Wednesday, July 3, 2024
More
    હોમપેજરાજકારણ'જેઓ પોતાને હિંદુ ગણાવે છે, તેઓ જ હિંસા કરે છે'- કોંગ્રેસના રાહુલ...

    ‘જેઓ પોતાને હિંદુ ગણાવે છે, તેઓ જ હિંસા કરે છે’- કોંગ્રેસના રાહુલ ગાંધીએ સંસદમાં કર્યું સનાતનનું અપમાન: પીએમ મોદી, અમિત શાહે નોંધાવ્યો જોરદાર વિરોધ

    વિપક્ષ અને શાસક એનડીએના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની હાકલ કરી હતી.

    - Advertisement -

    વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (જુલાઈ 1) લોકસભામાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ PM મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સંસદમાં બોલતા, ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત અને અસત્ય વિશે વાત કરે છે. આ નિવેદનના કારણે જ પીએમ મોદીને તેમની ટિપ્પણી પર વિરોધ નોંધાવ્યો હતો.

    તેમના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, “આપણા તમામ મહાપુરુષોએ અહિંસા અને ભયને દૂર કરવાની વાત કરી છે… પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત, અસત્યની વાત કરે છે…”

    પીએમ મોદીએ રાહુલ ગાંધીની ટિપ્પણી પર ગંભીર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, “સમગ્ર હિંદુ સમુદાયને હિંસક કહેવું ખૂબ જ ગંભીર બાબત છે.”

    - Advertisement -

    વિપક્ષ અને શાસક એનડીએના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની હાકલ કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાહુલ ગાંધીની હિંદુવિરોધી ટિપ્પણીની ટીકા કરી અને માફી માંગવાનો આગ્રહ કર્યો.

    “વિપક્ષના નેતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જેઓ હિંદુ તરીકે ઓળખાવે છે તેઓ હિંસા બોલે છે અને કરે છે. તે અજાણ છે કે લાખો લોકો ગર્વથી પોતાને હિંદુ કહે છે. હિંસાને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટું છે. તેણે માફી માંગવી જોઈએ,” અમિત શાહે કહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં