Friday, November 22, 2024
More
    હોમપેજદેશમંગાવી વેજ થાળી, આવી નોનવેજ... રેલવેએ 'સાગર બાર્બેક્યુ'ના માલિક ફૈઝને ચેતવણી આપીને...

    મંગાવી વેજ થાળી, આવી નોનવેજ… રેલવેએ ‘સાગર બાર્બેક્યુ’ના માલિક ફૈઝને ચેતવણી આપીને છોડ્યો: અન્ય કિસ્સામાં, શાકાહારી મહિલાને ચિકન બર્ગર પહોંચાડવા બદલ KFCને દંડ

    યાત્રીએ ટ્રેનમાં યાત્રા દરમિયાન ઓનલાઈન ફૂડ ડીલીવરી કરતી એપ ZOOP પરથી એક ઓર્ડર કર્યો હતો. સ્થાનિક 'સાગર બાર્બેક્યુ' નામના આઉટલેટ પરથી તેણે ભોજન મંગાવ્યું હતું. પીડિત વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ દુકાનના માલિકનું નામ ફૈઝ છે. વેજ ઓર્ડર કરવા છતાં આઉટલેટે તેને માંસાહારી ભોજનના ડબ્બા પર 'વેજ સ્પેશ્યલ થાળી'નું સ્ટીકર મારીને ડીલવરી આપી દીધી હતી.

    - Advertisement -

    ઓનલાઈન ભોજન ઓર્ડર કરતા અનેક લોકોને કડવા અનુભવો થઈ ચૂક્યા છે. અનેક એવી ઘટના બની છે કે, શાકાહારી લોકોને માંસાહારી ભોજન મોકલી દેવામાં આવ્યું હોય. આવી જ એક ઘટના દિલ્હીના રેલવે સ્ટેશન ખાતેથી આવી છે. એક તરફ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેવામાં એક હિંદુ યાત્રીએ સાગર નામના ફૂડ આઉટલેટ પરથી ‘વેજ સ્પેશ્યલ થાળી’નો ઓર્ડર કર્યો હતો. ફૈઝ નામના વ્યક્તિની માલિકીની રેસ્ટોરાએ માંસાહારી ભોજન પર ‘શાકાહારી સ્પેશ્યલ થાળી’નું સ્ટીકર મારીને મોકલી આપ્યું હતું. ટ્રેનમાં શાકાહારી યાત્રીને નોનવેજ થાળી આપી દેવાના આ કિસ્સામાં રેલવેએ કાર્યવાહીના નામે ફૈઝને માત્ર ચેતવણી આપી દીધી હતી. બીજી તરફ આ ભોજન ડિલવરી આપનાર શાહબુદ્દીન કુરેશી વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જ એક પલ્લવ નામના યાત્રીએ ટ્રેનમાં યાત્રા દરમિયાન ઓનલાઈન ફૂડ ડીલીવરી કરતી એપ ZOOP પરથી એક ઓર્ડર કર્યો હતો. પલ્લવે સ્થાનિક ‘Sagar Bar Be Que’ નામના આઉટલેટ પરથી મંગાવ્યું હતું. પીડિત વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ દુકાનના માલિકનું નામ ફૈઝ છે. વેજ ઓર્ડર કરવા છતાં આઉટલેટે તેને માંસાહારી ભોજનના ડબ્બા પર ‘વેજ સ્પેશ્યલ થાળી’નું સ્ટીકર મારીને ડિલીવરી આપી દીધી હતી.

    યાત્રીને આ બાબત ધ્યાનમાં આવતાં જ તેમણે X પર પોસ્ટ કરીને રેલવે અને IRCTCને ટેગ કરીને આના વિશે ફરિયાદ કરી હતી. તેમણે માંસાહારી ભોજનના ફોટા સાથે લખ્યું, “શ્રાવણ મહિનામાં શાકાહારી ભોજનના બદલામાં માંસાહારી ભોજન મોકલી આપવામાં આવ્યું.” યાત્રી પલ્લવે જણાવ્યું હતું કે, તેણે શાકાહારી ભોજન મંગાવ્યું હતું, તેમ છતાં ફૈઝ નામના વ્યક્તિના ‘સાગર બાર્બેક્યુ’ નામના આઉટલેટે ઈ-કેટરિંગ ડિલીવરી કરનાર શાહબુદ્દીન કુરેશીના હાથે નોનવેજ થાળી પર વેજનું સ્ટીકર મારીને મોકલી આપી હતી. યાત્રીનું કહેવું છે કે, તેઓ ચુસ્ત હિંદુ છે અને પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેવામાં નોનવેજ મોકલીને તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે.

