Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલાલુ યાદવની પાર્ટી આરજેડીએ કર્યું સંસદ ભવનનું અપમાન, કોફિન સાથે સરખામણી કરી:...

    લાલુ યાદવની પાર્ટી આરજેડીએ કર્યું સંસદ ભવનનું અપમાન, કોફિન સાથે સરખામણી કરી: લોકોએ કહ્યું- વિનાશકાળે વિપરીત બુદ્ધિ

    લોકોએ કહ્યું- જ્યારે આખું રાષ્ટ્ર લોકતંત્રના મંદિર સમાન સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને ઉત્સાહિત છે ત્યારે RJDનું આ ટ્વિટ ભારત પ્રત્યે તેમની નફરત ઉજાગર કરે છે.

    - Advertisement -

    એક તરફ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ અંતર બનાવી લીધું છે. ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીને સ્થાને રાષ્ટ્રપતિએ કરવું જોઈએ તેવું કારણ ધરીને આ પાર્ટીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. જેમાંથી એક લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD (રાષ્ટ્રીય જનતા દળ) પણ સામેલ હતી. RJDએ કાર્યક્રમનો બહિષ્કાર તો કર્યો જ પણ એક ડગલું આગળ વધીને હવે આ નવનિર્મિત ભવનનું અપમાન પણ કરી દીધું છે. 

    RJDના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી રવિવારે (28 મે, 2023) સવારે એક બે તસ્વીરો શૅર કરવામાં આવી હતી. જેમાં એકમાં કોફીન જોવા મળે છે જ્યારે બીજી તસ્વીર નવા સંસદ ભવનની છે. બંનેના આકાર સરખાવીને RJDએ લખ્યું કે- ‘આ શું છે?’ 

    RJDનું આ અપમાનજનક ટ્વિટ જેવું વાયરલ થયું કે લોકોએ પાર્ટીની ઝાટકણી કાઢી હતી અને લોકતંત્રના મંદિર કહેવાતા પવિત્ર સંસદ ભવનના અપમાન બદલ ખરીખોટી સંભળાવી હતી. ઘણાએ તો એમ પણ કહ્યું કે, આવી કરતૂતો કરીને પાર્ટી પોતાના પગ પર જ કુહાડો મારી રહી છે. 

    - Advertisement -

    બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે. ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ આ ટ્વિટનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને લખ્યું કે, ‘તેઓ આ સ્તર પર ઉતરી આવ્યા છે. RJDના રાજકારણના કોફિનમાં આ ટ્વિટ અંતિમ ખીલો સાબિત થશે. ત્રિકોણ કે ત્રિભુજનું ભારતીય પ્રણાલીમાં ખાસ મહત્વ છે.

    આ ઉપરાંત ઘણા ટ્વિટર યુઝરોએ પણ આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી. એક વ્યક્તિએ લખ્યું કે, આ કોફિન આરજેડીએ પોતાના માટે બનાવ્યું છે કારણ કે હવે તેમાં દફન થવાનો સમય આવી ગયો છે. 

    આલોક સિંઘે લખ્યું કે, 2024માં તેમને (RJD) નવી સંસદમાં જવા નહીં મળે એટલે પહેલાં જ પોતાના માટે કોફિન શોધી લીધું છે. 

    એક યુઝરે કહ્યું કે, આમાંથી પહેલી તસ્વીર છે એ આરજેડીનું ભવિષ્ય દર્શાવે છે, જ્યારે બીજો ફોટો ભારતનું ભવિષ્ય છે. 

    ઘણાએ આ કૃત્યને વિનાશકાળે વિપરીત બુદ્ધિ ગણાવી. 

    એક વ્યક્તિએ કહ્યું કે, તમે તો અહીં જઈ પણ ન શકો, કારણ કે ત્યાં જવા માટે સાંસદ જોઈએ અને જે જનતાએ તમને એકેય આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે લોકસભામાં RJD પાસે એકેય બેઠક નથી. 

    જતન આચાર્યે લખ્યું કે, જ્યારે આખું રાષ્ટ્ર લોકતંત્રના મંદિર સમાન સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને ઉત્સાહિત છે ત્યારે RJDનું આ ટ્વિટ ભારત પ્રત્યે તેમની નફરત ઉજાગર કરે છે. સાથે તેમણે લખ્યું કે, RJDએ આ ટ્વિટ કર્યું એ સારું કર્યું કારણ કે તેનાથી જનતાને એ જાણવા મળશે કે RJDના ભારત પ્રત્યે શું વિચાર છે. 

    અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, રાજકારણમાં આટલી નીચતા શરમજનક છે. એ સમજાતું નથી કે તમારો વિરોધ મોદી સાથે છે કે દેશ સાથે? આ ફોટો પરથી તમારી નિયત પર શંકા જાય છે. 

    ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલાં વિપક્ષી પાર્ટીઓએ વિરોધનો નવો મુદ્દો શોધી કાઢીને તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. તેમનું કહેવું હતું કે ઉદ્ઘાટન વડાપ્રધાને નહીં પરંતુ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે આ તેમનો વિષય નથી તેમ કહીને ફટકાર લગાવીને અરજી ફગાવી દીધી હતી. આજે વડાપ્રધાન મોદીએ સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં