યક્ષ અજય શર્મા છેલ્લા એક અઠવાડિયાથી કાશીના મંદિરોમાંથી સાઈ બાબાની પ્રતિમા હટાવવાના અભિયાનમાં કામ કરી રહ્યા છે. નવભારત ટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન અજય શર્માએ કહ્યું હતું કે, હિંદુઓ પોતાના ભગવાનો અને પરંપરાઓને ભૂલી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, “સનાતન સંસ્કૃતિ અને પરંપરામાં સનાતન ધર્મી વૈદિક પૂજા-અર્ચના હિંદુઓ ભૂલી ગયા છે. કાશીના પૌરાણિક ધર્મસ્થાનોમાં 33 કોટિ દેવતા વિદ્યમાન છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “આવા કાશી ખંડના મંદિરોમાં વિધર્મી ચાંદ મિયાં ઉર્ફ સાંઈ બાબાની પ્રતિમા સ્થાપિત કરવી દુર્ભાગ્યપૂર્ણ અને મહાપાપ છે. અમે લોકો મંદિરના પૂજારી અને મહંતોને સમજાવીને આ પ્રતિમાઓ હટાવી રહ્યા છીએ. હમણાં કાશી ખંડના અંદર આવતા દેવસ્થાનોમાંથી ચાંદ મિયાં ઉર્ફે સાંઈની પ્રતિમાઓ હટાવવામાં આવી રહી છે. ધીરે-ધીરે કાશી ખંડની બહાર પણ આ અભિયાન શરૂ કરવામાં આવશે.” દરમિયાન તેમણે સાંઈ બાબાને ચાંદ મિયાં ગણાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં