Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'અશાંતધારો લાગુ હોવા છતાં બિનહિંદુઓ મકાન ખરીદવા કરી રહ્યા છે પ્રયત્નો': રાજકોટની...

    ‘અશાંતધારો લાગુ હોવા છતાં બિનહિંદુઓ મકાન ખરીદવા કરી રહ્યા છે પ્રયત્નો’: રાજકોટની સોસાયટીના રહીશોનો વિરોધ, ઘર બહાર ‘મકાન વેચવાનું છે’નાં બોર્ડ લાગ્યાં હોવાનો વિડીયો વાયરલ

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક સોસાયટી નજરે પડી રહી છે. આ સોસાયટીના લગભગ તમામ મકાનો પર 'આ મકાન વેચનું છે'ના બેનરો મારવામાં આવ્યા છે. વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં કેટલાક બિનહિંદુ લોકો અહીં મકાન ખરીદવાના પ્રયત્નો કરી રહ્યા છે

    - Advertisement -

    રાજકોટના બજરંગવાડી વિસ્તારના લોકોનો આરોપ છે કે તેમના વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં બિનહિંદુઓ દ્વારા મકાન ખરીદવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ઘટનાના વિરોધમાં સ્થાનિક સોસાયટીના રહીશોએ સાગમટે ‘આ મકાન વેચવાનું છે’નાં બોર્ડ લગાવ્યાં છે. લોકોનો દાવો છે કે બિનહિંદુઓ કાવતરાં કરીને અહીં મિલકત ખરીદવા માંગે છે. રહીશોએ વિરોધ નોંધાવી રામધૂનનું પણ આયોજન કર્યું હતું.

    હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક સોસાયટી નજરે પડી રહી છે. આ સોસાયટીના લગભગ તમામ મકાનો પર ‘આ મકાન વેચવાનું છે’નાં બેનરો મારવામાં આવ્યાં છે. વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં કેટલાક બિનહિંદુ લોકો અહીં મકાન ખરીદવાના પ્રયત્નો કરી રહ્યા છે. વિડીયો રાજકોટના સંવેદનશીલ વિસ્તાર ગણતા બજરંગવાડીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    સમગ્ર ઘટનામાં સ્થાનિક હિંદુ રહેવાસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે બેનરો લગાવવા ઉપરાંત રામધૂન અને હનુમાન ચાલીસના પાઠ પણ કરવામાં આવ્યા હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં કાયદાને નેવે મૂકીને કેટલાક બિનહિંદુઓ પ્રોપર્ટી ખરીદવા માંગે છે. આ મામલે એક સ્થાનિકે મીડિયાને જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા જે અશાંતધારો લગાવવામાં આવ્યો છે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “અહીં આસપાસમાં તમામ વસ્તી હિંદુઓની છે અને વિધર્મીઓને મકાન આપીને અમારી એકતા અને ભરોસો તોડવાની વાતો ચાલી રહી છે. બહારના દેશોની તાકતો અમને તોડવા માટે રોકડા રૂપિયા આપીને મકાન ખરીદવા માંગે છે.” સ્થાનિક મહિલાનું નામ કહી તેઓ જણાવે છે કે, “તેમનું મકાન ખરીદવાની તૈયારી કરી દેવામાં આવી હતી, પરંતુ અમે તેનો વિરોધ નોંધાવ્યો છે. બેનરો સાથે રામધુન અને હનુમાન ચાલીસાના પાઠ વગેરે કરી રહ્યા છીએ અને આગામી સમયમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરી સહિતની જગ્યાઓ પર અમે અરજીઓ આપવાની તૈયારી કરી રહ્યા છીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં