Tuesday, July 2, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સવિરાટ-રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી, કહ્યું-...

    વિરાટ-રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી, કહ્યું- વર્લ્ડ કપ જીતવો એક સ્વપ્ન હતું, બીજા ફોર્મેટમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરતો રહીશ

    આ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજો પણ T20માંથી નિવૃત્તિની ઘોષણા કરી ચૂક્યા છે. જેમાં સુકાની રોહિત શર્મા અને બેટર વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. 

    - Advertisement -

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આ બાબતની જાહેરાત કરી છે. 

    જાડેજાએ વર્લ્ડ કપ ટ્રોફી સાથે પોતાનો ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે, “કૃતજ્ઞતાના ભાવ સાથે હું T20 ઈન્ટરનેશનલ્સને અલવિદા કહી રહ્યો છું. મેં હંમેશા દેશ માટે સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે અને અન્ય ફોર્મેટમાં મારું શ્રેષ્ઠ આપવાના પ્રયાસો કરતો રહીશ. T20 વર્લ્ડ કપ જીતવો એ સ્વપ્ન સાકાર થયા જેવું હતું અને મારી T20 કારકિર્દીનું શિખર કહી શકાય. આટલી યાદો અને અભૂતપૂર્વ સમર્થન બદલ આભાર. જય હિન્દ.”

    રવિન્દ્ર જાડેજા એ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા, જેણે શનિવારે (29 જૂન) દક્ષિણ આફ્રિકાને હરાવીને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ પોતાને નામ કર્યો. અમેરિકા અને આફ્રિકામાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને એક પણ મેચ હાર્યા વગર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં ટીમનો મુકાબલો યજમાન દક્ષિણ આફ્રિકા સાથે થયો હતો. અંતિમ બોલ સુધી પહોંચેલી આ મેચમાં ભારતનો 7 રનથી વિજય થયો. 

    - Advertisement -

    વિરાટ કોહલી, રોહિત શર્મા પણ T20 ઇન્ટરનેશનલને કહી ચૂક્યા છે અલવિદા

    નોંધવું જોઈએ કે આ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજો પણ T20માંથી નિવૃત્તિની ઘોષણા કરી ચૂક્યા છે. જેમાં સુકાની રોહિત શર્મા અને બેટર વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. 

    મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, “આ મારો અંતિમ T20 વર્લ્ડ કપ હતો, હવે નવી પેઢી માટે આગળ વધવાનો સમય છે. હજુ બે વર્ષનો સમય છે (T20 વર્લ્ડ કપ દર બે વર્ષે રમાય છે), ભારતમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેઓ T20 ફોર્મેટમાં ભારતને આગળ લઇ જશે અને આપણે તેમને IPLમાં રમતા જોઈએ છીએ એવું જ પ્રદર્શન અહીં પણ કરશે. તેઓ આ ટીમને અહીંથી આગળ લઇ જશે અને દેશનો ઝંડો ઊંચો રાખશે તેમાં મને કોઈ શંકા નથી.” 

    વિરાટ કોહલી બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી. મેચ બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે, “આ મારી અંતિમ T20 મેચ હતી. આ ફૉર્મેટને અલવિદા કહેવાનો આનાથી સારો સમય કોઇ નથી. મેં આની દરેક ક્ષણને જીવી છે. આ જ ફોર્મેટ રમીને મેં ભારતીય ક્રિકેટ ટીમમાં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. હું આ જ ઇચ્છતો હતો, મારે કપ જીતવો હતો.” આગળ રોહિત શર્માએ કહ્યું કે, “મારે આ જ જોઈતું હતું. આ ક્ષણોને શબ્દોમાં ઢાળવી બહુ કઠિન છે. મારા માટે આ ભાવુક ક્ષણો છે. મારે કોઇ પણ રીતે કપ જીતવો હતો, આખરે અમે જીતી શક્યા એનો આનંદ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં