Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમમતા બેનર્જીએ મળવા બોલાવ્યા અને તબીબોએ અચાનક સમેટી લીધી ભૂખ હડતાળ: કહ્યું-...

    મમતા બેનર્જીએ મળવા બોલાવ્યા અને તબીબોએ અચાનક સમેટી લીધી ભૂખ હડતાળ: કહ્યું- સંઘર્ષ રહેશે ચાલુ

    મમતા સરકારની ઢીલી નીતિઓ અને કેસ પ્રત્યે અસંવેદનશીલતા જોઈ જૂનીયર ડોકટરો મૃતક મહિલા તબીબને ન્યાય અપાવવા ભૂખ હડતાળ પર ઉતરી આવ્યા હતા. તેમના આ કાર્યથી TMC સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેમણે બેઠકમાં ભાગ લેવો હશે તો ભૂખ હડતાળ પૂર્ણ કરવી પડશે.

    - Advertisement -

    બહુચર્ચિત કોલકાતા (Kolkata) આરજી કર મેડીકલ કોલેજ ડોક્ટર રેપ વિથ મર્ડર કેસમાં (RG Kar rape-murder case) નવો વળાંક આવ્યો છે. હત્યા બાદ સરકારના વલણથી નારાજ જુનીયર ડોકરો પશ્ચિમ બંગાળમાં (West Bangal) પહેલા વિરોધ પ્રદર્શન અને છેલ્લે ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. ત્યારે હવે સીએમ મમતા બેનર્જીને (CM Mamata Banerjee) મળ્યા બાદ તબીબોએ અચાનક જ સંઘર્ષ યથાવત રાખીને ભૂખ હડતાળ (Hunger strike) સમેટી લીધી લેવાનો નિર્યણ કર્યો છે. તેમનો આ નિર્યણ સીએમ મમતા બેનર્જીને મળ્યા બાદ સામે આવ્યો છે. છેલ્લા 17 દિવસથી સરકાર સામે આકરું વલણ રાખી વિરોધ કરી રહેલા તબીબોએ એકદમ જ પાછળ હટી જતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.

    નોંધવું જોઈએ કે મમતા સરકારની ઢીલી નીતિઓ અને કેસ પ્રત્યે અસંવેદનશીલતા જોઈ જૂનીયર ડોકટરો મૃતક મહિલા તબીબને ન્યાય અપાવવા ભૂખ હડતાળ પર ઉતરી આવ્યા હતા. તેમના આ કાર્યથી TMC સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેમણે બેઠકમાં ભાગ લેવો હશે તો ભૂખ હડતાળ પૂર્ણ કરવી પડશે. જોકે તબીબોએ તેમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મમતા સરકારની એક પણ શરત નહીં સ્વીકારે અને તેમનું પ્રતિનિધિ મંડળ ભૂખ હડતાળ ચાલુ જ રાખશે.

    45 મીનીટનું કહીને બોલાવ્યા, 2 કલાક સુધી બેસાડ્યા

    ત્યારે સોમવારે (21 ઓકટોબર 2024) બાદ મમતા બેનર્જીએ હડતાળ કરી રહેલા તબીબોને મુલાકાત માટે બોલાવ્યા હતા. અહીં નોંધવા જેવી બાબત તે છે કે આ બેઠક માટે માત્ર 45 મિનીટનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પરંતુ મમતા બેનર્જીએ ત્બોબો સાથે સતત 2 કલાક સુધી બેઠક કરી હતી. અહેવાલોમાં સામે આવ્યું છે કે તબીબોને માત્ર એટલી જ સાંત્વના આપવામાં આવી છે કે, સરકાર તેમની માંગો પર વિચાર કરશે અને સમાધાન કાઢવાનો પ્રયાસ કરશે. અહેવાલોમાં ક્યાંય એમ નથી ટાંકવામાં આવ્યું કે વિરોધ કરી રહેલા ડોકટરોની કઈ માંગ સ્વીકારવામાં આવી છે કે કઈ માંગ નથી સ્વીકારવામાં આવી.

    - Advertisement -

    તેવામાં આ બેઠક પૂર્ણ થયા બાદ હડતાળની આગેવાની કરી રહેલા ડોકટરો પૈકીના એકે જાહેરમાં સામે આવીને ભૂખ હડતાળ પછી ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે પણ સરકાર દ્વારા કોઈ માંગ સ્વીકારવામાં આવી છે કે કેમ તેવી કોઈ સ્પષ્ટતા નથી કરી. તેમણે કહ્યું કે, “સરકારના અનુરોધ પર અમે ભૂખ હડતાળ પૂર્ણ કરી રહ્યા છીએ. અમે તેમના અનુરોધનું સન્માન કરીએ છીએ અને હડતાળ અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ.” અહીં નોંધવા જેવી બાબત તે છે કે તેમણે માત્ર ભૂખ હડતાળ પૂર્ણ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમનો સંઘર્ષ યથાવત ચાલુ જ રહેશે.

    5 ઓક્ટોબરથી ભૂખ હડતાળ પર હતા જુનિયર ડોકટરો

    નોંધવું જોઈએ કે મૃતક ડોક્ટરને ન્યાય અપાવવા અને તબીબી સુવિધાઓમાં સુધારો કરવાની માંગ સાથે જુનિયર તબીબો છેલ્લા 17 દિવસથી (5 ઓક્ટોબરથી) ભૂખ હડતાળ પર હતા. અત્યાર સુધી 6 ડોક્ટરોની તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 8 લોકો અનિશ્ચિત કાળની ભૂખ હડતાળ પર બેઠા હતા. ડોકટરોએ માંગ કરી હતી કે રાજ્ય સરકાર 21 ઓક્ટોબર સુધીમાં સમસ્યાના નિરાકરણ માટે નક્કર પગલા લે. જોકે સીએમ મમતા બેનર્જીને મળ્યા બાદ તબીબોએ સંઘર્ષ યથાવત રાખીને ભૂખ હડતાળ સમેટી લીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં