Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: તત્કાલીન TPO સહિત મહાનગરપાલિકાના ચાર અધિકારીઓની ધરપકડ

    રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: તત્કાલીન TPO સહિત મહાનગરપાલિકાના ચાર અધિકારીઓની ધરપકડ

    તમામને શુક્રવારે (31 મે) કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ તમામનાં નામો પણ FIRમાં ઉમેરવામાં આવ્યાં છે. 

    - Advertisement -

    રાજકોટના TRP ગેમઝોનમાં આગ ફાટી નીકળવાના કારણે 27 લોકોનાં મૃત્યુ બાદ આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. દરમ્યાન જાણવા મળ્યું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચાર અધિકારીઓની ધરપકડ કરી છે. આ તમામ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે. 

    જેમની ધરપકડ કરવામાં આવી તેમની ઓળખ રાજકોટ મનપાના તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા તરીકે થઈ છે. તમામને શુક્રવારે (31 મે) કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ તમામનાં નામો પણ FIRમાં ઉમેરવામાં આવ્યાં છે. 

    ઉલ્લેખનીય છે કે ભીષણ અગ્નિકાંડ બાદ સરકારે એક પછી એક પગલાં લેવા માંડ્યાં હતાં અને અમુક જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જેમાં આ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ પણ સામેલ હતા. પછીથી અમુકની પૂછપરછ પણ કરવામાં આવી હતી. હવે 4 અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની સામે હવે કેસ ચલાવવામાં આવશે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાએ ગત વર્ષે ગેમઝોનનું ગેરકાયદેસર મેટલ સ્ટ્રક્ચર તોડી પાડવા માટે નોટિસ પાઠવી હતી, પણ પછીથી આ મામલે કોઇ કાર્યવાહી કરવામ ન આવી. જેને લઈને તેમની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. સાથે તેમના બે આસિસ્ટન્ટ અધિકારીઓની પણ ધરપકડ થઈ છે. જેમણે ગેમઝોન સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ગેમઝોનને કોઇ ફાયર સેફ્ટીનું ક્લિયરન્સ ન મળવા છતાં છેલ્લાં 2 વર્ષથી ચાલી રહ્યું હતું, તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવી, જેથી સ્ટેશન ફાયર ઓફિસર સામે પણ કાર્યવાહી થઈ છે. 

    હાલ એન્ટી કરપ્શન બ્યુરો આ અધિકારીઓને બેનામી સંપત્તિ છે કે કેમ અને છે તો કેટલી અને ક્યાં છે તે બાબતની પણ તપાસ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ACBએ તાજેતરમાં જ ફાયર ઓફિસર અને TPO સાગઠીયાના ઘરે ચેકિંગ હાથ ધર્યું હતું. 

    આ કેસમાં પોલીસ ભવન ખાતે ગુરૂવારથી (30 મે) અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. શહેર ક્રાઈમ બ્રાન્ચની ટાઈમ 2021થી 2024 દરમિયાન જે-તે વોર્ડમાં ફરજ બજાવનારા અધિકારીઓ, તત્કાલીન ATP, AEE, વર્ક આસિસ્ટન્ટ અને સર્વેયર સહિતના અધિકારીઓની વિગતો મંગાવી હતી. ઉપરાંત, ડેપ્યુટી ફાયર ઓફિસર અને તત્કાલીન TPO એમ. ડી સાગઠિયાની પણ પૂછપરછ થઈ હતી, જેમાંથી સાગઠિયાની હાલ ધરપકડ કરવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં