કોંગ્રેસ કાવડ યાત્રાના વિરોધમાં આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે ટ્વિટ કરીને લખ્યું કે, “પુસ્તકો ઉપાડો, કાવડ ઉપાડવાની જરૂર નહીં પડે.” નોંધનીય છે કે મહાદેવના ભક્તો શ્રાવણ મહિનામાં કાવડ લઈને નીકળે છે અને પાણીભરીને શિવાલય સુધી પગપાળા યાત્રા કરે છે. ઉદાહરણ તરીકે, બિહાર-ઝારખંડના મોટાભાગના લોકો 12 જ્યોતિર્લિંગોમાંના એક દેવઘરમાં સ્થિત બાબા વૈદ્યનાથને જળ ચઢાવે છે. સોમવારે, ભગવાન શિવના અન્ય તહેવારો અથવા સામાન્ય દિવસોમાં પણ કાવડ યાત્રા થાય છે.
જ્યાં સુધી રિતુ ચૌધરીની વાત છે, તો તેઓ કોંગ્રેસમાં અન્ય ઘણા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે અને અન્ય સંસ્થાઓમાં પણ મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. હાલમાં તે કોંગ્રેસ પાર્ટીના ‘રાષ્ટ્રીય સંયોજક’ છે. તેમના નિવેદન બાદ લોકો પૂછી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીને હિંદુઓ પ્રત્યે આટલી નફરત કેમ છે? એકે યુઝરે તેમને સલાહ આપી કે તળિયા ચાટતા રહો, નોકરી કરવાની જરૂર નહીં પડે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે પથ્થર ઉપાડવા કરતા સારું છે કે અમે ધર્મ ને સમજ્યા અને કાવડ ઉપડ્યા,
https://t.co/syepXJgeB6
— Mahesh Tiwary (@maheshtiwary092) July 18, 2022
किताबें उठाओ
पत्थर नहीं 🥳#ArrestRituChoudhary
અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “તમે આ પણ કહી શકો છો, “પુસ્તક વાંચો, હજ પર જવાની જરૂર નહીં પડે”. પણ તમારામાં હિંમત નથી.” કેટલાકે તેમને ડીએનએ ટેસ્ટ કરાવવાની સલાહ આપી, જ્યારે અન્ય લોકોએ કાવડયાત્રાનું મહત્વ સમજાવ્યું અને જણાવ્યું કે કેવી રીતે લોકો રસ્તામાં કાવડીયાઓને આવકારવા માટે પાણી, ભોજન આપે છે. તેનાથી પરસ્પર ભાઈચારો વધે છે. હિંદુ હોવા છતાં હિંદુ ધર્મની મજાક ઉડાવવા બદલ લોકોએ તેમના પર આક્રોશ ઠાલવ્યો હતો.
આ પ્રથમ વખત નથી જેમાં કોંગ્રેસ કે તેમના સહયોગીઓ દ્વારા હિંદુ ધર્મ, હિંદુ ધર્મના તહેવારો કે પછી હિંદુ દેવી દેવતાઓનું અપમાન કર્યું હોય. આ પહેલા અનેક વખત તેઓ આમ કરી ચુક્યા છે, આ પહેલા છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે (8 મે 2022 ના રોજ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સવાલોમાં ઘેરવાની કોશિશમાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી ઉપર આપત્તિજનક ટીપ્પણી કરી હતી,CM બધેલે BJP અને RSS પર નિશાન સાધવાની આડમાં ભગવાન રામને લડાયક રેમ્બો કહ્યા અને હનુમાનજીને ક્રોધના પ્રતિક ગણાવ્યાં