    - Advertisement -

    આ ફરિયાદ મળતાંની સાથે જ રેલવે વિભાગે તરત પ્રતિક્રિયા આપીને યાત્રી પાસેથી જરૂરી માહિતી માંગી હતી. જોકે, થોડા જ સમય બાદ વિભાગે પલ્લવને જણાવ્યું હતું કે, “ભોજન મોકલવામાં ભૂલ થવાના કારણે તમને તમારા તમામ પૈસા પરત ચૂકવવામાં આવી રહ્યા છે. વેન્ડર પર પણ ઉચિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમને ચેતવણી આપવામાં આવી છે કે ભોજનના પેકિંગમાં ધ્યાન આપે, જો ફરી આવી ફરિયાદ આવી તો કડક કાર્યવાહી કરવામાં આવશે.”

    શાકાહારી મહિલાને ચિકન બર્ગર મોકલવા બદલ KFCને 12000નો દંડ

    જોકે, આ કોઈ પહેલી ઘટના નથી કે જેમાં શાકાહારી ગ્રાહકને માંસાહારી ભોજન મોકલી દેવામાં આવ્યું હોય. વર્ષ 2023માં ચંડીગઢ ખાતેના KFC આઉટલેટે એક શાકાહારી મહિલાને ચીકન બર્ગર આપ્યું હતું. આ મામલે મહિલાના પતિએ ફરિયાદ કરતા KFCએ ઉલટાનું ગ્રાહક પર આરોપ લગાવ્યા હતા કે, તેમણે ખોટી ફરિયાદ કરી છે અને તેઓ રૂપિયા પડાવવા માંગે છે. જોકે, બાદમાં ગ્રાહકે ગ્રાહક ઉપભોક્તામાં ફરિયાદ કરતા લાંબો કોર્ટ કેસ ચાલ્યો હતો. તાજેતરમાં જ આ મામલે ચુકાદો આવ્યો છે અને કોર્ટે KFCને દોશી માનીને તેને 12 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    આઉટલેટે ગ્રાહક પર બ્રાંડને બદનામ કરવાના હેતુથી ફરિયાદ કરી હોવાના આરોપ લગાવ્યા હતા. તો બીજી તરફ કોર્ટે બિલ અને રસીદોનું અધ્યયન કરતા કહ્યું હતું કે, “આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, KFCએ શાકાહારી ક્રીસ્પર બર્ગર આપવાનું હતું, તેની જગ્યાએ નોનવેજ બર્ગર આપી દીધું હતું. બર્ગરના મળતા ફોટા KFCના મેનેજમેન્ટમાં લાપરવાહી અને સર્વિસમાં ઉણપ દર્શાવી રહ્યા છે. KFCની દલીલો અને પુરાવાઓ ગ્રાહકે આપેલા પુરાવાને ખોટા સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.”

    આ મામલે મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા આયોગે કહ્યું હતું કે, “આ બાબતથી સ્પષ્ટ થાય છે કે, KFC મેનેજમેન્ટ દ્વારા ગ્રાહકને આપવામાં આવતી સેવામાં બેદરકારી દાખવવામાં આવી છે. આ બેદરકારીના કારણે ફરિયાદીના શુદ્ધ શાકાહારી પત્નીને માંસાહારી વાનગી આપવામાં આવી હતી. આ કારણે તેમની ભાવનાને ઠેસ પહોંચી છે અને તેમને માનસિક પીડા અને તણાવનો સામનો કરવો પડ્યો છે.” ટીપ્પણી સાથે-સાથે આયોગે KFCને ફરિયાદીને માનસિક ઉત્પીડન પર 7000 અને કેસ લડવાના ખર્ચ પેટે 5000 એમ કૂલ 12000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં