Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાવધુ 102 ટન સોનું સ્વદેશ પરત લાવી RBI, ધનતેરસના દિવસે ઘોષણા: હવે...

    વધુ 102 ટન સોનું સ્વદેશ પરત લાવી RBI, ધનતેરસના દિવસે ઘોષણા: હવે 500 ટનથી વધુ ગોલ્ડ ભારતમાં જ સુરક્ષિત

    સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધીમાં 214 ટન સોનું સ્વદેશ પરત લાવવામાં આવ્યું છે. ભારત પાસે કુલ 855 ટન રિઝર્વ છે, જેમાંથી હવે 510.5 ટન સોનું ભારતમાં જ સંગ્રહિત છે. બાકીનું હજુ વિદેશોની બેન્કોમાં છે.

    - Advertisement -

    હિંદુ સમુદાયના લોકોમાં ધનતેરસના (Dhanteras) દિવસે સોનું-ચાંદી ખરીદવાનું ચલણ છે. ત્યારે આ વર્ષે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (Reserve Bank Of India) પણ ધનતેરસના દિવસે સોનું (Gold) ભારત પરત લાવી છે. RBIના જણાવ્યા અનુસાર, ધનતેરસ પર બ્રિટનની બેન્ક ઑફ ઈંગ્લેન્ડમાંથી 102 ટન સોનું સ્વદેશ પરત લાવવામાં આવ્યું છે. આ પગલું દર્શાવે છે કે RBI અને ભારત સરકાર તેમના સોનાના ભંડારને વધુ સુરક્ષિત બનાવવા સક્રિયપણે કામ કરી રહ્યાં છે.

    રિપોર્ટ્સ જણાવે છે કે, સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધીમાં 214 ટન સોનું સ્વદેશ પરત લાવવામાં આવ્યું છે. ભારત પાસે કુલ 855 ટન રિઝર્વ છે, જેમાંથી હવે 510.5 ટન સોનું ભારતમાં જ સંગ્રહિત છે. બાકીનું હજુ વિદેશોની બેન્કોમાં છે. નોંધવું જોઈએ કે સુરક્ષા અને અન્ય અમુક કારણોસર આ પ્રમાણેની વ્યવસ્થા હોય છે. 

    આ પગલું પોતાની સંપત્તિને ઘરે પરત લાવવાના RBI અને સરકારના સંયુક્ત પ્રયાસોને દર્શાવે છે. ઘણા સરકારી અધિકારીઓનું પણ એવું જ માનવું છે કે વર્તમાનમાં ચાલી રહેલ ભૂ-રાજનીતિક તણાવ અને મોંઘવારી વચ્ચે સોનું દેશમાં રહે એ જ યોગ્ય છે.

    - Advertisement -

    31 મેએ પણ મંગાવ્યું હતું 100 ટન સોનું

    31 મેના રોજ પણ 100 ટન સોનું બ્રિટનથી ભારતમાં લાવવામાં આવ્યું હતું. જે 1990ના દાયકામાં એકઠું કરવામાં આવેલ એક મોટું કન્સાઇનમેન્ટ હતું. તેના પછી આ બીજું મોટું શિપમેન્ટ મંગાવવામાં આવ્યું. સોનાના શિપમેન્ટને ગુપ્ત રાખવા માટે RBI અને સરકાર દ્વારા ખાસ વિમાનો અને કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ અનુસાર આ વર્ષે બીજા કોઈ મોટા શિપમેન્ટની અપેક્ષા નથી.

    ઉલ્લેખનીય છે કે પોતાના UKમાં સોનાનો ભંડાર ધરાવતી બેન્ક ઑફ ઈંગ્લેન્ડ તેના ‘બુલિયન વેરહાઉસ’ માટે પ્રખ્યાત છે. જેની સ્થાપના વર્ષ 1967માં કરવામાં આવી હતી. આ વેરહાઉસમાં લગભગ 4 લાખ સોનાની લગડીઓ રાખવામાં આવી છે. UK માટે તથા અન્ય સેન્ટ્રલ બેન્કો માટે બેન્ક ઑફ ઈંગ્લેન્ડ સુરક્ષિત રીતે ગોલ્ડ રિઝર્વની જાળવણી કરે છે. RBIનું 324 ટન સોનું તેમાં જ રાખેલું છે. RBIનું 20 ટનથી વધુનું સોનું ગોલ્ડ ડિપોઝિટના રૂપમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

    વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો ભાગ

    ઉલ્લેખનીય છે કે RBI અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017થી જ નિયમિત રૂપે સોનું ભેગું કરવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ 2023ના અંત સુધી વિદેશી મુદ્રા ભંડારમાં 7.75% સોનાનો સમાવેશ થતો હતો. આ પછી 2024માં સોનાના ભંડારનો લક્ષ્યાંક 8.7% સુધી લઇ જવાનો હતો. જે માર્ચમાં 8.1% વધુ હતો અને વર્તમાનમાં વિદેશી ભંડારમાં 9.3% સોનાનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે સરકાર અને RBI લક્ષ્યાંક કરતા લગભગ 1.6% વધુ સોનું એકઠું કરી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં