તાજેતરમાં રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં હાર બાદ પણ લોકો ટીમ ઇન્ડિયાની મહેનત અને ખેલદિલીને વધાવી રહ્યા છે. આખા વર્લ્ડ કપમાં અજેય રહેનાર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ હર બાદ ભાંગી પડ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને રૂબરૂમાં મળીને હિમ્મત અને આશ્વાસન આપ્યું હતું. એક તરફ આખો દેશ ભારતીય ક્રિકેટરો સાથે ઉભો છે તો બીજી તરફ લેફ્ટ લિબરલ ગેંગને આ હારથી વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરવાનો મોકો મળી ગયો હોય તેમ તમામ એક સૂરમાં ‘પનોતી’ કહીને દોષનો ટોપલો તેમના પર ઢોળી રહ્યા છે. તેવામાં હવે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ પણ પાર્ટી પ્રચારમાં પનોતી શબ્દ વાપરીને વર્લ્ડ કપની મેચનો ઉલ્લેખ કર્યો છે.
અહેવાલો અનુસાર રાહુલ ગાંધી મંગળવારે (21 નવેમ્બર 2023) રાજસ્થાનના જાલોરમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટ ટીમની ફાઈનલમાં હારનો પણ ઉલ્લેખ કર્યો. વાસ્તવમાં રાહુલ ગાંધી જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને તેમના પર નિશાન સાધી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ ‘પનોતી’ની બુમો પાડી. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, “આપણા છોકરાઓ (ટીમ ઇન્ડિયા) સારી રીતે વર્લ્ડ કપ જીતી જાત, પણ પનોતીએ હરાવી દીધા. ટીવી વાળા આ નહી કહે, પણ જનતા જાણે છે.” આટલું કહીને રાહુલ ગાંધીએ ફરી વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરીને તેમના પર નિશાન સાધવાનું શરુ કરી દીધું હતું.
"अच्छा भला हमारे लड़के वहाँ पे World Cup जीत जाते, वहाँ पे पनौती हरवा दिया…"
— News Tak (@newstakofficial) November 21, 2023
क्या पीएम मोदी को पनौती बोल गए राहुल गांधी? #RahulGandhi #WorldCup2023 #PMModi | @RahulGandhi pic.twitter.com/w995HBbKIh
રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ આપેલા પનોતી શબ્દ વાળા નિવેદનની એક વિડીયો ક્લિપ કોંગ્રેસના આધિકારિક X હેન્ડલ પર પણ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પણ કોંગ્રેસ દ્વારા એક આંખ મારતું ઈમોજી મુકીને ‘પનોતી’ લખવામાં આવ્યું હતું. જોકે સોશિયલ મીડિયા યુઝરો આ પોસ્ટ જોઈને ઉકળી ઉઠ્યા હતા. આ પોસ્ટને લઈને લોકોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આકરા શબ્દોમાં ભાંડયા હતા.
पनौती 😉 pic.twitter.com/kVTgt0ZCTs
— Congress (@INCIndia) November 21, 2023
કોંગ્રેસની પોસ્ટ પર યુઝર્સ આકરા પાણીએ
રાહુલ ગાંધીના નિવેદન અને કોંગ્રેસની આ X પોસ્ટ પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપીને તેમના પર નિશાનો સાધ્યો હતો. રાજાન સાહ નામના એક યુઝરે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીને ટાંકીને લખ્યું હતું કે, “રાહુલ ગાંધી જી, રમતમાં હાર-જીતનો નિર્ણય ટીમની મહેનત, અભ્યાસ, રણનીતિ, સમન્વય, સમર્પણ અને એકાગ્રતા વગેરે પર નિર્ભર કરે છે. નસીબનો રોટલો ખાવાવાળા જ હંમેશા શકન-અપશકનની વાતો કરે છે. તમે ભારતીય ક્રિકેટ ટીમની હાર માટે જે ‘પનોતી’ને કોસી રહ્યા છો, તે જ કોંગ્રેસના સંપૂર્ણ નાશનું કારણ પણ છે.”
