Monday, October 7, 2024
More
    હોમપેજરાજકારણજૂની સરકારોમાં દેશને ગીરવે મૂકવું પડતું હતું સોનું, હવે RBI તે પરત...

    જૂની સરકારોમાં દેશને ગીરવે મૂકવું પડતું હતું સોનું, હવે RBI તે પરત લાવવા ઉપરાંત કરી રહી છે નવી ખરીદી: દેશનું 100 ટન સોનું ઘરે પરત ફર્યું, 3 દાયકાથી પડ્યું હતું બેંક ઓફ ઈંગ્લેન્ડમાં

    અર્થશાસ્ત્રી સંજીવએ કહ્યું, "ભારત હવે તેનું મોટાભાગનું સોનું પોતાની પાસે રાખશે. તે એક મહત્વની વાત છે કારણ કે 1991માં દેશનું સોનું રાતોરાત બહાર ગીરવે મોકલી દેવામાં આવ્યું હતું."

    - Advertisement -

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેનું 100 ટન સોનું ઈંગ્લેન્ડથી પાછું લાવીને ભારતમાં રાખ્યું છે. હવે આ સોનું ઈંગ્લેન્ડને બદલે ભારતમાં રાખવામાં આવનાર છે. આગામી દિવસોમાં વધુ સોનું ભારતમાં પરત આવવાનું છે. હવે આ સોનું RBI પાસે જ રખાશે.

    છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાં સોનાના વધતા જતા ભારતીય સ્ટોકને કારણે રિઝર્વ બેંકે તેને દેશમાં પરત લાવવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક આગળ પણ વિદેશમાંથી વધુ સોનું પરત લાવશે. એવું કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ફરીથી 100 ટન સોનું દેશમાં પાછું લાવી શકે છે.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રિઝર્વ બેંક પાસે હાલમાં 822 ટન સોનું છે. તેમાંથી 100.3 ટન સોનું ભારતમાં રાખવામાં આવ્યું છે જ્યારે 413.8 ટન હાલમાં વિદેશમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય ભારતમાં નોટો આપવા માટે 308 ટન સોનું રાખવામાં આવ્યું છે.

    - Advertisement -

    દેશનું સોનું પરત લાવવા ઉપરાંત નવું સોનું પણ ખરીદી રહી છે RBI

    વિશ્વભરના મોટાભાગના દેશોની જેમ ભારતે પણ પોતાનું સોનું લંડનમાં રાખેલું છે. પરંતુ હવે તે સોનું લંડનથી પરત ભારત લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોતાનું સોનું પરત લાવવા ઉપરાંત રિઝર્વ બેંક નવી સોનું પણ ખરીદી રહી છે.

    રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23માં 34.3 ટન નવું સોનું અને 2023-24માં 27.7 ટન નવું સોનું ખરીદ્યું છે. ભારતની સોનાની સતત ખરીદી દર્શાવે છે કે તેનું અર્થતંત્ર મજબૂત છે અને તે તેના નાણાકીય સુરક્ષા વ્યવસ્થાપનને મજબૂત બનાવી રહ્યું છે. રિઝર્વ બેંક વિશ્વની કેટલીક બેંકોમાંની એક છે જે સોનું ખરીદે છે.

    કોંગ્રેસ અને કોંગ્રેસ સમર્થિત સરકારોએ ગીરવે મૂક્યું હતું દેશનું સોનું

    હાલમાં જ્યારે રિઝર્વ બેંક વિદેશમાંથી તેનું સોનું પાછું લાવીને દેશમાં રાખી રહી છે, ત્યારે લગભગ 3 દાયકા પહેલા કોંગ્રેસ-ત્રીજા મોરચાની સરકારોએ ભારતનું સોનું ગીરવે મૂક્યું હતું. 1991માં અર્થવ્યવસ્થાના ગેરવહીવટને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને કારણે ભારતને વિદેશમાં તેનું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું.

    જુલાઈ 1991માં, કોંગ્રેસની નરસિમ્હા રાવ સરકારે ડોલર એકત્ર કરવા માટે વિદેશી બેંકો પાસે દેશનું સોનું ગીરવે રાખ્યું હતું. જુલાઈ 1991માં, નરસિમ્હા રાવ સરકારે $400 મિલિયન એકત્ર કરવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સાથે 46.91 ટન સોનું ગીરવે આપ્યું હતું. આ પહેલા આ સરકારોએ અમુક સોનું વેચ્યું પણ હતું.

    મે 1991માં, ભારતે સ્વિટ્ઝર્લેન્ડની UBS બેંકને સોનું વેચ્યું, જેના દ્વારા સરકારે $200 મિલિયન એકત્ર કર્યા હતા. કહેવામાં આવ્યું હતું કે આ તે સોનું હતું જે દાણચોરો પાસેથી પકડાયું હતું અને દેશની બેંકોમાં જમા કરવામાં આવ્યું હતું. અહેવાલો દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન 20 ટન સોનાનું વેચાણ થયું હતું.

    શું કહે છે અર્થશાસ્ત્રીઓ?

    અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે આ સમાચાર વિશે કહ્યું છે કે ભારત માટે આ એક મોટો બદલાવ છે. તેઓએ કહ્યું, “જ્યારે કોઈ જોઈ રહ્યું ન હતું, ત્યારે આરબીઆઈ તેના 100 ટન સોનાના ભંડારને યુકેમાંથી ભારતમાં પાછું લાવ્યું છે. મોટા ભાગના દેશો બેંક ઓફ ઈંગ્લેન્ડના તિજોરીમાં અથવા આવા કોઈ સ્થાનમાં તેમનું સોનું રાખે છે (અને વિશેષાધિકાર માટે ફી ચૂકવે છે).”

    તેઓએ આગળ કહ્યું, “ભારત હવે તેનું મોટાભાગનું સોનું પોતાની પાસે રાખશે. તે એક મહત્વની વાત છે કારણ કે 1991માં દેશનું સોનું રાતોરાત બહાર ગીરવે મોકલી દેવામાં આવ્યું હતું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં