તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વયરલ થયો હતો, જેમાં એક યુવક પોતાને બુલંદશહરનો રાશિદ ખાન જણાવીને શ્રદ્ધા વાલકરની હત્યા અને ટુકડા કરવાને યોગ્ય ઠેરવતો જોવા મળે છે. જોકે, પોતાને રાશિદ ગણાવતો આ યુવક ખરેખર વિકાસ જાટવ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ ખુલાસો થયો હતો.
બુલંદશહર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ અધિકારીએ આ બાબતની જાણકારી આપતાં કહ્યું કે, વાયરલ વિડીયો દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોતાને રાશિદ જણાવતા વ્યક્તિએ આપત્તિજનક વાતો કહી હતી. આ આરોપીની ધરપકડ માટે સિકંદરાબાદની પોલીસને કામે લગાડવામાં આવી હતી.
सोशल मीडिया के माध्यम से दिल्ली में बना एक वीडियो संज्ञान में आया था जिसमें एक व्यक्ति द्वारा स्वयं को बुलन्दशहर का निवासी बताते हुए आप्पत्तिजनक टिप्पणी की थी प्रकाश में आये अभियुक्त को थाना सिकन्द्राबाद पुलिस द्वारा गिरफ्तार किया गया है इस सम्बन्ध मे वरिष्ठ पुलिस अधीक्षक की बाइट pic.twitter.com/AyTLBvdTgu
— Bulandshahr Police (@bulandshahrpol) November 25, 2022
ઑપઇન્ડિયાને મળેલ જાણકારી અનુસાર, યુવકનું પૂરું નામ વિકાસ જાટવ છે અને તેના પિતાનું નામ ચોખેલાલ છે. તે મૂળરૂપે સિકંદરાબાદ પોલીસ મથકક્ષેત્રના ગામ મૌલાબાદનો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો વાયરલ થયા બાદ વિકાસ ભાગીને ગામ આવી ગયો હતો.
વિકાસ સામે આઇપીસીની કલમ 295-A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે. તેની સામે યુપીના બે અલગ-અલગ જિલ્લાઓમાં કેસ દાખલ થયા છે. આ કેસ ચોરી અને ગેરકાયદેસર હથિયાર રાખવા મામલે દાખલ કરવામાં આવ્યા હતા.
आफताब द्वारा किए गए 35 टुकड़ों को जस्टिफाई करने वाले कथित "राशिद खान" को आखिर UP की बुलंदशहर पुलिस ने ढूंढ निकाला। वो राशिद नहीं, विकास कुमार निकला। आरोपी विकास अरेस्ट है।#Delhi #Bulandshahr #Up pic.twitter.com/zfIuzKn3QL
— Sachin Gupta (@sachingupta787) November 25, 2022
વાયરલ વિડીયોમાં પોતાને રાશિદ ગણાવતો વિકાસ કહેતો જોવા મળે છે કે, જો ગુસ્સો આવી જાય તો માણસ 35 શું 36 ટુકડા પણ કરી શકે છે. જ્યારે પત્રકારે પૂછ્યું કે આવી ટ્રેનિંગ ક્યાંથી મળે છે? તો જવાબમાં તેણે કહ્યું હતું કે, આમાં ટ્રેનિંગની જરૂર નથી. ચપ્પુ લો અને આમતેમ મારતા જાવ. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે, તેની પણ કોઈ સાથે લડાઈ થઇ જાય તો તે પણ એવું કરી શકે છે.
ત્યારબાદ પત્રકાર કહે છે કે તેને અનુભવ હોય તેમ લાગી રહ્યું છે. જેની પર તે કહે છે કે, મને અનુભવ છે. મારી કોઈ સાથે લડાઈ થઇ જાય તો હું તો તેને દફનાવી દઈશ…મિત્રતા થોડી કરીશ.. પણ જેની સાથે લડાઈ થાય તેની સાથે જ (આવું કરીશ).
આફતાબની કરતૂતને યોગ્ય ઠેરવીને તેણે કહ્યું હતું કે, “ખોટું કર્યું કે સાચું, પણ તેણે કરી દીધા હશે 35 ટુકડા. વધુ નહીં તો 35 કર્યા હશે. બંનેની ભૂલ હશે. એક જતી રહી, બીજો પણ જતો રહેશે.”