@RahulGandhi जी,
— Rajan Clement Sah (@clement_sah) November 21, 2023
खेल में हार-जीत का फ़ैसला टीम की मेहनत,अभ्यास,रणनीति, समन्वय,समर्पण,एकाग्रता आदि पर निर्भर करता है।
किस्मत की रोटी खाने वाले ही हमेशा शगुन-अपशगुन की बात करते हैं।
आप भारतीय क्रिकेट टीम की हार के लिए जिस "पनौती" को कोस रहे हैं,वही कांग्रेस के समूल नाश का कारक भी… pic.twitter.com/SS0QPL1Nzh
કોંગ્રેસની આ જ પોસ્ટ પર અન્ય એક પરમ નામના યુઝરે પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસને અવળે હાથે લીધા હતા. તેમણે રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટી માટે પનોતી ગણાવતા લખ્યું હતું કે, “કોંગ્રેસ પોતે કહે છે કે જેમના અધ્યક્ષ બન્યા બાદ તરત જ તમામ રાજ્યોમાં હારી ગયા, 2014 હારી ગયા, 2019 હારી ગયા, તેનાથી મોટી પનોતી બીજું કોણ હોઈ શકે?”
खुद कांग्रेसी कह रहे हैं जिसके अध्यक्ष बनते ही सारे राज्य हार गए, 2014 हार गए, 2019 हार गए उससे बड़ी पनौती और कौन होगी?
— Param|PCS 🇮🇳 (@FunMauji) November 21, 2023
અન્ય એક તત્વમસી નામના યુઝરે આ ઘટનાને સીધી પ્રિયંકા વાડ્રા અને ઇન્દિરા ગાંધી સાથે જોડી દીધી, તેમણે એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં પ્રિયંકા વાડ્રાના ફોટા પર લખવામાં આવ્યું હતું કે, “આજે ઇન્દિરાજીનો જન્મ દિવસ છે અને આપણે ફરીથી વિશ્વ કપ જરૂર જીતીશું.”
@INCIndia @RahulGandhi Ok… pic.twitter.com/YBS2QBi0Sg
— तत्त्वमसि (@dhirenpurohit) November 21, 2023
આ જ રીતે અન્ય એક ગૌરવ નામના X યુઝરે પણ એક પોસ્ટર દ્વારા રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો. તેમણે પણ પોતાના જવાબમાં એક પોસ્ટર મુક્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું, “જે વિદેશી મહિલાના આવતાની સાથે જ સાસુ મૃત્યુ પામી, દિયર મરી ગયો, પતીનું મોત થયું, તેનાથી મોટી પનોતી કોણ હોઈ શકે.” જોકે તેમના આ પોસ્ટરમાં કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીનો ફોટો હતો.
इससे बड़ी #पनौती कौन… pic.twitter.com/TvmoQAZJ3C
— Gaurav Parashar (@GauravPrsharBJP) November 21, 2023
અન્ય એક રાજેન્દ્ર શુક્લા નામના યુઝરે પણ રાહુલ ગાંધીના આ નિવેદન સામે વાંધો ઉઠાવતા જવાબ આપ્યો હતો કે, “રાહુલ ગાંધી ખાન પોતે પનોતી છે જેમણે કોંગ્રેસને ખત્મ કરવાનો નિર્ણય કરી રાખ્યો છે.”
राहुल गांधी खान एक ऐसे panoti हैं जिन्होंने कांग्रेस को खत्म करने की ठान रखी है..
— 𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚 𝐒𝐡𝐮𝐤𝐥𝐚 🇮🇳 (@irajendrashukla) November 21, 2023
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સિવાય પણ ઉત્તર પ્રદેશના કોંગ્રેસી નેતાએ વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનો ટોપલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઢોળ્યો હતો. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેદ્ર મોદી મેચ જોવા ગયા તેના કારણે ખેલાડીઓ પ્રેશરમાં આવી ગયા ને મેચ હારી ગયા. તેનાથી વિપરીત ભારતીય ક્રિકેટરોએ ટીમને સમર્થન આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ પણ મેચ પૂર્ણ થયા બાદ ટ્વિટ કરીને ખેલાડીઓને સાંત્વના આપી હતી. તેમણે લખ્યું હતું કે, “સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન તમારું સમર્પણ અને કૌશલ્ય ઉલ્લેખનીય રહ્યું. તમે ઝનૂન સાથે રમ્યા અને દેશને ખૂબ ગૌરવ અપાવ્યું છે. અમે આજે પણ તમારી સાથે છીએ અને ભવિષ્યમાં પણ રહીશું.”