Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરમાની નાઝે નહી પરંતુ અભીલીપ્સા પાંડાએ ગાયું હતું 'હર હર શંભુ' ગીત,...

    ફરમાની નાઝે નહી પરંતુ અભીલીપ્સા પાંડાએ ગાયું હતું ‘હર હર શંભુ’ ગીત, બે મહિના પહેલા યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવ્યું હતું આ લોકપ્રિય ગીત

    હાલમાં જ ફરમાની નાઝના નામે હર હર શંભો ગીત અત્યંત લોકપ્રિય થયા બાદ વિવાદ ઉત્પન્ન થયો હતો, પરંતુ ખરેખર તો આ ગીત અભિલીપ્સા પાંડાએ ગાયું છે.

    - Advertisement -

    દેશભરમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિનું ખૂબ મહત્વ છે. આ અવસર પર દરેક વ્યક્તિ ભોલે બાબાની પૂજા કરે છે અને તેમની ભક્તિમાં લીન રહે છે. દરમિયાન, તાજેતરમાં જ ભગવાન શંકરનું એક ગીત અને તેને ગાનાર ગાયિકા ખુબ ચર્ચામાં આવ્યા હતા.પરંતુ આ ગીત ફરમાની નાઝે નહીં પરંતુ અભીલીપ્સા પાંડાએ ગાયું હતું.

    વાસ્તવમાં, યુટ્યુબ સિંગર ફરમાની નાઝ હર હર શંભુ ગીત ગાઈને વિવાદમાં આવી ગઈ હતી. આ ગીતને કારણે ફરમાની નાઝ ઘણા સમયથી કટ્ટરવાદીઓના નિશાના પર છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત જેણે ગાયું છે તે અસલ ગાયક ફરમાની નહીં પરંતુ કોઈ અન્ય છે. આવો જાણીએ આ ગીતના અસલી ગાયક વિશે

    હર હર શંભુ ગીત ગાઈને, ફરમાની નાઝ ખુબ ચર્ચામાં હતી. તેમના આ ગીતને 3.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. પરંતુ આ ગીત વાસ્તવમાં ફરમાનીએ નહીં પણ અન્ય કોઈએ ગાયું છે. આ ગીતનું ઓરિજિનલ વર્ઝન બે મહિના પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને લગભગ 72 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ત્યાં તેના ગાયક વિશે વાત કરીએ તો, આ ગીત ખરેખર અભિલિપ્સા પાંડા અને જીતુ શર્માએ ગાયું છે. અભિલિપ્સાએ અત્યાર સુધીમાં ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. પરંતુ તેમના ગીત ‘હર હર શંભુ’એ વધુ લોકપ્રિયતા મેળવી હતી.

    - Advertisement -

    અમર ઉજાલાના અહેવાલ મુજબ ઓરિસ્સાની વતની અભિલિપ્સા બાળપણથી જ કલા સાથે જોડાયેલી છે. તેમણે ચાર વર્ષની ઉંમરે તેમના દાદા પાસેથી શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. આટલું જ નહીં તેની માતા ક્લાસિકલ ડાન્સર છે. પિતા પણ કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નાની બહેન પણ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આ ગીતથી લોકોના વખાણ મેળવનાર અભિલિપ્સા માત્ર સંગીત જ નહીં પરંતુ અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ પારંગત છે. ઓડિસી ડાન્સર હોવા ઉપરાંત, 18 વર્ષની અભિલિપ્સા માર્શલ આર્ટ અને કરાટેમાં પણ નિષ્ણાત છે.

    એટલું જ નહીં, આજતકે આપેલા અહેવાલ મુજબ અભીલીપ્સાએ 2019માં નેશનલ લેવલની કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. આ ઉપરાંત તેઓ રાજ્ય સ્તરના ડિબેટર પણ છે. આ બધા સિવાય તે અભ્યાસમાં પણ ટોપર છે. તેમના ગીત હર હર શંભુની સફળતા વિશે વાત કરતા અભિલિપ્સાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનું ગીત તમામ વર્ગના લોકોને પસંદ આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના કરાટે શિક્ષકેજ તેમનો પરિચય જીતુ શર્મા સાથે કરાવ્યો હતો. આ પછી બંનેએ આ ગીત પર વાત કરી અને પછી તે રેકોર્ડ કરવામાં આવ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં