Wednesday, June 25, 2025
More
    હોમપેજદેશઑપરેશન સિંદૂર વિશે પાકિસ્તાનને પહેલેથી નહતી અપાઈ જાણકારી, રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી...

    ઑપરેશન સિંદૂર વિશે પાકિસ્તાનને પહેલેથી નહતી અપાઈ જાણકારી, રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી પર આરોપ લગાવીને શરૂ કર્યું રાજકારણ: ફાઈટર જેટ વિશે પણ ચલાવ્યો પાકિસ્તાની પ્રોપગેન્ડા

    રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને વિદેશ મંત્રાલયે પણ નિવેદન જારી કર્યું છે. વિદેશ મંત્રાલયે રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દીધા છે. મંત્રાલયે કહ્યું છે કે, વિદેશ મંત્રીએ એવું નથી કહ્યું કે, ઑપરેશન સિંદૂર શરૂ થયા પહેલાં પાકિસ્તાનને જાણકારી આપી હતી.

    - Advertisement -

    ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ચાલી રહેલો તણાવ હાલ થોડો ઓછો થયો છે. ઑપરેશન સિંદૂરમાં (Operation Sindoor) કમર તોડાવ્યા બાદથી જ પાકિસ્તાન બેકફૂટ પર દેખાઈ રહ્યું છે અને પોતાની આવામને રાજી કરવા ખોટા-ખોટા દાવા કરી રહ્યું છે. બીજી તરફ ભારતમાં ઑપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતા બાદ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ, તેમ છતાં કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હવે આ ઑપરેશન પર રાજકારણ ખેલવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) પર આરોપ લગાવતા એક નિવેદન આપ્યું છે.

    રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, પાકિસ્તાનને ભારતની કાર્યવાહી વિશે હુમલાની અગાઉ જણાવી દેવું એક ગુનો છે. તેમણે આરોપ લગાવ્યો કે, વિદેશ મંત્રી એસ જયશંકરે પોતે આ વાતને સ્વીકારી છે. આ સાથે જ વિપક્ષના નેતાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા અને પાકિસ્તાની પ્રોપગેન્ડાને હવા પણ આપી. તેમણે પૂછ્યું કે, વિદેશ મંત્રીને આવું કરવાની મંજૂરી કોણે આપી અને આ કારણે ભારતે કેટલાં એરક્રાફ્ટ ખોઈ નાખ્યાં?

    વધુમાં રાહુલ ગાંધીએ આ નિવેદન સાથે એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં એસ જયશંકર કહી રહ્યા હતા કે, ઑપરેશન્સ સિંદૂરની શરૂઆતમાં ભારતે પાકિસ્તાનને એક સંદેશ મોકલ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, “અમે તેને સ્પષ્ટ કહ્યું હતું કે, આતંકી ઠેકાણાં પર હુમલો કરી રહ્યા છીએ, આર્મી પર કોઈ હુમલો નહીં થાય. તેવામાં સેનાએ આ પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ નહીં કરવો જોઈએ. પરંતુ તેમણે અમારી આ સલાહ ન માની.” આ વિડીયોમાં પણ એસ જયશંકર સ્પષ્ટ કહે છે કે, ઑપરેશનની શરૂઆતમાં પાકિસ્તાને સંદેશ મોકલાયો હતો, પરંતુ શરૂઆતમાં એટલે કે શરૂ થયા બાદના પ્રાથમિક ચરણમાં. આતંકી અડ્ડાઓ ધ્વસ્ત થયા બાદ.

    - Advertisement -

    ‘તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે’- વિદેશ મંત્રાલય

    રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને વિદેશ મંત્રાલયે પણ નિવેદન જારી કર્યું છે. વિદેશ મંત્રાલયે રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દીધા છે. મંત્રાલયે કહ્યું છે કે, વિદેશ મંત્રીએ એવું નથી કહ્યું કે, ઑપરેશન સિંદૂરની શરૂઆતમાં જ પાકિસ્તાનને જાણકારી આપી હતી. પાકિસ્તાનને ઑપરેશન સિંદૂર શરૂ થયા બાદ પ્રથમ ચરણમાં જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ PIBએ પણ કહ્યું છે કે, વિદેશ મંત્રીએ એવું કોઈ નિવેદન આપ્યું નથી જેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમની વાતના તથ્યોને ખોટી રજૂ કરવામાં આવ્યાં છે.

    એટલે કે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, રાહુલ ગાંધી તથ્યોને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આવું કોઈ નિવેદન આપ્યું નહોતું. તેમણે એવું કહ્યું હતું કે, ઑપરેશન સિંદૂરની શરૂઆત બાદ પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી, ઑપરેશન પહેલાં નહીં.

    રાહુલ ગાંધીના સવાલનો જવાબ સેના પણ આપી ચૂકી છે

    રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકરને લઈને જે આરોપો લગાવ્યા છે, તેનો જવાબ ભારતીય સેનાના DGMO પહેલાં જ આપી ચૂક્યા છે. DGMO રાજીવ ઘઈએ 11 મેના રોજ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં જ તેનો જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતે ઑપરેશન સિંદૂર શરૂ થયા બાદ પાકિસ્તાને પરિણામોથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાને તેને હળવાશથી લીધું હતું.

    DGMOએ કહ્યું હતું કે, “અમે ઑપરેશન સિંદૂરના શરૂ થયા બાદ આતંકી અડ્ડા પર હુમલા કરવાને લઈને અમારા પાકિસ્તાની સમકક્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાકિસ્તાને તે અપીલને ફગાવી દીધી હતી અને ચેતવણી આપી હતી કે, પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા (જવાબી કાર્યવાહી) નિશ્ચિત છે. જેના માટે અમે પણ સંપૂર્ણપણે તૈયાર જ હતા.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં