Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામચરિતમાનસ મુદ્દે રુબિકા લિયાકતે સ્વામી પ્રસાદ મૌર્યની કરી બોલતી બંધઃ સોશિયલ મીડિયા...

    રામચરિતમાનસ મુદ્દે રુબિકા લિયાકતે સ્વામી પ્રસાદ મૌર્યની કરી બોલતી બંધઃ સોશિયલ મીડિયા પર લોકોએ પૂછ્યું- અન્ય ધર્મો વિશે બોલતા કેમ લાગે છે ડર?

    આ પણ એક પ્રશ્ન ઉભો તો થાય જ છે કે જે લોકો પોતાને ઉદારવાદી અને નારીવાદી ગણાવે છે, તે લોકો ફક્ત હિંદુ ધર્મ વિષે જ કેમ બોલે છે. કોઈ પણ ઉદારવાદી આજ સુધી અન્ય ધર્મના ગ્રંથો પર કોઈ પણ પ્રકારની ટીપ્પણી કરતા નથી.   

    - Advertisement -

    ભારતમાં હિંદુ ધર્મ વિરોધમાં બોલવું, હિંદુ તહેવારો વિષે ગમે તેમ બોલવું કે પછી હિંદુ ગ્રંથો વિષે મનફાવે તેમ બોલવું એક ફેશન બની ગઈ છે. હાલમાં જ ‘રામચરિતમાનસ’ વિષે ગમે તેમ બોલવામાં આવી રહ્યું છે. આ વિવાદને ઉભો સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યો છે. તેમણે એક ચોપાઈનો આધાર બનાવીને તે ચોપાઈ મહિલાઓ અને સમાજના નીચેના તબકાના લોકો વિરુદ્ધમાં નફરત ફેલાવે છે તેવો આરોપ લગાવ્યો હતો. રુબીકા લીયાક્તે સ્વામી પ્રસાદ મૌર્યની આ મામલે બોલતી બંધ કરી હતી.

    એક મીડિયા ઈન્ટરવ્યુંમાં સ્વામી પ્રસાદ મૌર્ય સાવ ખુલ્લા પડી ગયા છે. ABP News નામની ચેનલ પર શિખર સંમેલન નામના એક કાર્યક્રમમાં સ્વામી પ્રસાદ મૌર્યને પણ બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈન્ટરવ્યું લેનાર રુબીકા લિયાકત સાથે બહેશ થઇ હતી. જેમાં રુબીકા લીયાક્તે સ્વામી પ્રસાદ મૌર્યને પૂછ્યું હતું કે તમે રામચરિતમાનસ વિરોધ એટલા માટે કરો છો કારણ કે તેમાં કથિત રીતે કોઈ ચોપાઈ મહિલા વિરોધી છે. તો બીજા ધર્મના ગ્રંથોમાં પણ કથિત રીતે મહિલા વિરોધી લાખનો છે, તો શું તમે તેનો વિરોધ કરશો? ત્યારે સ્વામી પ્રસાદ મૌર્ય જવાબ આપી શકતા નથી. સવાલને ટાળીને કુતર્ક આપે છે કે હું આ પુસ્તકો વિષે પણ બોલીશ પરંતુ હમણાં નહિ. અંતે સ્વામી પ્રસાદે રુબીકાને ભાજપાના એજન્ટ કહી દીધા હતા. નીચે વિડીઓમાં તમે આ આખો સંવાદ જોઈ શકો છો. 

    આ પણ એક પ્રશ્ન ઉભો તો થાય જ છે કે જે લોકો પોતાને ઉદારવાદી અને નારીવાદી ગણાવે છે, તે લોકો ફક્ત હિંદુ ધર્મ વિષે જ કેમ બોલે છે. કોઈ પણ ઉદારવાદી આજ સુધી અન્ય ધર્મના ગ્રંથો પર કોઈ પણ પ્રકારની ટીપ્પણી કરતા નથી.   

    - Advertisement -

     રુબીકા લિયાકત અને સ્વામી પ્રસાદ મૌર્ય વચ્ચેનો સંવાદ સોશિયલ મીડિયા ખુબ વાયરલ થઇ રહ્યો છે, લોકો પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમાં @cid5757 નામના ટ્વીટર હેન્ડલરે સ્વામી પ્રસાદ મૌર્યને ટેગ કરી કહ્યું હતું કે “સનાતન ધર્મ સહિષ્ણું છે, માટે સ્વામી પ્રસાદ મૌર્ય તેના વિષે બોલે છે. બીજા ધર્મ વિષે બોલતા કેમ ડર લાગે છે? કારણ કે તેને ખબર છે કે બોલશે તો સર કલમ કરી દેવામાં આવેશે.”

    @rightarmleftist નામના ટ્વીટર હેન્ડલરે શોર્ટમાં લખ્યું હતું કે “ઇસે કહેતે હૈ કહ કે લેના”

    આવી રીતે મોટા ભાગના લોકોએ સ્વામી પ્રસાદ મૌર્યના વર્તન પર સવાલ કર્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં