Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસમાજવાદી પાર્ટીમાં જ સ્વામી પ્રસાદ વિરુદ્ધ મોરચો: પાર્ટી પ્રવક્તાએ શ્રી રામચરિતમાનસ વિરુદ્ધ...

    સમાજવાદી પાર્ટીમાં જ સ્વામી પ્રસાદ વિરુદ્ધ મોરચો: પાર્ટી પ્રવક્તાએ શ્રી રામચરિતમાનસ વિરુદ્ધ બોલવા બદલ રાસુકા લગાવવા માંગ કરી

    સમાજવાદી પાર્ટીની પ્રવક્તા ડો. રોલી તિવારી મિશ્રાએ ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને રામચરિતમાનસના વિરોધમાં બોલતા સ્વામી પ્રસાદ મૌર્યનો ઉધડો લીધો હતો

    - Advertisement -

    સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય હાલમાં ચર્ચામાં છે. તે સતત હિંદુ ધર્મ ગ્રંથનું અપમાન કરતા રહ્યા છે. ખાસ કરીને કેટલાક દિવસોથી ઈરાદા પૂર્વક રામચરિતમાનસ વિશે એલફેલ બોલી રહ્યા છે. પરંતુ, હવે તેનો વિરોધ તેમની જ પાર્ટીમાં થઈ રહ્યો છે.

    મળતી માહિતી મુજબ, સમાજવાદી પાર્ટીની પ્રવક્તા ડો. રોલી તિવારી મિશ્રાએ ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને રામચરિતમાનસના વિરોધમાં બોલતા સ્વામી પ્રસાદ મૌર્યનો ઉધડો લીધો હતો અને સાથે એક ટ્વીટમાં તો તેમના ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવા માટે પણ અપીલ કરી હતી.

    સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ડો.રોલી તિવારીએ ટ્વીટ કરીને સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા કરવામાં આવેલા રામચરિતમાનસના અપમાન બાબતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, સાથે તેમણે કહ્યું હતું કે “હિંદુઓને જાતિઓમાં વહેંચવામાં આવી રહ્યા છે, અમુક લોકો દેશની સ્થિતિ ગૃહયુદ્ધ જેવી કરવા જઈ રહ્યા છે.”

    - Advertisement -

    રોલી તિવારી સ્વામી પ્રસાદ મૌર્યના વિરોધમાં ઘણા સમયથી ટ્વીટ કરી રહ્યાં છે. એક ટ્વીટમાં તેમણે સ્વામી પ્રસાદ મૌર્ય પર મહિલાનું અપમાન કરવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમના આ તરફના વલણથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું અને લોકો અંદાજો લગાવી રહ્યા હતા કે ડો.રોલી ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. ત્યારે તેમણે સ્પષ્ટતા તો ન કરી પરંતુ ભાજપ પર પણ હુમલો કરી ટ્વીટ કરી હતી કે “શ્રી રામ ચરિત માનસના અપમાન બાબતે ભાજપા કેમ મૌન છે?” યોગી આદિત્યનાથને ટેગ કરીને એક બીજી ટ્વીટમાં કહ્યું હતું કે “શ્રી રામચરિતમાનસના અપમાન કરનારાઓને હજુ કેમ જેલમાં નાખવામાં આવ્યા નથી?”

    એક અન્ય ટ્વીટમાં તેમણે દાવો કર્યો હતો કે “એક તરફ ભગવાન શ્રીરામ હતા અને બીજી તરફ રાજનીતિક લાભો અને પદો હતા. પરંતુ, મેં ભગવાન શ્રીરામને પસંદ કર્યા છે.”

    આ તમામ ટ્વીટો વચ્ચે ડૉ. રોલીએ અખિલેશ યાદવને પોતાનો હીરો બતાવતા પણ ટ્વીટ કરી છે સાથે સાથે મુલાયમસિંહ યાદવ તેમના નેતા છે તેઓ તેમને ખૂબ યાદ આવી રહ્યા છે તેવી પણ ટ્વીટ કરી છે. 

    સમાજવાદી પાર્ટી તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેમજ સ્વામી પ્રસાદ મૌર્યએ પણ કોઈ જવાબ આપ્યો નથી. સ્વામી પ્રસાદ મૌર્ય પહેલાં માયાવતી સાથે હતા, બાદમાં ભાજપા સાથે રહી સરકારમાં મંત્રી બન્યા હતા અને હાલમાં તેઓ સમાજવાદી પાર્ટીના મહાસચિવ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં