Friday, September 27, 2024
More
    હોમપેજરાજકારણ‘POKથી આવેલા રેફ્યુજીને કરેલો વાયદો અમે પૂરો કરીશું…સૉરી…કાશ્મીરી પંડિતોને…’: રાહુલ ગાંધીએ ફરી...

    ‘POKથી આવેલા રેફ્યુજીને કરેલો વાયદો અમે પૂરો કરીશું…સૉરી…કાશ્મીરી પંડિતોને…’: રાહુલ ગાંધીએ ફરી ભાંગરો વાટ્યો, કાશ્મીરી હિંદુઓને ગણાવ્યા POK શરણાર્થીઓ

    રાહુલ ગાંધીએ કહ્યું કે, "POKમાંથી જે રેફ્યુજી આવ્યા, તેમને મનમોહન સિંઘે જે વચન આપ્યું હતું, તેને પૂરું કરવામાં આવશે." જોકે, બાદમાં તેમને પોતાની ભૂલનું ભાન થયું હતું અને માફી માંગીને વાક્યને સુધાર્યું હતું.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. દરેક પક્ષના નેતાઓ જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તે જ અનુક્રમે રાહુલ ગાંધી પણ જનસભાને સંબોધિત કરવા માટે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. બારામુલામાં સભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ ભાંગરો વાટ્યો હતો. તેમણે કાશ્મીરી પંડિતોને POKના શરણાર્થીઓ ગણાવી દીધા હતા. જોકે, બાદમાં તેમણે ‘Sorry’ કહીને વાત વાળી લીધી હતી. પરંતુ તેમનું આ નિવેદન હવે નવા વિવાદોને જન્મ આપી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ તેમના આ ભાષણનો વિડીયો ફરી રહ્યો છે.

    બુધવારે (25 સપ્ટેમ્બર) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. બારામુલામાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે ભાંગરો વાટ્યો હતો અને કાશ્મીરી પંડિતોને POKના શરણાર્થીઓ ગણાવી દીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, “POKમાંથી જે રેફ્યુજી આવ્યા, તેમને મનમોહન સિંઘે જે વચન આપ્યું હતું, તેને પૂરું કરવામાં આવશે.” જોકે, બાદમાં તેમને પોતાની ભૂલનું ભાન થયું હતું અને માફી માંગીને વાક્યને સુધાર્યું હતું. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, “સૉરી, જે કાશ્મીરી પંડિતો આવ્યા હતા, તેમને મનમોહન સિંઘે વચન આપ્યું હતું, તે અમે પૂરું કરીશું.” જોકે, આ ભાષણની શરૂઆતમાં પણ ‘જમ્મુ-કાશ્મીર’ બોલતી વખતે રાહુલ ગાંધી વારંવાર ખોટું ઉચ્ચારણ કરતાં નજરે પડ્યા હતા.

    તે સિવાય રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, “અમે ઇચ્છતા હતા કે, ચૂંટણી પહેલાં જ તમને તમારું સ્ટેટહુડ પરત મળે અને ત્યારબાદ ચૂંટણી થાય. આ જ જમ્મુ-કાશ્મીરના લોકો પણ ચાહે છે. જોકે, એવું ન થયું. પરંતુ, હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી છે. ત્યારબાદ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને સ્ટેટહુડ પરત કરવું પડશે. INDI ગઠબંધન આ માટે મોદી સરકાર પર પૂરું દબાણ કરશે. જો મોદી સરકાર આવું નહીં કરે તો, જેવી INDI ગઠબંધનની દિલ્હીમાં સરકાર બનશે, તરત જ અમે તમને તમારું સ્ટેટહુડ પરત કરી દઇશું.” આ સિવાય પણ રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓને લઈને મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ રાખ્યું હતું.

    - Advertisement -

    નોંધવા જેવું છે કે, જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં કાશ્મીરી પંડિતોની વાપસી હંમેશાથી એક મુખ્ય મુદ્દો રહ્યો છે. 1990માં આતંકી ઘટનાઓ બાદ મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો કાશ્મીરથી પલાયન કરીને દેશના અલગ-અલગ રાજ્યોમાં શરણાર્થી બનીને આવ્યા હતા. ત્યારે મનમોહન સિંઘે કહ્યું હતું કે, તેમની સરકાર કાશ્મીરી પંડિતોની વાપસી સુનિશ્ચિત કરશે. તેમની 10 વર્ષની સરકાર બાદ પણ હજુ સુધી કાશ્મીરી પંડિતોની વાપસી શક્ય નથી બની.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં