આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ (CM Himanta Biswa Sarma) કહ્યું કે, ભારતમાં આવી રહેલ પીડિતો બંગાળી હિંદુઓ નથી, પરંતુ રોહિંગ્યા મુસ્લિમ (Rohingya Muslim Intrusion) ઘૂસણખોરો છે. જે દેશમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા બે મહિનામાં આસામ બોર્ડર (Assam Border) પર પકડાયેલા તમામ ગેરકાયદે ઘૂસણખોરો રોહિંગ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળને ઘૂસણખોરોની ઓળખ કરવામાં સહયોગ કરવા પણ કહ્યું હતું.
CM હિમંતા સરમાએ રવિવારે (27 ઓક્ટોબર, 2024) ગુવાહાટીમાં ઘૂસણખોરી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા બે મહિનામાં, અમે 138 ઘૂસણખોરોને શોધી કાઢ્યા છે અને તેમને પાછા પણ મોકલ્યા છે. પરંતુ હું ફરી એક વાતનું પુનરાવર્તન કરવા માંગુ છું કે, બાંગ્લાદેશમાં દમનને કારણે હિંદુઓની ભારતમાં આવવાની અટકળોથી વિપરીત, અમે ઘૂસણખોરોમાં, હિંદુ બંગાળીઓ નહીં પણ માત્ર રોહિંગ્યા મુસ્લિમો જ જોઈ રહ્યા છીએ. હિંદુ બંગાળીઓ આપણા દેશમાં નથી આવી રહ્યા.”
Assam CM Himanta Biswa Sarma says, "Every day in the last two months, we have captured either one or a group of foreigners in our state. My feeling is that, because of the porous boundary between India and Bangladesh, despite best efforts by BSF, some people are still coming to… pic.twitter.com/UudNqLw0AF
— ANI (@ANI) October 27, 2024
તેમણે કહ્યું કે, છેલ્લા બે મહિનામાં આસામની સરહદ પર 138 ગેરકાયદે ઘૂસણખોરો ઝડપાયા છે અને તે બધા રોહિંગ્યા મુસ્લિમ હતા. તેમણે કહ્યું કે હિંદુ બંગાળીઓ વિશે કરવામાં આવતી તમામ અટકળો ખોટી સાબિત થઈ છે. તેમણે દરેક રાજ્યોને રોહિંગ્યા ઘૂસણખોરો અંગે સતર્ક રહેવા કહ્યું હતું.
CM સરમાએ કહ્યું છે કે, તેમણે એવા કેટલાક લોકોની પણ ઓળખ કરી છે, જેઓ ભારતમાં ઘૂસણખોરી કર્યા પછી બાંગ્લાદેશ પાછા જાય છે અને નવા ઘૂસણખોરો લાવે છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશથી આવતા ઘૂસણખોરો, જેમને આસામ દ્વારા રોકવામાં આવી રહ્યા છે, તેઓ પશ્ચિમ બંગાળ દ્વારા ફરીથી પ્રવેશ કરી શકે છે. CM સરમાએ કહ્યું છે કે, જો પશ્ચિમ બંગાળ સહયોગ કરશે તો ઘૂસણખોરો ભારતમાં પ્રવેશી શકશે નહીં.
આસામ ઉપરાંત CM સરમાએ ત્રિપુરા દ્વારા ઘૂસણખોરી રોકવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેમને તકલીફ એ નથી કે બાંગ્લાદેશથી કોણ આવી રહ્યું છે, પરંતુ તેઓ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને પાછા મોકલવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, મ્યાનમારથી આવતા રોહિંગ્યા ઘૂસણખોરો ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા રહે છે. ભારતમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા ઘૂસણખોરો આવી ચૂક્યા છે. આ ઘૂસણખોરો જે આસામ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા મારફતે પ્રવેશ કરે છે તેઓ બાદમાં દેશના વિવિધ ભાગોમાં ફેલાય જાય છે.