Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડમાં રેડ એલર્ટ: 30 ઓગસ્ટ સુધી વરસાદ...

    વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડમાં રેડ એલર્ટ: 30 ઓગસ્ટ સુધી વરસાદ મધ્ય-દક્ષિણ ગુજરાતને ધમરોળશે; મોરબીમાં ટ્રેક્ટર તણાતા 12 લોકો લાપતા

    26 ઓગસ્ટ 2024ના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીને વરસાદ ધમરોળશે. ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે તમામ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    એક તરફ તહેવારોની જમાવટ છે તો બીજી તરફ વરસાદે આખા ગુજરાતમાં માજા મૂકી છે. હવામાન ખાતાએ (Meteorological Department) કરેલી આગાહી અનુસાર હજુ પણ વરસાદનનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ તેના માટે જવાબદાર છે. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચે ઉદ્ભવેલી સિસ્ટમ આગળ વધવાનું શરૂ થતા આગામી 30 ઓગસ્ટ સુધી આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ત્યારે વડોદરા સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ (Red Alert) પણ આપી દેવામાં આવ્યું છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 ઓગસ્ટ 2024ના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીને વરસાદ ધમરોળશે. ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે તમામ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

    રેડ એલર્ટ વચ્ચે વડોદરાને વરસાદે ધમરોળ્યું

    એક તરફ હવામાન ખાતે વડોદરાને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે અને અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ વરસાદ જાણે આગાહી સાચી કરવા પર અડગ હોય તેમ અનાધાર વરસી રહ્યો છે. 25 ઓગસ્ટે આખો દિવસ ઝરમર પડ્યા બાદ વડોદરામાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ વાઘોડિયામાં (Waghodia) મોડી રાતથી સતત વરસાદના કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા છે. અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક કલાકોથી વીજળી પણ નથી. વાઘોડિયાના માડોધર સહિતના કેટલાક ગામોમાં વીજળી ગુલ છે.

    - Advertisement -

    મોરબીના ઢવાણામાં ટ્રેક્ટર તણાયું, 12 લોકો તણાયા

    મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વચ્ચે કચ્છ-સૌરાષ્ટ્રની સરહદ એવા મોરબીથી (Morbi) મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીના હળવદ તાલુકાના ઢવાણા ગામે એક ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 17 લોકો સવાર હતા અને 12 લોકો પાણીમાં લાપતા થયા છે. ઘટનાને લઈને મામલતદાર સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

    તાજી જાણકારી મુજબ 17 પૈકીના 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જયારે એક વ્યક્તિ તણાતા સમયે નજીકના ઝાડ પર ચઢી જતા તેનો પણ આબાદ બચાવ થયો છે, તેનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે. બાકીના લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. NDRF અને SDRF રેસ્ક્યુ માટે પહોંચી રહી છે, જયારે સ્થાનિકો સહિત જિલ્લાની ફાયર ટીમ અને પોલીસ પણ સતત ખડેપગે છે. પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકાના ધણાદ ગામ પાસે પણ એક રિક્ષા પાણીમાં તણાઈ હતી જેમાં બેઠેલા પાંચ પૈકીના ચાર વ્યક્તિઓનો બચાવ થયો હતો. બુટાવડા ગામ પાસે નદીમાં એક પુરુષ તણાઈ ગયો હોવાની માહિતી સામે આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં